SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (૩) સાંખ્ય=તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂ૫ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખાવમાં આવતો નથી. (૪) યોગ = નવી ને પુરાણી અવસ્થા ઈત્યાદિ ભાવે પ્રવર્તતું જે નો કર્મ તે જ જીવ છે. કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (૫) બૌદ્ધ =સમસ્ત લોકને પુય-પાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (૬) નૈયાયિક= શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખાવમાં આવતો નથી. (૭) વૈશેષિક = શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (૮) ચાર્વાક= અર્થ ક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંનાં સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જાવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો, તે રીતે અહીં પણ જાણવું.) (૧) વેદાંતમતનું ખંડન =સ્વમવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે કાલિમાં (કાળ૫) થી જુદા સુવર્ણની જેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. (૨) મીમાંસક મતનું ખંડન = અનાદિ જેનો પૂર્વે અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે રૂપે કીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. (૩) સાંખ્યમતનું ખંડન = તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલ અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. (૪) યોગ્યમતનું ખંડન= નવી પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નો કર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ અનુભવે છે. (૫) બૌદ્ધમતનું ખંડન =સમસ્ત જગતને પુય-પાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાતેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. (૬) નૈયાયિકમતનું ખંડન =શાતા-અશાતા રૂપે ત્યાથી જે સમસ્ત તીવ્ર મંદપાણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી કારણ કે સુખ દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્તાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. (૭) વૈશેષિક મતનું ખંડન = શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ ને બન્ને મળેલાં પણ જીવ નથી કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. (૮) ચાર્વાકમતનું ખંડન =અર્થ ક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી કારણ કે આઠ કાપડના સંયોગથી (ખાટલાથી)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy