SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (અનર્ગળ) પ્રવાહરૂપ અને અય પદ ગતિના અર્થવાળા અય ધાતુમાંથી બનેલું | છે. એનો અર્થ થાય છે કે ગતિ કરે, ચાલતું રહે એવો અનુગત અર્ધ ઘટતો હોવાથી દ્રવ્ય અન્વય કહેવાય છે. (સ્પષ્ટ અર્થ એ છે કે અખંડરૂપે દ્રવ્યની સાથે સાથે જે પરિણમન કરતું રહે તે અન્વયી છે. ગુણ દ્રવ્યની સાથે જ સદેવ પરણિમન કરે છે.) (૧૦) સંબંધ; કારણ હોય ત્યાં કાર્યનું હોવું તે નિયમ, પદોનો પરસ્પર યોગ્ય સંબંધ; વંશ; ભાવાર્થ. (૧૧) પાછળ જવું એ; અનુગામન; સંબંધ; વંશ; કૂળ; એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુનું નિયમ કરીને હોવાપણું. (૧૨) ત્રિકાળિક પ્રવાહરૂપ દ્રવ્ય. (૧૩) એકના સદ્ભાવમાં બીજું અવશ્ય હોય તેવું. (૧૪) પાછળ જવું તે; અનુગમન; સંબંધ; વંશ; કુળ; (૧૫) તે દ્રવ્ય છે. (૧૫) એકરૂપતા; સદગતા; આ તેજ છે, એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. (ગુણોમાં સદાય સદશતા રહેતી હોવાથી, તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષ (અન્વયવાળા ભેદો) છે.) ધ્રૌવ્ય; નિત્યતા; સાથે સાથે; સંતતિ; પ્રવાહ. (૧૬) એકરૂપતા, સદશતા, આ તેજ છે, એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. (૧૭) ટકવાપણું દર્શાવે છે; એકરૂપતા. ધ્રુવ અન્વય વ્યતિરેકો (ભેદો) તે પર્યાયો છે. (૨) એકબીજામાં નહિ પ્રવર્તતા એવા જે અન્યના વ્યતિરેકો- ચેતનાના પર્યાયો. અન્વય શક્તિઓ અન્વયરૂપ શક્તિઓ (અન્વયશક્તિઓ, ઉત્પત્તિ અને નાશ વિનાની છે. એકી સાથે પ્રવર્તે છે, અને દ્રવ્યને નિપજાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેર, આત્મદ્રવ્યની અન્વય શકિતઓ છે.). અન્વયનું વિશેષણ :ચેતનનું વિશેષણ, ચૈતન્યને ગુણ છે. (૨) ત્રિકાળિક પ્રવાહનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે. (૩) તે ગુણ છે. અન્વયના વ્યતિરેકો :ચેતનના પર્યાયો અન્વયના વ્યતિરેક (ભદો) ત્રિકાળિક પ્રવાહમાં જે ક્ષણવર્તી ભેદો છે તે પર્યાયો અન્વયશક્તિઓ અન્વયરૂપ શક્તિઓ. (અન્વયશક્તિઓ ઉત્પત્તિ અને નાશ વિનાની છે. એકી સાથે પ્રવર્તે અને દ્રવ્યને નિપજાવે છે. ઘાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની અન્વય શક્તિઓ છે.) અન્વયી પાછળ આવી રહેલું; અનુસરીને રહેલું; સંબંધવાળું; એક જ વંશનું; સામાન્ય સ્વરૂપી; (૨) પાછળ આવી રહેલું; અનુસરીને રહેલું; સંબંધવાળું; એક જ વંશનું. (૩) આ અન્વય જેમના છે તે અન્વથી કહેવાય છે. આવા અન્વયી ગુણ કહેવાય છે. એનો અર્થ એ છે કે વાસ્તવમાં ગુણ પોતાના જ પક્ષમાં રહે છે, પર્યાયોની અપેક્ષા રાખતા નથી. અનુવર્તન અને અનુદીરણા એ બેનો અર્થ મળતો છે, તથાપિ તફાવત છે કે ઉદીરણામાં આત્માની શકિત છે. એ અનુવર્તનમાં કર્મની શકિત. અનુવર્તવું અનસરીને પરિણમવું. અન્વર્થ અર્થને અનુસરતી; અર્થ પ્રમાણે. અન્વર્થક શબ્દ ભેદ છે પણ વાયનો બીજ વાચ્ય વચ્ચે ભેદ નથી. અન્વર્થક :યથાર્થ. અનવરતપણે નિરંતર, અખલિત; સતત ચાલુ; સદા; હમેશાં; અટક્યા વિનાનું. અનવસ્થા અપ્રમાણરૂપ અનંત પદાર્થોની ઉત્તરોત્તર કલ્પના કરતા જવું એનું જ નામ અનવસ્થા છે. અનવસ્થા દોષ :અપ્રમાણરૂપ અનંત પદાર્થોની ઉત્તરોત્તર કલ્પના કરતા જવું એનું નામ જ અનવસ્થા દોષ છે. વસ્તુને પરથી સિદ્ધ માનવામાં અનવસ્થા નામનો દોષ આવે છે. આ દોષ મોટો છે. તે આ રીતે આવે છે કે-વસ્તુ જો પરથી સિદ્ધ થાય તો તે પર પણ કોઈ બીજા પર પદાર્થથી સિદ્ધ થશે. કારણ કે પર-સિદ્ધ માનનારાઓનો આ સિદ્ધાંત છે કે દરેક પદાર્થ પરથી જ ઉત્પન્ન થાય છે. અનવસ્થાયી :અનિત્ય. અનવસ્થિત ઃ (૧) અસ્થિર. (મિથ્યાદષ્ટિઓએ ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, તોપણ તેમને અનંતકાળ સુધી અનંત ભિન્ન ભિન્ન ભાવો રૂપે-ભાવાંતર રૂપે, પરાવર્તન (પલટવું) થયા કરવાથી તેઓ અસ્થિર પરિણતિવાળા રહેશે અને અન્વયરૂપ :સામાન્યરૂપ (૨) સાથે જ. (૩) સાથે સાથે અન્વયશક્તિ સાથે ગુંથાયેલો એકરૂપપણે જોડાયેલો.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy