SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન એક સમયની સિથતિમાં થતા નવા બંધને પોતે રોકવાની યોગ્યતા જીવ રાખે છે, પ્રગટ વિકારી અવસ્થા વખતે પણ દરેક સમયે દ્રવ્યમાં ત્રિકાળી પૂર્ણ શક્તિથી અખંડપણું છે તેમ નહિ માનનારે પોતાને સ્વભાવ હીણો માન્યો છે. પોતાના ત્રિકાળીપણાની માન્યતા ન કરી તે ભાવ જ બંધાવા યોગ્ય છે. જડ કર્મ બાંધ્યો નથી. અત્યાર સુધી શાસ્ત્રના નામે પલાખા ગોખ્યાં કે કર્મ આવરણ કરે, કર્મ બાંધે, તેથી તે ફેરવવું કઠણ લાગે છે. સ્વતંત્ર વસ્તુની ઓળખાણ કરે તો બેઉ દ્રવ્યો જુદાં-સ્વતંત્ર હતાં છતાં નિમિત્તાધીન માન્યતાનો સંસાર હતો એમ તે માને. શ્રધ્ધામાં પૂર્ણ સ્વતંત્ર સ્વરૂપનો સ્વીકાર કર્યા પછી પુરુષાર્થની નબળાઇપણે અલ્પ રાગ રહ્યો તેનો ઘણી જ્ઞાની નથી. સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવ તો વિકારનો નાશક જ છે તેને ભૂલીને ભાવબંધનમાં જીવ અટકયો ત્યારે જડકર્મને નિમિત્ત કહેવાય. કર્મ જીવને બંધન કરાવતું નથી અને જીવે પરમાર્થે કર્મ બાંધ્યા નથી. પોતામાં બંધ અવસ્થાની યોગ્યતા હતી એમ માને તો વીર્યાતરાય કર્મ ઉપર વજન ન રહે. કર્મનો સંસંયો તો તેની સ્થિતિ પૂરી થતાં જ્ઞાની કે અજ્ઞાની બેઉને નિયમથી છૂટી જાય છે. કર્મ નડતાં નથી પણ પોતે જેવો ભાવ (વિરોધ કે અવિરોધપણે) પોતામાં કરે તેનું ફળ તે જ સમયે પોતામાં આકુળતા કે નિરાકુળતાપણે આવે છે. આત્મા વસ્તુપણે એકરૂપ રહે છતાં તેની અવસ્થા એકરૂપ ન રહે, તેમ રજકણ વસ્તુપણે એકરૂપ રહે છતાં તેની અવસ્થા બદલાયા કરે, એકરૂપ ન રહે. જડમાં જ્ઞાન નથી છતાં તે વસ્તુ છે તેથી ત્રિકાળી શક્તિવાન છે. દરેક સમયે પૂર્ણ ધ્રુવપણું રાખીને પોતાની તાકાતથી અવસ્થાઓ બદલે છે. આ રહસ્ય કેવળ જ્ઞાનનો કકકો છે. દરેક વસ્તુની પૂરેપૂરી સ્વતંત્રતાી તેમાં જાહેરત થાય બંધના ચાર પ્રકાર છે. (૨૧) બંધના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રવેશબંધ એ ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબંધ કર્મોના સ્વભાવને પ્રકૃતિબંધ કહે છે. (૨) સ્થિતિબંધ-જ્ઞાનાવરણાદિ કર્મો પોતાના સ્વભાવરૂપે જેટલો કાળ રહે તે સ્થિતિબંધ છે. (૩) અનુભાગબંધ = જ્ઞાનાવરણાદિ કર્મોરૂપે રસવિશેષને અનુભાગબંધ કહે છે., (૪) પ્રદેશ બંધ - જ્ઞાનાવરણાદિ કર્મોરૂપે થનાર પુદ્ગલ સ્કંધોના પરમાણુઓની સંખ્યા તે પ્રદેશબંધ છે. બંધના ઉપર્યુક્ત ચાર પ્રકારમાંથી અને પ્રદેશબંધ યોગના નિમિત્તે થાય છે. અને રિથિતિબંધ તથા અનુભાગબંધી કષાયના નિમિત્તે થાય છે. અહીં જે બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પુદગલકર્મબંધના છે; તે દરેક પ્રકારના ભેદ-ઉપભેદ હવે અનુક્રમે કહે છે.(૧) પ્રકૃતિબંધના મૂળ ભેદ=પહેલો અર્થાત્ પ્રકૃતિબંધ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણ =જયારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે છે ત્યારે આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મોનાં ઉદય નિમિત્ત થાય તેને જ્ઞાનાવરણ કર્મ કહે છે. (૨) દર્શનાવરણ =જયારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને દર્શનાવરણ કહે છે. (૩) વેદનીય =જયારે આત્મા પોતે મોહભાવ વડે પર લો આકળતા કરે ત્યારે સગવડતા કે અગવડતારૂપ સંયોગો પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને વેદનીય કહે છે. (૪) મોહનીય = જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે અથવા સ્વરૂપ આચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને મોહનીય કહે છે. અસંગ સ્વભાવને જીવ ભૂલે ત્યારે તે બંધાવા યોગ્ય છે. બંધમાં પૂર્વનું કર્મ નિમિત્ત છે. વિકારી-અવિકારી અવસ્થા પોતામાં થઇ તે વ્યવહાર છે. નિમિત્ત રાગદ્વેષ કરાવે છે એમ માનવું તે વ્યવહાર નથી પણ વ્યવહારાભાસ છે, અજ્ઞાન છે. (૨૦) પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ આ પ્રકારે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy