SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યભિજ્ઞાન :જે પૂર્વે જોવામાં (-જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે એવું જ્ઞાન; પ્રત્યભિજ્ઞાન :સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે :- આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો. (૨) વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો જે પૂર્વે જોવામાં (જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે એવું જ્ઞાન ન થઈ શકે. (૩) સરખા સ્વરૂપની વસ્તુ જોઈ પૂર્વની વસ્તુનું સ્મરણ થઈ આવવું તે. સંસ્કાર અને ઈંદ્રિયોથી થતું જ્ઞાન; ઓળખ; પિછાન. (૪) સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત, પદાર્થોમાં, જોડ રૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ કે, આ તે જ મનુષ્ય છે કે, જેને કાલે જોયો હતો. (૫) અર્થાવબોધ સામાન્ય; સંસ્કાર અને ઇન્દ્રિયોથી થતું, જ્ઞાન. (૬) વર્તમાનમાં કોઇ પદાર્થને જોતાં આ પદાર્થ તે જ છે કે જેને પહેલાં જોયો હતો, એ રીતે સરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રયિભિજ્ઞાન કહે છે. (૭) આ તે જ છે કે, જેને મેં પહેલાં જોયું હતું. એ પ્રકારના જ્ઞાનને, પ્રત્યભિજ્ઞાન કહે છે. (૭) સ્થિર જ્ઞાન; “આ તે જ, મનુષ્ય છે, જેને પહેલાં આપણે જોયો છે.’’ પ્રત્યય :નિમિત્ત. (૨) હેતુ; કારણ; પ્રયોજન; આશય; ઉદ્દેશ; મતલબ; અર્થ; પ્રતીતિ; ખાતરી. (૩) આસવ; તેમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ-એ પાંચેય લેવા. એ પાંચેય આસવ પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. (૪) અનુભવજન્ય જ્ઞાન; પ્રતીતિ; ખાતરી; વિશ્વાસ; ભરોસો, જેનું મૂળરૂપ પકડી ન શકાય તેવું (૫) આગમમાં આ શબ્દ મુખ્યપણે, કર્મોના આસ્રવ અને બન્ધના નિમિત્તોને માટે યોજયો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ પ્રકારે પ્રત્યયના અનેક ભેદ છે. પ્રત્યયી તે સંબંધી. પ્રત્યયો :આસ્રવો (૨) કર્મબંધના કારણો અર્થાત્ આસ્રવો (૩) દ્રવ્ય આવો. (૪) કર્મબંધના કારણો અર્થાત્ આસવો (૫) હેતુઓ; કારણો. પ્રત્યાખ્યાન અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને પ્રત્યાખ્યાન કે પરચખાણ કહે છે. (૨) ત્યાગ; દ્રવ્યોાનું પ્રત્યાખ્યાન=દ્રવ્યોનું ૬૪૮ ત્યાગવું (૩) અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પર ભાવોને, તેઓ પોાતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને ત્યાગે છે તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે. બીજો તો કોઇ ત્યાગનાર નથી-એટલે શું ? કે જ્ઞાનસ્વભાવમાં વિભાવ-વિકલ્પ વ્યાપવાને લાયક નથી, આમ જે જાણનારે જાણ્યું તે જ જાણનાર વિભાવને છોડે છે અર્થાત તે રૂપે પરિણમતો નથી, તેને રાગનો ત્યાગનાર કહે છે, જાણનાર જુદો અને ત્યાગનાર જુદો એમ નથી. તેથી જે જાણે છે તે જ પછી ત્યાગે છે. મારા જ્ઞાનસ્વભાવમાં રાગ વ્યાસ થાય એવો રાગનો સ્વભાવ નથી અને મારો પણ સ્વભાવ એવો નથી કે રાગ મારામાં વ્યાપે. આમ જયાં રાગને ભિન્ન પરપણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહિ અને સ્વભાવમાં જ દ્દષ્ટિ સ્થિર થઇ. આને પચ્ચકખાણ એટલે જાણનારે રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી આનો પચ્ચકખાણ અને તેનો પચ્ચકખાણ એમ વિકલ્પો કરે બે બધો સંસાર છે. (૪) ચારિત્ર. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે તો સમ્યગ્યારિત્ર સાક્ષાત ધર્મ છે. ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષ માર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય ? સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવું -કરવું એ ચારિત્ર છે. જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા તે હું છું આમ નિશ્ચય કરીને રાગને પરપણે જાણી જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે. (૫) પોતે તો એ નામથી રહિત છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટયો નથી; આત્મા તો પરભાવના ત્યાગકર્તાપણાના નામથી રહિત છે, કેમ કે પોતે તો જ્ઞાનસ્વભાવપણે જ રહ્યો છે, જ્ઞાનથી છૂટયો જ નથી. માટે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન જ્ઞાનમાં થંભ્યું સ્થિર થયું એ જ પ્રત્યાખ્યાન છે એમ અનુભવ કરવો. (૬) જ્ઞાતાસ્વભાવી ભગવાન આત્માનું પ્રત્યાખ્યાન-ચારિત્ર-રાગનો ત્યાગ એ જ્ઞાન જ કહ્યું. જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ જાણનાર આ આત્માનું પ્રત્યાખ્યાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું જ્ઞાન, તેની પ્રતીતિ અને તેનો અનુભવ કરી તેમાં સ્થિર થવું એટલે કે રાગથી ભિન્ન પડીને જયાં જ્ઞાયકનો અનુભવ કરે ત્યાં જ્ઞાન આત્મામાં સ્થિર થઇ જાય એ વીતરાગચારિત્ર પ્રત્યાખ્યાન છે. આવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy