SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ માયિક સંપત્તિ છળકપટયુકત ધન-દોલત, સંસારનો મોહ, પૈસા કે સ્વાર્થનું સગું. માર કામદેવ, હિંસા અથવા મરણ (૨) કામ (૩) કામ-વિકાર મારું પોતીકાનું મારું શું હસું છું માર્ગ કારણ (૨) પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરી પરમ આજ્ઞા, પરમ વૈરાગ્ય કરવાની પરમેશ્વરની પરમ આજ્ઞા. માર્ગણાસ્થાન :ગતિ-ઈન્દ્રિય આદિથી ઉત્પન્ન થતા સ્થાન. માર્ગણા જે જે ધર્મ વિશેષોથી જીવોનું અન્વેષણ (શોધખોળ-તપાસ) કરવામાં આ તે તે ધર્મ વિશેષોને માર્ગણા કહે છે. (૨) માર્ગણા તે લક્ષ્ય છે. અને માર્ગણાના ભેદ તેનું લક્ષણ છે. તે ભેદરૂપ લક્ષ્ય. લક્ષણો આત્માથી જુદા છે. આત્માના લક્ષ્ય લક્ષણો અભેદ છે. ભેદ ઉપર લક્ષ કરવું તે આત્માની એકાતાને તોડનાર છે. ભેદ ઉપરના લક્ષની એકતા પુદ્ગલ તરફ જાય છે. માટે માણાના ભેદ તે પુદગલના પરિણામ છે. સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન વગેરેની જે નિર્મળ પર્યાય પ્રગટે તે તો ચૈતન્ય દ્રવ્યમાં ભળે છે, ચૈતન્ય દ્રવ્યમાં અભેદ થાય છે માટે તેને તો ચૈતન્યના પરિણામ કહ્યા છે તેને કાંઇ પુદગલના પરિણામ નથી કહ્યા પણ તે ભેદો ઉપર લક્ષ જતાં રોગ થાય છે તે રાગને પુદગલના પરિણામ કહ્યા છે. (૩) ગોતવું જ્ઞાનમાર્ગણાના આઠ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન, કેવળજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, છેલ્લા ત્રણ અજ્ઞાન છે. માર્ગણાના ભેદ :માર્ગણાના ચૌદ ભેદ છે-ગતિ, ઇન્દ્રિય, કય, યોગ, વેદ, કષાય. જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત, સંન્નિત્વ, આહાર (૧) ગતિ=ગતિ નામકર્મ ઉદયજીવની પર્યાય વિશેષને ગતિ કહે છે. ગતિના ચાર ભેદ છે-નરક ગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ (૨) ઈન્દ્રિય= આત્માના ચિત્રને (લિંગને) ઇન્દ્રિય કહે છે. ઇન્દ્રિયના બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય (૧) દ્રવ્યેન્દ્રિય =નિવૃત્તિ અને ઉપકરણોને દ્રવ્યેન્દ્રિય કહે છે. ૭૫૨ નિવૃત્તિ પ્રદેશોની રચના વિશેષને નિવૃત્તિ કહે છે. નિવૃત્તિના બે ભેદ છે. બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિયોના આકારરૂપ પુલની રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ કહે છે. આવ્યંતર નિવૃત્તિ આત્માના વિશુધ્ધ પ્રદેશોની ઇન્દ્રિયાકાર રચના વિશેષને આવ્યંતર નિવૃત્તિ કહે છે. ઉપકરણ =જે નિવૃત્તિની રક્ષા (ઉપકાર) કરે તેને ઉપકરણ કહે છે ઉપકરણના બે ભેદ છેઃ આત્યંતર અને બાહ્યઆત્યંતર ઉપકરણ નેગેન્દ્રિયમાં કાળુ અને સફેદ મંડળની માફક બધી ઇન્દ્રિયોમાં જે નિવૃત્તિની રક્ષા (ઉપકાર) કરે તેને આત્યંતર ઉપરકણ કહે છે. બાહ્ય ઉપકરણનેન્ટેન્દ્રિયમાં પલક (પાંપણો) વગેરેની માફક જે નિવૃત્તિની રક્ષા કરે તેને બાહ્યોપકરણ કહે છે. ભાવેન્દ્રિય =લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહે છે. લબ્ધિ =જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે. ઉપયોગ = ક્ષયોપશમ હેતુથી ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. (૧) દ્રવ્યેન્દ્રિય = તેના પાંચ ભેદ છે. સ્પર્શન, રસના ધાણ, ચક્ષુ, અને શ્રોત્ર (૧) સ્પર્શનેન્દ્રિયના આઠ પ્રકાર દ્વારા સ્પર્શનું થાય છે તેને સ્પર્શનેન્દ્રિય કહે છે. ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે (વજનદાર), હલકો, કોમળ અને કઠોર આ સ્પર્શના આઠ પ્રકાર છે.(૨) ધ્રાણેન્દ્રિય = જેના દ્વારા બે પ્રકારની ગંધ સુગંધ અને દુર્ગધનું જ્ઞાન થાય તેને ધ્રાણેન્દ્રિય કહે છે. (૩) ચક્ષુરિન્દ્રિય =જેના દ્વારા પાંચ પ્રકારના વર્ણ (રંગ) કાળો, લીલો, પીળો, રાતો અને ધોળા વર્ણનું જ્ઞાન થાય તેને ચક્ષુરિન્દ્રિય કહે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy