SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૧ પિંડ, અનાદિ અનંત પરથી નિરાળો, અખંડ છે. એવી પ્રતીતી કરી, અને | એમાં સ્થિર થવું, એનું નામ પ્રતિક્રમણ છે. એનું નામ પ્રાયશ્ચિત છે. આ પ્રતિક્રમણ અને આ પ્રાયશ્ચિતથી મોક્ષ થાય. પ્રતિક્રમણ કપુ :પ્રતિક્રમણ, વિધિ પ્રતિકમણ-આલોચના-પ્રત્યાખ્યાનસ્વરૂપ યિા :અતીત-વર્તમાન-અનાગત કાય-વચન-મનસંબંધી કર્મોથી ભિન્ન નિ જશુદ્ધાત્મ પરિણતિ તે પ્રતિક્રમણ આલોચના-પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયા છે. પ્રતિકમવું પાછા ફરવું. પૂર્વનું બંધાયેલું કર્મ પડયું છે, એનો ઉદય આવતાં થતા પુણ્ય-પાપના જે ભાવ, તેનાથી પોતાને નિવર્તાવે છે. પાછો વળે છે. અટકાવે છે. દૂર રાખે છે. તે આત્મા, તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકી, પોતે જ પ્રતિક્રમણ છે. પ્રતિકુળ સંજોગોમાં શરીરમાં રોગ આવે, નિર્ધનતા થાય, આબરૂ જાય, દુકાન સળગે, વીમા કંપની ભાંગે, વિપરીત સંયોગો ચારે બાજુ ફરી વળે, એવે વખતે પણ તીવ્ર અને કરડો, કરડો એટલે, આકરો પુરુષાર્થ ઉપાડયે જ છૂટકો છે. નબળો અને હીણો પુરુષાર્થ નહિ. પ્રતિકુળતા તરફનું લક્ષ છોડીને, પોતે અંદર પૂર્ણાનંદ સ્વભાવ જેવડો છે, તે તરફ પુરુષાર્થને જોડી દેવો. એ આકરા પુરુષાર્થ વિના અંદરમાં સમતા-શાંતિ નહિ આવે. પ્રતિફળતા :વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું. (૨) અગવડતા પ્રતિઘાણ દરેક પળે; પ્રત્યેક ક્ષણે. પ્રતિકાર ઈલાજ (૨) ઉપાય; સહાય. (૩) ઉપાય; સામનો; વિરોધ; બદલો લેવો એ; બદલો વાળવો એ. (૪) ઉપચાર પ્રતિઘાત આ ઘાત સામે થતો આઘાત; પ્રત્યાઘાત; રૂકાવટ; પડઘો: પ્રતિધ્વનિ. (૨) વિક્ત; રુકાવટ; હણાવું તે; ઘાત. (૩) વિરોધ. પ્રતિછંદ :પડઘો (૨) સિધ્ધ સમાન પોતાનું સ્વરૂપ પર્યાયમાં સ્થાપવું; પ્રસ્થાન; પસ્તાનું (૩) પડઘો (એમ જગાથી અવાજ કરે અને ત્યાંથી પાછો ઊઠેઅવાજ પાછો પડે. આને પડઘો કહેવાય.)પ્રતિધોષ (૪) પ્રતિઘોષ; સામેથી ઊઠતો અવાજ. પ્રતિરછેદ અંશ (૨) જેનો બીજો ભાગ થઇ ન શકે એવો અંશ, નાનામાં નાનો અંશ. પ્રતિછંદ સ્થાનીય :આદર્શરૂપ; પડછાયારૂપ; આકૃતિ; પ્રતિબિંબ, પડઘો. (૨) આદર્શરૂપ પ્રભુને પ્રતિજીવી ગુણ અવ્યાબાધ, અવગાહ, અંગુરુલઘુ, સૂક્ષત્ર, નાસ્તિત્વ. (૨) વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને, પ્રતિજીવી ગુણ કહે છે. જેમ કે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનવ વગેરે. (૩) વસ્તુના અભાવરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે; જેમકે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતન વગેરે. (૪) વસ્તુના અભાવ સ્વરૂપ ધર્મને, પ્રતિજીવી ગુણ કહે છે. જેમ કે, નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ આદિ. પ્રતીતિ :ઓળખાણ; શ્રદ્ધા પ્રતિદિન હમેંશા પ્રતિઘાત :વિન; રુકાવટ; હણાવું તે; ઘાત (૨) વિરોધ પ્રતિનિયત નિશ્ચિત; પ્રત્યક્ષ. (૨) પોતપોતાના નિશ્ચિત; કારણભૂત સ્વભાવ (૩) નિશ્ચિત; સ્થિર; ચોંટેલો (૪) પોતામાં નિશ્ચિત; પ્રત્યક્ષ (૫) ચોકકસ (૬) નિશ્ચિત ચોંટેલા હોવાથી; સીધા જણાતા હોવાથી. (૭) નિયત; નિશ્ચિત; અમુક જ પ્રતિનિયત ન કરે પોતામાં નિશ્ચિત ન કરે; પ્રત્યક્ષ ન જાણે. પ્રતિનિશ્ચિત :એકેક નિશ્ચિત; વ્યક્તિગત નિશ્ચિત; ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ. (૨) પ્રતિનિયત. (દરેક ઈન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહે છે; જેમકે ચક્ષુ વર્ણને ગ્રહે છે.) પ્રતિનિશ્ચિત્ત દેશો અમુક નિયત પ્રદેશો. (૨) અમુક નિયત પ્રદેશો, (પ્રતિનિધિત્વ દેશો) પ્રતિનિશ્ચિત :પ્રતિનિયત. (દરેક ઇન્દ્રિય પોતપોતના નિયત વિષયને ગ્રહે છે; જેમ કે ચક્ષુ વર્ણને ગ્રહે છે.) પ્રતિનિશ્ચિત એકેક નિશ્ચિત; વ્યકિતગત નિશ્ચિત; એક પ્રવાહપણું. ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યકિતત્વ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy