SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સુધી એક મહાન ભૂલ કરે છે. તે આ પ્રમાણે છે. બંધના પાંચ કારણોમાંથી સૌથી પહેલાં મિથ્યાદર્શન ટળે છે. અને પછી અવિરતિ વગેરે ટળે છે. છતાં તેઓ પ્રથમ મિથ્યાદર્શનને ટાળ્યા વગર અવિરતિને ટાળવા મથે છે અને તે હેતુથી તેમણે માનેલા બાળવ્રત વગેરે ગ્રહણ કરે છે તથા બીજાને પણ તેઓ ઉપદેશ આપે છે. વળી, આ બાળવ્રત વગેરે ગ્રહણ કરવાથી અને તેનું પાલન કરવાથી મિથ્યાદર્શન ટળી જશે-એમ માને છે. તે જીવોની આ માન્યતા સંપૂર્ણપણે જુદી છે. એમ આ સૂત્રમાં મિથ્યાદર્શન પહેલું જણાવીને સૂચવ્યું છે. આ સૂત્રમાં બંધના કારણોનાં નામ જે ક્રમથી આપ્યાં છે તે જ ક્રમથી તે ટળે છે. પરંતુ પહેલું કારણ વિદ્યમાન હોય અને ત્યાર પછીનું કારણ ટળી જાય એ રીતે ક્રમભંગ થતો નથી. તેમના ટાળવાનો ક્રમ આ પ્રમાણે છે. :(૧) મિથ્યાદર્શન ચોથા ગુણસ્થાને ટળે છે. (૨) અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને ટળે છે. (૩) પ્રમાદ સાતમા ગુણસ્થાને ટળે છે. (૪) કષાય બારમાં ગુણસ્થાને ટળે છે. અને (૫) યોગ ચૌદમાં ગુણસ્થાને ટળે છે. ૩. વસ્તુસ્થિતિનો આ નિયમ નહિ સમજવાથી અજ્ઞાનીઓ પ્રથમ બાળવ્રત અંગીકાર કરે છે અને તેને ધર્મ માને છે; એ રીતે અધર્મને ધર્મ માનવાને કારણે તેઓને મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયનું પોષણ થાય છે. માટે જિજ્ઞાસુઓએ વસ્તુસ્થિતિનો આ નિયમ સમજવાની ખાસ જરૂર છે. આ નિયમ સમજીને ખોટા ઉપાયો છોડી પ્રથમ મિથ્યાદર્શન ટાળવા માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો યોગ્ય છે. ૪. મિથ્યાત્વાદિ કે જેઓ બંધના કરણો છે તેઓ જીવ અને અજીવ એમ બે પ્રકારના છે. જે મિથ્યાત્વાદિ પરિણામો જીવમાં થાય છે તેઓ જીવ છે. તેને ભાવબંધ કહેવાય છે; અને જે મિથ્યાત્વાદિ પરિણામો પુલમાં થાય છે તેઓ અજીવ છે, તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. બંધના પાંચ કારણો કહ્યાં તેમાં અંતરંગ ભાવોની ઓળખાણ કરવી જોઇએ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના ભેદોને જીવ બાહ્યરૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતને ઓળખે નહિ તો મિથ્યાત્વ ટળે નહિ. અન્ય કુદેવાદિના સેવનથી ગૃહીત મિથ્યાત્વને તો મિથ્યાત્વ તરીકે જાણે પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વ છે તેને ન ઓળખે, તેમજ બાહ્ય ત્ર-સ્થાવરની હિંસાને તથા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિ થાય તેને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તે મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે. તેને અવલોકે નહિ તો ખોટી માન્યતા ટળે નહિ. બાહ્ય ક્રોધ કરવો તેને કપાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તે જ મૂળ ક્રોધ છે; જે તેને ન ઓળખે તો મિથ્યા માન્યતા ટળે નહિ માટે તેમના અંતરંગ ભાવને ઓળખીને તે સંબંધી અન્યથા માન્યતા ટાળવી જોઇએ. બંધના પ્રકાર :વાસ્તવમાં બંધ ત્રણ પ્રકારનો છે. ભાવ બંધ, દ્રવ્યબંધ અને ઉભયબંધ તેમાં ભાવબંધ અને દ્રવ્યબંધ તો જુદા જુદા સ્વતંત્ર છે. પરંતુ ત્રીજો જે ઉભયબંધ છે તે જીવ અને પુલ બન્નેના મેળથી થાય છે. બંધનું લક્ષણ છે કે અનેક પદાર્થો નામેકત્વ બુધ્ધિજનક સમ્બન્ધવિશેષો બન્ધ : અર્થાત્ અનેક પદાર્થોમાં એકત્વબુધ્ધિ ઉત્પન્ન કરનાર સંબંધનું નામ બંધ છે. અહીં બંધ ત્રણ પ્રકારનો બતાવવામાં આવ્યો છે. તેમાં ઉભયબંધ તો જીવાત્મા અને પગલકર્મ આ બંન્નેનો સંબંધ થવાથી થાય છે. બાકીના જે બે પ્રકારના બંધ છે તે બેથી થયેલા નથી. પરંતુ જુદા જુદા સ્વતંત્ર છે. ભાવબંધ તો આત્માનો જ વૈભાવિક (અશુધ્ધિ) ભાવ છે. અને દ્રવ્યબંધ પુલનો એવો સ્કંધ છે કે જેમાં બંધ થવાની શક્તિ છે. આ બન્ને પ્રકારના જુદા જુદા બંધોમાં પણ એકત્વબુધ્ધિ ઉત્પન્ન કરનાર એવું બંધનું લક્ષણ રહે જ છે. કેમ કે રાગમય જે ભાવબંધ છે તે પણ વાસ્તવમાં જીવ અને પુલનો જ વિકાર છે. આ રાગ પર્યાય જીવ અને પુલ બન્નેના યોગથી થયેલો છે. આત્માનો અંશ છે એ અપેક્ષાએ રાગ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy