SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) મુક્ત થવાની ઇચ્છાવાળા ધર્માત્મ જ્ઞાની સામાન્ય કેવળી ભગવાન થઇને મોક્ષે જાય છે. મોક્ષ સ્વભાવ જીવમાં શકિત છે તે વ્યકત પ્રગટ થાય છે. મહાવીર ભગવાન અને દિવ્યધ્વનિ સનાતન જૈન ધર્મમાં અષાઢ વદી ૧ એટલે બેસતું વર્ષ છે. પૂર્ણિમા એટલે પૂર્ણ માસ, ત્યારે મહિનો પૂરો થાય છે, અમાસ એટલે અર્ધમાસ. ત્રિકાળ નિયમ પ્રમાણે અષાઢ વદી એકમે નવું વર્ષ બેસે છે. આજે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિનો પ્રથમ દિવસ છે. તેમને વૈશાખ સુધી દશમે કેવળજ્ઞાન પ્રગટયું હતું, તે વખતે ઇન્દ્રોએ સમવસરણની અદ્ભુત રચના કરેલી તેને ધર્મસભા કહેવાય છે. ત્યાં એકી સાથે અનેક દેવ દેવીઓ, મનુષ્યો, તિર્યંચો ધર્મ સાંભળવા આવે છે, એવી ધર્મસભાની રચના તો થઇ, પણ કેવળજ્ઞાન થયા પછી છાંસઠ દિવસ સુધી ભગવાનના મુખથી વાણી ન છુટી. હોઠ બંધ હોય છે. સર્વાંગેથી ‘ૐકાર’ એવી એકાક્ષરી દિવ્યધ્વનિ છૂટે છે, તેનો એવો અતિશય છે કે તેને સાંભળનારા પોતપોતાની ભાષામાં પોતાની યોગ્યતા મુજબ સમજી જાય છે. દિવ્ય ધ્વનિનો મહાન યોગ તીર્થંકર ભગવાનને તેરમી ભૂમિકામાં (તેરમે ગુણસ્થાને) સહજ હોય છે. ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થોને એક સાથે એક સમયમાં જાણ્યા કરે તેવું અખંડ જ્ઞાન તેમને વર્તે છે. “હું પૂર્ણ થાઉં અને બીજા ધર્મ પામે એવા અખંડ ગુણના બહુમાનની ભૂમિકામાં (શુભરાગમાં) તીર્થંકર ગોત્ર કર્મ બંધાય છે. તીર્થંકર થયા પહેલાના ત્રીજો ભવે કર્મ બંધાય છે. મહાવીર પ્રભુને કેવળજ્ઞાન દશા પ્રગટી પણ છાંસઠ દિવસ સુધી ધ્વનિ ન છૂટી, તેનું કારણ એ હતું કે તે વખતે સભામાં ભગવાનની વાણી ઝીલી શકે એવો મહાન પાત્ર જીવ કોઇ હાજર ન હતો. ધર્મસભામાં હાજર રહેલા ઇન્દ્ર વિચાર્યું તો માલુમ પડ્યું કે ભગવાનની વાણી ઝીલી શકે એવો સર્વોત્કૃષ્ટ પાત્ર જીવ આ સભામાં હાજર નથી. તેવો પાત્ર જીવ ઇન્દ્રભૂતિ છે એમ તેણે પોતાના અવધિજ્ઞાનથી નકકી કર્યું; તેથી તેઓ નાના બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઇન્દ્રભૂતિ (ગૌતમ) પાસે ગયા. તેમનામાં (ગૌતમમાં) તીર્થંકર ૭૫૦ ભગવાનના વજીર થવાની એટલે કે ગણધર પદવીની યોગ્યતા હતી. પણ તે વખતે યથાર્થ ભાન ન હતું. હજારો શિષ્યોની વચ્ચે તેઓ યજ્ઞ કરતા હતા; ત્યાં બ્રાહ્મણના વેશમાં જઇ ઇન્દ્રે કહ્યું કે તમારે વાદ કરવો હોય તો મહાવીર પ્રભુ પાસે ચાલો, ગૌતમે કહ્યું ચાલો. ગૌતમ મહાવીર પ્રભુ પાસે જવા નીકળ્યા, માનસ્થંભ પાસે પહોંચતા જ તેમનું માન ગળી ગયું, તે માનસ્તંભ ઓળંગીને ગૌતમ જયાં ધર્મસભામાં દાખલ થયા કે તરત જ ભગવાનની વાણી છૂટી, ગૌતમને આત્મજ્ઞાન થયું. નિગ્રંથ મુનિપદ પ્રગટયું, તે સાથે મનઃપર્યય જ્ઞાન થયું અને ગણધર પદવી મળી. ગણધરપદ મળ્યા પછી તેમણે આજની જ મિતિએ (અષાઢ વદી એકમે) રાત્રિના આગલા પાછલા બે પહોરના એક એક અંત મુહૂર્તમાં જ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી, તે સતશ્રુતની રચનાનો દિવસ અને સર્વજ્ઞની દિવ્યધ્વનિ પ્રથમ છૂટવાનો દિવસ આજનો છે. ઉત્કૃષ્ટ ધર્મ સમજવાને પાત્ર જીવ થાય ત્યારે તેના નિમિત્તરૂપ વાણી મળ્યાવિના રહે નહીં. ઝાડ ઊગવાના હોય ત્યારે વરસાદ ન પડે એવું બને નહી. આ વાત કોઇને ન બેસે, ન માનવામાં આવે તેથી અસત્ય ન થઇ જાય. આ વાત આમ જ છે, તે ન્યાયથી, યુક્તિથી અને આગમથી વગેરે બધા પ્રમાણથી નકકી થઇ શકે છે. મહાશ્રુત :જેણે સર્વ શ્રુત જાણ્યું છે તે મહાદ્યુત મહાસત્તા સામાન્ય સત્તા (૨) સમસ્ત પદાર્થોના અસ્તિત્વગુણને ગ્રહણ કરવાવાળી સત્તાને, મહાસત્તા કહે છે. (૩) સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહા સત્તા છે. સમસ્ત વ્યાપકરૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, અનંત પર્યાયોમાં વ્યાપનારી મહાસત્તા છે. મહાસંવેદલરૂપી શ્રી :મહાજ્ઞાન રૂપી લક્ષ્મી મહાસામાન્ય :અનંત વિશેષો મહિમા :મહત્તા, ગૌરવ, મોભો, પ્રતાપ, યશ (૨) મોટપ; વિશેષતા; સર્વોત્કૃષ્ટતા મહિષ :પાડો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy