SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ અંતદષ્ટિ થઈને ધર્મની દષ્ટિ પ્રગટી છે. અંતરમાં ભાન થયાં છે - તેને પણ ભય હોતો નથી, તે નિર્ભય છે. જો પછી જેમને પૂર્ણ ધમ પ્રગટ છે તે ધર્મના ઈશ્વર ભગવાન કેવળીને ભય કેમ હોય ? ન હોય, ન હોઈ શકે. દેવને ભગવાન કેવળીને આ લોકનો ભય હોતો નથી. કેમ ? કેમ કે નિજ ચૈતન્યલોક જ પોતાનો લોક છે. હવે એમાં તમને ભય કોનો ? અરે ! આ લોકમા લક્ષ્મી ચાલી જશે તો ? દીકરો જન્મીને મરી જશે તો ? આદિ ભય હોતો નથી. આ લોકના પદાર્થો એના ચૈતન્યલોકમાં જ નથી તો ભય શાનો ? ભગવાન પૂર્ણ નિર્ભય છે. જ્યાં સમ્યગ્દષ્ટિ નિર્ભય છે તો કેવળીની તો શી વાત ? નિર્ભય-નિર્ભય-પૂર્ણ નિર્ણય. સમ્યગ્દષ્ટિનો પહેલો જ ગુણ નિઃશંકપણું. નર્ભયતા છે. નિઃશંક તે નિર્ભય એવો અખંડાનંદ સ્વરૂ૫ ચૈતન્ય વ્રજની એવાને જે ક્ષુધા ઠરાવે છે તેને આખા આત્માની-નિજ પૂર્ણાનંદ સ્વરૂપરૂપ અંશીની ખબર ને શ્રદ્ધા નથી એમ કહે છે. શરીરની અવસ્થામાં જઠરની વિશિષ્ટ અવસ્થા થતાં તેના ઉપર લક્ષ જાય ત્યારે મોહનીય કર્મના નિમિત્તે થતું ખાવાની ઈચ્છારૂપ દુઃખ-પીડા તે ક્ષુધા છે, અને તે (ધા) વીતરાગ-પરમેશ્વર-પરમાત્માને તેઓ શરીરવાળા ને વાણીવાળા હોવા છતાં હોતી નથી, હોઈ શકે નહિ. જ્યાં મોહનો સર્વથા અભાવ થયો, અને જ્યાં અમૃતના દરિયા સર્વાગ (સર્વ પ્રદેશ) ઊછળ્યા છે ત્યાં ક્ષુધા કેવી ? (૨) તૃષા :- અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (વધારે તીવ્ર), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે.(અર્થાત્ વિશિષ્ટ અશાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના પર લક્ષ જોઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઈચ્છારૂપ દુઃખ તે તૃષા છે.) કેવળી પરમાત્માને તૃષા ન હોય. અંતર આત્મા વસ્તુ જ એવી અતીન્સિય સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે કે તેનું જ્યાં ભાન થાય છે ત્યાં ધર્મ-સમ્યગ્દષ્ટિ પુરુષ પણ સમ્યગ્દર્શનમાં જે સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો નિર્વિકલ્પ રસ પીવે છે તો જેને પરમાત્મા દશા થાય તેનો તો નિરંતર પૂર્ણ નિર્વિકલ્પ આનંદના રસનું જ પીણું હોય છે; પરંતુ આ પાણી પીવું એ હોતું નથી. નિર્વિકલ્પ રસ પીજીએ એમ આવે છે ને ? અહા ! નિરંતર નિર્વિકલ્પ આનંદના રસને પીનારા ને શું પીડા કે પાણી પીવે ? ભગવાનને તૃષાય હોતી નથી ને પાણીનું પીવું ય હોતું નથી. (૩) ભય :- આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અક્ષુપ્તિ ભય, મરણભય, વેદનાભય અને અકસ્માત ભય એમ ભય સાત પ્રકારનો છે. (૧)ભગવાનને કોઈ ભય હોતો નથી. સાક્ષાત્ પરમામૃતના અનુભવમાં પડ્યા છે તેમને ભય કેવો ? અરે ! સમ્યગ્દષ્ટિને પણ ભય હોતો નથી. પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર આત્મા છે. આત્માવસ્તુ અસ્તિ છે. જે સ્વભાવવાન છે. અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય ઈત્યાદિથી ભરપૂર ભરેલો પ્રભુ આત્મા છે. આવા નિજ સ્વરૂપની જેમ મૂર્તિ હું આત્મા છું. આ શરીર ને રાગ ને પુય-પાપ એ હું નહિ; કેમ કે એ બધા અનાત્મા છે, પર છે. આવું જે ને સ્વાનુભવથી દશા થઈ ને ભાન થયું છે એવા ધર્મને-કે જે સુખના પંથે ચઢેલો છે તેને ભય હોતો નથી. અંદર નિઃશંક છે ને ? ઊી . ઉપરથી ઈન્દ્રોનાં વજૂ પડે તોય તે ભય પામતો નથી નિર્ભય મારી નગરી છે એમ તે સદાય જાણે છે. (૨)વળી અહીંથી મરીને બીજે ક્યાં જઈશ ? હું તો ચિદાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ આત્મા જયાં હોઉ ત્યાં સદા મારામાં જ છે. આ સ્ત્રી-પુત્રાદિમાં દેવનરકમાં ક્યાંય આત્મા નથી. એમ કહે છે. ખરી વાત ભાઈ ! અરે ! એને મોટી લપકમાં વળગાડ છે.હું ? કે જે પોતામાં નથી તેમાં રોકાઈ ગયો છે, ને પોતાને સંભાળવાનું સાવ ચૂકી ગયો છે. અહીં તો ભગવાન ! મારા જન્મ-મરણના કેરા કેમ ટળે ને તને શાશ્વત શાંતિ કેમ મળે એ એક જ વાત છે. બાકી બધા આ લોકમાં કે પરલોકમાં હેરાન-હેરાન દુઃખી છે. કરોડપતિ દુઃખી ને અબજોપતિ થ દુઃખી , રાજા દુઃખી ને રંક પણ દુઃખી એ બધા દુઃખની ઘાણીમાં પીલાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy