SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૭ સ્વભાવી આત્માની ઓળખાણ કરીને તેનું લક્ષ કરતાં ભાવેન્દ્રિયનું (જ્ઞાનની અધૂરી પર્યાયનું) લક્ષ છૂટી જવું તે જ ભગવાનની ખરી સ્તુતિ છે. ભાવનમસ્કાર માત્ર ભાવ્યમાં જ પરાયણ-એકાગ્ર-લીન થવું તે ભાવનમસ્કારનું લક્ષણ છે. (૨) કેવલજ્ઞાનાદિ અનંત ગુણોના સ્મરણરૂપ ભાવ નમસ્કાર કહેવાય છે. (૩) કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોના સ્મરણરૂપ ભાવનમસ્કાર કહેવાય છે. શુધ્ધ નિશ્ચયનયથી વંદ્ય-વંદક ભાવ નથી. ભાવેદ્રિયના ભેદ ભાવેદ્રિયના પાંચ ભેદ છે. જીવની ભાવસ્પર્શનેન્દ્રિય, રસનેનિદ્રય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને કર્મેન્દ્રિય- તે લબ્ધિ ઉપયોગ રૂપ ભાવેદ્રિયને કેવી રીતે જીતવી ? :ભાવેન્દ્રિયનું જુદાપણું કઇ રીતે છે તે વર્ણવે છે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ રૂપ જ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે પોતાથી જુદી જાણી, એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું” આ બોલથી હવે વિસ્તાર થાય છે. ભાવેન્દ્રિય એટલે ક્ષયોપશમજ્ઞાન પણ આત્માથી જુદું છે કેમ કે અહીં નિશ્ચયસ્તુતિનો અધિકાર હોવાથી નિશ્ચયસ્વભાવ શું છે તે બતાવવું છે. આત્માનો ત્રિકાળ કેવળજ્ઞાન સ્વભાવ છે. તેની વર્તમાન જે અધૂરી દશા છે તેને ભાવેન્દ્રિય કહેવાય છે; તે ઓછા ઉઘાડવાળું જ્ઞાન એક એક વિષયોને જાણે છે જયારે એક વિષય જાણવામાં તે પ્રવર્તે છે ત્યારે બીજા વિષયોમાં પ્રવર્તતું નથી-આ રીતે તે ખંડ ખંડરૂપ જ્ઞાન છે; આત્માનો જ્ઞાન સ્વભાવ તો એક સાથે બધું જાણવાનો અખંડરૂપ છે; જે જ્ઞાનમાં ખંડ પડે તે જ્ઞાનમાં ખંડ પડે તે જ્ઞાન આત્માનું સ્વરૂપ નથી. ઓછું જ્ઞાન તે મારું સ્વરૂપ નથી. મારો જ્ઞાન સ્વભાવ તો પૂર્ણ છે. પૂરો સ્વભાવ શું અને ઊણી દશા શું એ બધું ખ્યાલમાં આવ્યા વગર પરમાર્થ સ્વરૂપમાં પ્રવેશ થઇ શકે નહિ પૂર્ણ સ્વભાવની પ્રતીત વગર સભ્યશ્રધ્ધા હોઇ શકે નહિ અને વર્તમાન અપૂર્ણ દશા છે. તેનું જ્ઞાન કર્યા વગર પરમાર્થ સ્વરૂપના લક્ષમાં પહોંચી શકાય નહિ. પરિપૂર્ણ સ્વભાવને પ્રતીતમાં લેનારું જ્ઞાન તે નિશ્ચયનય છે. અધૂરી દર્શાનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. અવસ્થાના જ્ઞાનને વ્યવહારનય ખરેખર કયારે કહેવાય ? જો અવસ્થા ઉપરથી દષ્ટિ ખસેડીને નિશ્ચયસ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરે તો અવસ્થાના જ્ઞાનને વ્યવહાર કહેવાય. વ્યવહારને જાણયા વગર પરમાર્થ સાચો હોઇ શકે નહિ, અને નિશ્ચયની શ્રધ્ધા વગર વ્યવહાર એકલો હોય નહિ. નિશ્ચય વ્યવહાર બન્ને સાથે જ છે. અધૂરી જ્ઞાનદશારૂપ વ્યવહારને જાણીને પછી પૂર્ણ સ્વભાવની પ્રતીતના જોરે અપૂર્ણતાનો નિષેધ કરવો તે જ ભાવેન્દ્રિયને જીતવાનો ઉપાય છે. ભાવેન્દ્રિયને જીતવું તે નાસ્તિથી કથન છે અને અસ્તિથી લઇએ તો જ્ઞાન ભાવેલ્જિાય શબ્દ,રસ,રૂપ,ઈત્યાદિ એક એખ વિષય જાણવાની યોગ્યતાવાળો ક્ષયોપશમભાવ તે ભાવેન્દ્રિીય છે. જે પણ ખરેખર પરણેય છે. પરણેય અને જ્ઞાયકભાવની એકતાબુદ્ધિ તે સંસાર છે. મિથ્યાત્વ છે. ઈન્દ્રિયનો વિષય જે આખી દુનિયા, સ્ત્રી, કુટુંબ, દેવ,શાસ્ત્ર, ગુરુ-તે બધાય ઈન્દ્રિીયોના વિષયો હોવાથી ઈન્દ્રિીય કહેવામાં આવે છે. જે પણ પરણેય છે. એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યા ભ્રાન્તિ છે. મિથ્યાષ્ટિને નવ પૂર્વેની જે લબ્ધિ પ્રગટ થાય છે તે અને સાત દ્વીપ તથા સમુદ્રને જાણે તેવું જે વિભંગજ્ઞાન હોય છે તે ઈન્દ્રિયજ્ઞાન છે, ભાવેન્દ્રિય છે. જે નવ પૂર્વનું જ્ઞાન કે વિર્ભાગજ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવામાં કાંઈ કામ આવતું નથી. ભાવેન્દ્રિયોને જીતવી હોય તો પ્રતીતિમાં આવતાં અખંડ એક ચૈતન્યશકિતપણા વડે તેને જુદી જ્ઞાનમાં તે પરણેય છે પણ સ્વણેય નથી એમ જાણ. પર્યાયને અંતર્મુખી વાળતાં તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડમાં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહારની તરફ જતી હતી તેને જયાંઅંતર્મુખ કરી ત્યાં તે (પર્યાય) સ્વયં સ્વતંત્ર કર્તા થઈને અખંડમાં જ એકત્વપામે છે. પર્યાયને રાગાદિ પર તરફ વાળતાં મિથ્યાત્વ પ્રગટ થાય છે.અને અંતમુર્ખ વાળતાં પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે (કરવો પડતો નથી) અહાહા ! જે વાળવાવાળો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy