SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૧ વસ્તુપણે જુદા પાડવા અશકય હોવાથી, આત્મદ્રવ્ય જુદા જુદા વિધ વિધ સ્વભાવવાળું, અનંત ધર્મોમાં વ્યાપનાં,એક ધર્મી હોવાને લીધે, વયોકત અનેકાન્તાત્મ (અનેક ધર્મ સ્વરૂ૫) છે. (જેમાં એક વખતે એક નદીના જળને જાણનારા જ્ઞાન વડે જોવામાં આવે તો સમદ્ર એક નદીના જળ સ્વરૂપ દેખાય છે, તેમ એક વખતે એક ધર્મને જાણનારા એક નયથી જોવામાં આવે, તો આત્મા એક ધર્મ સ્વરૂપ જણાય છે, પરંતુ જેમ એકી સાથે સર્વ નદીઓનાં જળને જાણનારા, જ્ઞાનવડે જોવામાં આવે, તો સમુદ્ર સર્વ નદીઓના જળ સ્વરૂપ જણાય છે, તેમ એકી સાથે સર્વ ધર્મોને જાણનારા પ્રમાણ વડે જોવામાં આવે તો, આત્મા અનેક ધર્મસ્વરૂપ જણાય છે. આ રીતે તે એક નયથી જોતાં, આત્માં એકાંતાત્મક છે, અને પ્રમાણથી જોતાં અનેકાંતાત્મક (દેત- બેપણું વ્યવહારનયે, આત્માના બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી, દૈત છે અને આત્માના મોક્ષને વિષે, કર્મના વિયોગની અપેક્ષા આવતી હોવાથી, ત્યાં પણ દૈત છે.) (૩૫) આત્મદ્રવ્ય, નિશ્ચયને બંધ અને મોક્ષને વિષે અદૈતને અનુસરનારું છે. એકલો બંધાતો અને મુકાતો, એવો જે બંધમોક્ષોચિત સ્નિગ્ધત્વ રૂક્ષત્વ ગુણ પરિણત પરમાણુ, તેની માફક.( નિશ્ચયનયે આત્મા એકલો જ બદ્ધ અને મુકત થાય છે. જેમ બંધ અને મોક્ષને ઉચિત એવા સ્નિગ્ધત્વગુણે કે રૂક્ષત્વગુણે પરિણમતો પરમાણુ, એકલો જ બદ્ધ અને મુકત થાય છે, તેમ.) (૩૬) આત્મદ્રવ્ય અશુદ્ધનયે, ઘટ અને રામપાત્રથી વિશિષ્ટ માટીમાત્રની માફક, સોપાધિ સ્વભાવવાળું છે. (૩૭) આત્મદ્રવ્ય શુદ્ધન, કેવળ માટી માત્રની માફક, નિરુપાધિ સ્વભાવવાળું છે. તેથી કહયું છે, કે જેટલા વચનપંથ છે તેટલા ખરેખર નયવાદ છે, અને જેટલા નયવાદ છે, તેટલા જ પર સમય (પરમત) છે. પર સમયોનું (મિથ્યામતીઓનું વચન સર્વથા (અર્થાત્ અપેક્ષા વિના) કહેવામાં આવતું હોવાથી, ખરેખર મિથ્યા છે, અને જૈનોનુ વચન કથંચિત (અર્થાત્ અપેક્ષા સહિત) કહેવામાં આવતું હોવાથી, ખરેખર સમ્યક છે. આ રીતે આ ઉપરોકત સૂચન પ્રમાણે (અર્થાત્ ૪૭ નયોમાં સમજાવ્યું તે વિધિથી) એક એક ધર્મમાં એક એક નય (વ્યાપે), એમ અનંત ધર્મોમાં વ્યાપક અનંત નયો વડે, નિરૂપણ કરવામાં આવે તો. સમુદ્રની અંદર મળતા શ્વેત-નીલ (ગંગાનું પાણી શ્વેત હોય છે અને જમવાનું પાણી નીલ (વાદળી હોય છે.) ગંગા-યમુના ના જળ- સમૂહની માફક, અનંત ધર્માને પરસ્પર અતર્ભાવ વડે જુદા પાડવા અશકય હોવાથી. આત્મદ્રવ્ય, અમેચક સ્વભાવવાળું (અભેદ વિવિધતા રહિત એક) એમ ધર્મમાં વ્યાપનારું, એક ધર્મી હોવાને લીધે, યથોકત એકાંતત્મક (એક ધર્મસ્વરૂપ) છે. પરંતુ યુગપદ અનંત ધર્મોમાં વ્યાપક, એવા અનંત નયોમાં વ્યાપનારા એમ શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ વડે, નિરૂપણ કરવામાં આવે તો, બધી નદીઓના જળસમૂહના સમવાયાત્મક (સમુદાય સ્વરૂ૫) એક સમુદ્રની માફક, અનંત ધર્મોને, આ રીતે ચાકાર શ્રીના (સ્થાકારરૂપી લક્ષ્મીના) વસવાટને વશ વર્તતા, નય સમૂહો વડે જીવો જુએ તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મ દ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈતન્યમાત્ર દેખે છે જ. આ રીતે આત્મદ્રવ્ય કહેવામાં આવ્યું. હવે તેની પ્રાપ્તિ નો પ્રકાર (ગીત) કહેવામાં આવે છે.ઃપ્રથમ તો, અનાદિ પૌદગલિક કર્મ જેનું નિમિત્ત છે, એવી મોહભાવનાના (મોહના અનુભવના) પ્રભાવ વડે, આત્મ પરિણતિ સદાય ઘૂમરી ખાતી હોવાથી, આ આત્મા સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો ઉમે, પ્રવર્તતી અનંત શમિ વ્યકિતઓ વડે પરિવર્તન પામે છે. જેથી ક્ષતિ વ્યકિતઓનાં નિમિત્તરૂપ હોવાથી, જે શેયભૂત છે. એવી બાહય પદાર્થ વ્યકિતઓ પ્રત્યે, તેને મૈત્રી પ્રવર્તે છે, (જ્ઞપ્તિ વ્યકિતઓ પ્રગટતા ઓ, પર્યાયે વિશેષ (બાહય પદાર્થો વિશેષો શક્તિ વિશેષોનાં નિમિત્ત હોવાથી, શેયભૂત છે.) તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે, અશ્વત્યંત બહિર્મુખ, એવો તે ફરીને પૌદગલિક કર્મને રચનારા રાગદેષદૈતરૂપે પરિણમે છે. અને તેથી તેને આત્માપ્રામિ દૂર જ છે. પરંતુ હવે જયારે આ જ આત્મા પ્રચંડ કર્મ કાંડવડે, અખંડ જ્ઞાન કાંડને પ્રચંડ કરવાથી, અનાદિ પૌદગલિક કર્મરચિત મોહ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy