SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્રનો વર્તમાનમાં ભાવશ્રુતજ્ઞાનરૂપ અનુભવ એ જૈનશાસન છે. કેમ કે ભાવશ્રુતજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે, વીતરાગી પર્યાય છે. એટલે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી એવું જે સ્વને વેદના અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તે ભાવશ્રુતજ્ઞાન. તેના દ્વારા અખંડ એકરૂપે' કેવળ શુદ્ધાત્માને અનુભવે જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે.) (૨) શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધોપયોગથી જે આત્માનો અનુભવ થયો એ આત્મા જ છે. સ્વરૂપની વીતરાગ સ્વસંવેદનદશા-પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ જે પ્રગટ થઈ એ આત્મા જ છે. ઈવશ્રુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગ સ્વરૂપ છે અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ મુકતસ્વરૂપજ છે, એનો પર્યાયમાં અનુભવ થયો એ ભાવશ્રુતજ્ઞાન છે, શુદ્ધોપયોગ છે. (૩) જ્ઞાન તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દષ્ટિમાં આવતું જે સર્વ પદ્રવ્યોથી જુદું પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. (૪) આત્માનું અત્યંતર જ્ઞાન (૫) દ્રવ્યશ્રુતની જે જ્ઞીપ્ત જાણકારી તે ભાવશ્રુતજ્ઞાન છે. ભાવકૃતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ થવાથી તે દ્રવ્ય-શ્રતને પણ ઉપચારથી -વ્યવહારથી શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. સુત્રતો ઉપાધિરૂપ હોવાથી છૂટી જાય છે. ક્ષતિ જ બાકી રહી જાય છે. તે જ્ઞતિ કેવળ જ્ઞાનીની અને શ્રુતજ્ઞાનીની આત્માના સભ્ય અનુભવમાં સમાન હોય છે. વાસ્તવમાં જ્ઞાનો વ્યુત ઉપાધિરૂપ ભેદ નથી. સ્વાધ્યાયરૂપ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બન્નેનાં સર્વ તત્ત્વ પ્રકાશનમાં સાક્ષાત્ અસાક્ષાતનો -પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. જીવ અજવાદિ તત્ત્વોને યથાર્થરૂપે જાણવામાં કોઈ અંતર નથી. (૬) મોક્ષના માર્ગમાં ભાવશ્રુતજ્ઞાન (અનુભૂતિરૂપ જાણપણું) હોય છે, તે પણ આનંદના સ્વાદથી ભરેલું છે ને સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે. જેમ કેવળજ્ઞાન પ્રમાણ છે તેમ શ્રુતજ્ઞાન પણ પ્રમાણ છે; પરોક્ષ હોવા છતાં તે પ્રમાણ છે, તે સંવેદનમાં તો તે પ્રત્યક્ષ પણ છે. પોતાના આત્માના અનુભવને સાધકજીવ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ પ્રમાણથી જાણે છે; તેમાં તેને સંદેહ નથી. પરોક્ષરૂપ પ્રમાણજ્ઞાન પણ સદેહ વગરનું હોય છે. કેવળજ્ઞાન જેવી જ જાતનું, સ્વસંવેદન-પ્રત્યક્ષરૂપ ભાવશ્રુતજ્ઞાન હોય ત્યારે જ મોક્ષમાર્ગ થાય અને તે જીવને જ સાચા નિશ્ચય-વ્યવહાર નો હોય. (૭) શુધ્ધ આત્મ જ્ઞાન; અનુભૂતિરૂપ જાણપણું; પ્રમાણજ્ઞાન (૮) દ્રવ્યશ્રુત સ્વતઃ જ્ઞાન રૂપ ન હોતાં પદુગલના ક્રમમાં છે, જેની જે જ્ઞતિ-જાણકારી તે ભાવશ્રુતજ્ઞાન કહેવાય છે. (૯) અનુભૂતિરૂપ જાણપણું=પ્રમાણજ્ઞાન (૧૦) જેમાંથી ભેદ નામ પુણ્ય-પાપનો રાગ ભિન્ન પડી ગયો છે અને જેમાં અભેદ એક નિત્યાનંદ સ્વરૂપનું સંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે. એવું ભાવકૃત જ્ઞાનદ્રવ્યશ્રુતજ્ઞાન એટલે ભગવાનની વાણીમાંથી રચાયેલાં શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ જે વિકલ્પ છે કે જેમાંથી દૂર થઇ ગયા છે એવું જે ભાવશ્રુતજ્ઞાન તેના સદ્ભાવને લીધે જ્ઞાની પરથી અત્યંત વિરકત છે. (૧૧) આત્માની શુધ્ધ અનુભૂતિરૂપ મૃતણાન ને ભાવકૃત જ્ઞાન કહે છે. ભાવઋતશાન અને દ્રવ્યથતાન : જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન! એટલે શું? કે જેમાંથી ભેદ નામ પુણ્યપાપનો રાગ ભિન્ન પડી ગયો છે અને જેમાં અભેદ એક નિત્યાનંદ સ્વરૂપનું સંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે એવું ભાવશ્રુતજ્ઞાન. દ્રવ્યશ્રુતજ્ઞાન એટલે ભગવાનની વાણીમાંથી રચાયેલા શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ ભાવકૃતજ્ઞાન સ્વરૂપ શુધ્ધ આત્માનું જ્ઞાન ભાવસ્તુતિ :મન, વાણી, દેહ તથા શુભાશુભવૃત્તિથી હું જુદો છું, એમ શુધ્ધાત્મા તરફ વળી રાગની વૃત્તિથી ખસી અંદરમાં કરવું તે ભાવતુતિ છે. ભાવ સ્તુતિ વંદનામય ભાવ સ્તુતિમય અને ભાવવંદના મય. ભાવસંવ૨ સંવર થવા યોય સંવાર્થ એ જીવની પર્યાય છે. તે ભાવસંવર છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy