SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસક્ત :આસક્ત; વળગેલું, પ્રસ્તુત, મુદ્દાને લગતું (૨) અનુરક્ત; આસક્ત. પ્રસંગ :સહવાસ; સંગ; અવસર; પરિચય; સમાગમ; મેળાપ; બનાવ. પ્રસ્તાર :ફેલાવ; વિસ્તાર; પથારો. (અસંખ્યાત કાળદ્રવ્યો આખા લોકાકાશમાં પથરાયેલા છે. તેમને પરસ્પર અંતર નથી. કારણકે દરેક આકાશપ્રદેશમાં એક એક કાળદ્રવ્ય રહેલું છે.) (૨) પથારો; ફેલાવો; વિસ્તાર. (અસંખ્યાત કાળ દ્રવ્યો આખા લોકાકાશમાં પથરાયેલા છે તેમને પરસ્પર અંતર નથી, કારણ કે દરેક આકાશ પ્રદેશમાં એક એક કાળ દ્રવ્ય રહેલું છે. (૩) પથારો; ફેલાવો; વિસ્તાર (અસંખ્યાન કાળ દ્રવ્યો આખા લોકાકાશમાં પથરાયેલા છે, તેમને પરસ્પર અંતર નથી, કારણ કે દરેક આકાશ પ્રદેશમાં, એક એક કાળદ્રવ્ય રહેલું છે.) (૪) ફેલાવ; વિસ્તાર; પથારો. (અસંખ્યાત કાળ દ્રવ્યો આખી લોકાકાશમાં પથરાયેલા છે. તેમને પરસ્પર અંતર નથી, કારણ કે દરેક આકાશ પ્રદેશમાં એક એક કાળદ્રવ્ય રહેલું છે. પ્રસન્નચિત્ત :અંતરના ઉમળકાથી પ્રસરવું વિસ્તરવું પ્રસાદ :પ્રસન્નતા, કૃપા (૨) વિશુદ્ધતા; ઉજવળતા. પ્રસાધક :પ્રકૃ; સાધક; પ્રબળ સાધક (૨) સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક. પ્રસાધ્ય :પ્રસિદ્ધ કરવા યોગ્ય. (૨) પ્રસિદ્ધ કરવા યોગ્ય; પ્રગટ કરવા યોગ્ય પ્રસાધ્યમાન :જણાવવા યોગ્ય; સાધવા યોગ્ય. (૨) જ્ઞાન પ્રસિદ્ધ છે, અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે. માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તઅવિનાભૂત (જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંત ધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર પ્રસાધ્યમાન એક આત્મા છે. પ્રસાધ્યખાન સાધવા યોગ્ય. (૨) જણાવનાર; જાણવા યોગ્ય; સાધવા યોગ્ય; જાણવારૂપ (૩) સાધવા યોગ્ય પ્રસાર :ફેલાવ ૬૭૩ પ્રસિદ્ધ સ્વસંવેદનરૂપ જ્ઞાન. (૨) પ્રગટ અનુભૂતિ; (ગુણની પ્રસિદ્ધિ, એટલે પ્રગટ અનુભૂતિ) (૩) જાણીતો. (૪) પ્રગટ; જણાવવું પ્રસિદ્ધ થયો અનુભવમાં આવ્યો. પ્રસિધ્ધિ :પ્રકૃષ્ટ સિધ્ધિ (૨)ખ્યાતિ; ઓળખાણ પ્રહાર :માર મારવો એ; ઘા કરવો એ; આઘાત; ફટકો માર; ઝાપટ: ઝટકો. પ્રશ્ન :કોઇ રસત્યાગને જાણતી ન હોય અને મનમાં જ ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિ સંખ્યાન પણ છે તો પછી તેમાં અને આમાં તફાવત શો ? સમાધાન : વૃત્તિ પરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી આ પણ વિશેષતા છે કે - રસ પરિ ત્યાગ તો ધણા દિવસનો પણ થાય અને તેને શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિ પરિસંખ્યાન ધણા દિવસનું થતું નથી. પ્રશ્ન : દ્રવ્ય સામાન્યનું આલંબન જ ઉપાદેય હોવા છતાં, અહીં રાગપરિણામના ગ્રહણત્યાગ રૂપ, પર્યાયોનો સ્વીકાર કરનાર, નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે ? ઉત્તર : રાગપરિણામનો કરનાર પણ, આત્મા જ છે. અને વીતરાગ પરિણામનો કરનાર પણ, આત્મા જ છે. અજ્ઞાનદશા પણ, આત્મા સ્વતંત્રપણે કરે છે. અને જ્ઞાનદશા પણ આત્મા, સ્વતંત્રપણે કરે છે. -આવા યથાર્થ જ્ઞાનની અંદર, દ્રવ્ય સામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઇ જ જાય છે. જો વિશેષોનું બરાબર યથાર્થ જ્ઞાન હોય, તો એ વિશેષોને કરનાર સામાન્યનું જ્ઞાન, હોવું જ જોઇએ. દ્રવ્ય, સામાન્યના જ્ઞાન વિના, પર્યાયોનું યથાર્થ જ્ઞાન, હોઇ શકે જ નહિ. માટે ઉપરોકત નિશ્ચયનયમાં, દ્રવ્ય સામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે, સમાઇ જ જાય છે. જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં, તેમજ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં, આત્મા એકલો જ છે, એમ યથાર્થપણે (દ્રવ્યસામાન્યની અપેક્ષા સહિતી જાણે છે, તે જીવ પરદ્રવ્ય વડે, સંયુકત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર, પર્યાયોને ડુબાડી દઇને સુવિશુદ્ધ હોય છે. આ રીતે પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં, દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી અને દ્રવ્ય-પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં, દ્રવ્યસામાન્યના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy