SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ જે મન-ઇન્દ્રિયોના નિમિત્ત વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી બીજાના મનમાં રહેલારૂપ પદાર્થને સ્પષ્ટ જાણે છે, અવધિજ્ઞાન અને મન:પર્યાય અધૂરા પ્રત્યક્ષ છે. (૨) મનઃ પર્યય જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા બીજાના મનમાં રહેલ કોઇક મર્તદ્રવ્યોને વિશેષરૂપે સાક્ષાત જાણવામાં આવે છે તેને મનઃ પર્યયજ્ઞાન કહે છે. (૩) કોઇ કોઇ મુનિવરોને વિશિષ્ટ સંયમધરોને હોય છે. (૪) જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિતરૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનઃ પર્યાય જ્ઞાન છે. (૫) દ્રવ્ય,ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી બીજાના મનમાં રહેલા સરલ અથવા ગૂઢ રૂપી પદાર્થોને જાણવાવાળું જ્ઞાન (૬) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદા સહિત, જે બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને, સ્પષ્ટ જાણે. વિચારમાં મદદ કરતું નથી. માત્ર નિમિત્ત થાય છે. જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવ વડે જ જાણે છે, પર વસ્તુ આત્માને મદદ કરી શકે જ નહિ. (૮) મનોવર્ગણાથી બનેલ હદયકમળનું નામ મન છે, અથવા મનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને મન કહે છે. (૯) મનનો વિષય પર દ્રવય છે, વિષય એટલે લક્ષને લક્ષ એટલે ધ્યેય, ધ્યેય એટલે સાધ્ય. આત્માની એકાગ્રતામાં સહજ સ્વભાવના ભાન વખતે પર વસ્તુ આવતી નથી. માત્ર શુધ્ધ અખંડ નિર્મળ આત્મદ્રવ્યનું જ ધ્યાન હોય છે. આત્માની એકાગ્રતામાં અંશમાં પર ઉપર લક્ષ જતું નથી. (૧૦) હિત-અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાનવિશેષ તેને ભાવમન કહે છે; તથા હૃદયસ્થાનમાં આઠ પાંખડીવાળા કમળના આકારે પુદગલપિંડ, તેને જડમન અર્થાત દ્રવ્યમન કહે છે. (૧૧) હૃદયમાં આઠ પાંખડીનું કમળના આકારે જડ મને છે તે ચૈતન્યનું સ્વરૂપ નથી, ચૈતન્ય તો જ્ઞાનાદિ અનંત ગુણનો પિંડ છે. મનઃ૫ર્યયશાન :આ આત્મા મનઃપર્યય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પરમનોદગત મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે મનઃપર્યયજ્ઞાન છે. જુમતિ અને વિપુલમતિ એ જોવા ભેદો વડે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં વિપુલમતિ મન:પર્યયજ્ઞાન પરના મનવચનકાય સંબંધી પદાર્થને વક્ર તેમજ અવક બન્નેને, જાણે છે અને ઋજુમતિ મન:પર્યયજ્ઞાન તો જુને (અવક્રને) જ જાણે છે. નિર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહિત ચરમદેહી મુનિઓને વિપુલમતિ મન:પર્યયજ્ઞાન હોય છે. આ બન્ને મન:પર્યયજ્ઞાનો વીતરાગ આત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનની ભાવના સહિત પંદર પ્રમાદ રહિત અપ્રમત્ત મુનિને ઉપયોગમાં-વિશુદ્ધ પરિણામમાં ઉત્પન્ન થાય છે. અહીં મન:પર્યયજ્ઞાનના ઉત્પાદકાળે જ અપ્રમત્તપણાનો નિયમ છે, પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે. :ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન શીખવીને લાલિત-પાલિતકરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે. છે. મન:પર્યયજ્ઞાન કેવી રીતે પ્રગટે ? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. જેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાન હોય છે. જેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે. એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ચળી સયમપણું થાય છે, તે તેથી મન:પર્યય જ્ઞાન પ્રગટે છે. જેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના ક્રોધ હર્ષાદિભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે, તેવાં દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યય જ્ઞાનનો વિષય છે. બનઃપર્યયાનનો વિષય :સર્વાવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યના અનંતમાં ભાગ મન:પર્યયજ્ઞાનો વિષય સંબંધ છે. પરમ અવધિજ્ઞાનના વિષયભૂત જે પુદ ગલ સ્કંધ છે તેનો અનંતમો ભાગ કરતાં જે એક પરમાણું માત્ર થાય છે તે સર્વાવધિનો વિષય છે. જેનો અનંતમો ભાગ ઋજુમતિ મન:પર્યયજ્ઞાનનો વિષય છે અને તેનો અનંતમાં ભાગ વિપુલમતિ મન:પર્યયનો વિષય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy