SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ગુણને અથવા ઔપથમિક, ક્ષાયિક આદિ પાંચ ભાવોને ભાવ કહે છે. (૧૮) ત્રિકાળપણે દ્રવ્યની શક્તિ અથવા ગુણ (૧૯) અસ્તિત્વ; હોવાપણું; પ્રકૃતિ; સ્વભાવ; ઇરાદો; મતલબ; વૃત્તિ; લાગણી; તાત્પર્ય; અભિપ્રાય; ચેષ્ટા; અભિનય; હેત; પ્રીતિ; ગમો; આસ્થા; કિંમત; દર; સ્થિતિ; સ્વરૂપ. (૨૦) અવસ્થા પરિણામનું કાર્ય; અને રાગરૂપ કાર્ય તે ચિ વિકાર છે. (૨૧) ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે. (૨૨) જ્ઞાન. આત્માના જ્ઞાનનો અંત નથી. (૨૩) જ્ઞાનમાં સંવેદનરૂપ કંપન-ચંચળતા (૨૪) ગુણ (૨૫) પરિણામ (૨૬) ત્રિકાળ૫ણે દ્રવ્યની શક્તિ અથવા ગુણ (૨૭) ત્રિકાળ શક્તિરૂપ ગુણ (૨૮) પદાર્થ; પદાર્થ સંજ્ઞા છે સર્વ સ્વરૂપની. શાશ્વત વસ્તુરૂપ. ભાવ કહેતાં પદાર્થ; તે પદાર્થ કોઇ ચેતન છે, કોઇ અચેતન છે. (૨૯) સ્વસંવેદન પરિણામ. નિર્મળ આત્માનું ધ્યાન કરે. (૩૦) અસ્તિત્વ; હયાતી; સ્થિતિ; સ્વત્વ (૩૧) ભાવ ચાર પ્રકારના છે :-ઔદયિક, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (૩૨) સ્વરૂપ (૩૩) ભાવ એટલે ભવવું–થવું, તે દરેક સમયે છે, શુભાશુભ ભાવ તે જ સંસારભ્રમણરૂપ ભાવગતિ, સંસારમાં રખડનાર પ્રાણીના જે જે શુભ અશુભ પરિણામ છે તે જ મુખ્યપણે ગતિ છે. ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન તેમાં સરલતાની હળવાશ રહેલી છે. ઉત્કૃષ્ટ ઊંધાઇવાળા દ્રવ્યનું અધોગમન તેમાં લોઢાની જેમ ભારે કર્મીપણું છે, અને મધ્યમ પરિણામવાળા જીવને મનુષ્યભાવ છે. અત્રે ત્રણે લોકમાં ભોગવવાનાં અસંખ્યાત સ્થાનક છે. દ્રવ્ય,ક્ષેત્ર,કાળભાવથી પુલ દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. તેમાં કોઇ જગતકર્તા ઇશ્વરની જરૂર નથી. (૩૪) અવસ્થા; પરિણામનું કાર્ય અને રાગરૂપ કાર્ય તે ચિવિકાર છે, ભૂલરૂપ ક્ષણિક વિકારી ભાવ છે. (૩૫) પાંચ ભાવોમાં પથમિક, જ્ઞાયોપથમિક, જ્ઞાયિક અને ઔદયિક, આ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે, એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય, પર્યાય દ્રવ્ય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું), તે આત્માપદાર્થ છે. પાંચ ભાવોમાં ઉપશમાદિ ચાર ભાવો, પર્યાયરૂપ છે. તેમાં પ્રથમના ત્રણ, નિર્મળ પર્યાયરૂપ છે, ઔદયિક મલિન વિકારરૂપ છે; અને ૭૧૦ પારિણામિક ધ્રુવ, દ્રવ્ય સ્વરૂપ છે. તે આત્માનો અહેતુક, અકૃત્રિમ સહજ સ્વભાવ છે. (૧) ઔપથમિક ભાવઃ પાંચ ભાવોમાં, એક ઔપથમિક ભાવ છે, તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઇ જાય તે મ કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળભાવ પ્રગટ થાય તેને પથમિક ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવ સૌ પ્રથમ જયારે પોતાના શુધ્ધ સ્વભાવનું ભાન કરે ત્યારે, ચાથે ગુણસ્થાને પથમિક સમ્યગ્દર્શન થાય છે. આ ઔપથમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે, પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમભાવ એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમજ તેનો સર્વથા ક્ષય પણ થઇ ગયો નથી. જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે કાદવ બેસી ગયો હોય તેમ સત્તામાં મોહકર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળ પર્યાયને પરામિક ભાવ કહે છે. ક્ષાયોપથમિક ભાવ=આ ભાવમાં કાંઇક વિકાસ અને કાંઇક આવરણ છે; જ્ઞાનાદિનો સામાન્ય ક્ષયોપશમ ભાવ તો બધા જીવોને અનાદિથી હોય છે, પણ અહીં મોક્ષના કારણરૂપ શ્રયોપશમભાવ બતાવવો છે- એટલે સમ્યગ્દર્શન પૂર્વકનો ક્ષયોપશમભાવ અહીં સમજવો કર્મનો ઉદય છે તેનો ઉદયાભાવી ક્ષય અને અનુદય છે તે ઉપશમરૂપે અંદર સતામાં રહે તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય તેને ક્ષયોપશમભાવ કહેલ છે. ક્ષાયિકભાવ=આત્માના ગુણની સંપૂર્ણ શુધ્ધ દશા પ્રગટે અને કર્મોનો સર્વથા ક્ષય થઇ જાય-એવી દશા તે ક્ષાયિક ભાવ છે. દર્શન મોહનીયનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યગ્દર્શન, જ્ઞાનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિક જ્ઞાન, દર્શનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિકદર્શન-એમ જે ભાવ પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે. (૩)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy