SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૪ કાળ= યથાસૂત્ર કાળ. ભાવ યથાસૂત્ર નિવૃત્તિસાધન વિચાર. મનોહર : સુંદર; મનને હરી લે તેવું મનોહર રૂપ શુધ્ધ આકૃતિ (૨) સુંદર આકૃતિ મનુષ્ય કોને કહીએ ? :મતિ-મનુતે જાનાતિ ઈતિ મનુષ્યઃ આત્માનું સ્વરૂપ જાણે તે ખરેખર મનુષ્ય છે, બાકી બધાને પશુ કહીએ. ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણ, તેનું મનન ને ધ્યાન કરે, તે મનુષ્ય. જેને ચૈતન્યની ભાવના-સમ્યગ્દર્શન નથી તે ચાલતાં મડદાં છે. શ્રી કુંદકુંદાચાર્ય દેવ ભાવ પ્રાભૃતમાં કહે છેઃજીવ મુક્ત શબ કહેવ “ચલ શબ' જાણ દર્શનમુક્તને શબ લોક માંહી અપૂજ્ય ચલ શબ હોય લોકોત્તર વિષે (ભાવપ્રાભુત-૧૩) જેને આત્માની રુચિ નથી, તેના તરફનું વલણ નથી. તેના તરફનો અંદરમાં પ્રેમ નથી, તે બધાં ચાલતાં મડદાં છે. મનુષ્ય વ્યવહાર મનુષ્યરૂપ વર્તન (અર્થાત્ હું મનુષ્ય જ છું એવી માન્યાપૂર્વકનું વર્તન) હું મનુષ્ય છું. શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું. સ્ત્રી-પુત્રધનાદિકના ગ્રહણ ત્યાગનો હું સ્વામી છું, વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર મનુષ્યરૂપ વર્તન છે. મનુષ્ય વ્યવહાર મનુષ્યરૂપ વર્તન. (અર્થાત હું મનુષ્ય જ છું એવી માન્યતાપૂર્વકનું વર્તન) હું મનુષ્ય છું શરીરાદિ સમસ્ત ક્રિયાઓ હું કરું છું. સ્ત્રી પુત્ર ધનાદિકના ગ્રહણત્યાગનો હું સ્વામી છું વગેરે માનવું તે મનુષ્ય વ્યવહાર (મનુષવર્તન) અનુક્રમે આ પ્રમાણે છેઃ ૧/૨ દ્વીપ જંબુ દ્વીપ. (જેમાં આપણે રહીએ છીએ તેના કરતો અને ૧૪૪ ગણો મોચો ઘાતકી ખંડ અને તેને ફરતો અને જંબુદ્વીપ કરતાં ૧૧૮૪ ગણો મોટો અર્ધ પુષ્કરદ્વીપ બે સમુદ્રનાં નામો : જંબદ્વીપને ફરતો અને તેનાથી ૨૪ ગણો મોટો લવણ સમદ્ર, જંબદ્વીપ અને કાતકી ખંડની વચ્ચે આવેલો છે. અને ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કરદ્વીપના વચ્ચે આવેલો સમુદ્ર કાલોદધિ જંબુદ્વીપ કરતાં ૬૭૨ ગણો મોટો છે. મનુષ્યની ઉત્પત્તિ અઢી દ્વીપમાં કહી છે. ના બે મુખ્ય ભેદ છે (૧). અકર્મભૂમિ અને (૨) કર્મભૂમિ. મનુષ્યક્ષેત્રની ઉત્પત્તિનાં અઢી દ્વીપની અંદર ત્રીસ ક્ષેત્ર તો અકર્મભૂમિ (જુગલીઓ) મનુષ્યનાં છે અને છપ્પન ક્ષેત્ર અંતરદ્વીપના મનુષ્યનાં છે. એ છયાસી ક્ષેત્રના મનુષ્યો ધર્મકર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્યો તો પોતાનાં પૂર્વે કરેલાં પુણ્યોનાં કુળો દેવતાઓની પેઠે સુખ ભોગવે છે. અહી દ્વીપમાં આવેલા કર્મ ભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્રોનાં નામ નીચે મુજબ છે - ૧/૨દ્વીપ જંબુદ્વીપ તેમાં – ૧. ભરત,૧ ઈરવત અને ૧ મહાવિદહ ક્ષેત્ર એમ કુલ ૩ ક્ષેત્ર. ૧ દ્વીપ ઘાતકીખંડઃ તેમાં - ૨ ભરત, ૨ ઈરવત, અને ૨ અહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬ ક્ષેત્ર. ૧ દ્વીપ પકિરાઈ દ્વીપઃ તેમાં ૨ ભરત, ૨ ઈરવત, અને ૨ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૩ ક્ષેત્ર. કુલ ૨૧૧ દ્વીપ અને ૧૫ ક્ષેત્ર. આ ૨૧૧ દ્વીપ ફકત ૪૫ લાખ યોજનમાં છે. મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તે એકાંત દ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગદ્વેષી થાય છે અને એ રીતે પરદ્રવ્ય કર્મ સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પર સમય છે. મનુષ્યોત્ર :જયાં મનુષ્ય રહે છે તે મનુષ્યક્ષેત્ર. ને ત્રીછાલોક કહેવાય છે. ત્રીછાલક અઢી દ્વીપ અને બે સમુદ્ર નો બનેલો છે. અઢી દ્વીપના નામ કર્મભૂમિ એટલે અસિ, મસિ(વ્યાપરા) અને કૃષિ જયાં થતી હોય છે. અકર્મભૂમિનાં ત્રીસ ભેદો છેઃ પાંચ હેમવય, પાંચ ઐરવય, પાંચ હરિવાર, પાંચ રમ્યક વાસ, પાંચ દેવકુફ અને પાંચ ઉત્તરકુરૂ. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના દયથી મનુષ્યો હોય છે. જેઓ કર્મભૂમિ જ અને ભોગભૂમિ (અકર્મભૂમિજ) એવા ભેધોને લીધે બે પ્રકારના છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy