SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૧ કર્મકળાનુભૂતિ અત્યંત નિરસ્ત (નટ) કરી છે એવા, કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સક વર્તતા, કેવળ (માત્ર) જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્વિક આનંદ થી અત્યંત ભરપુર વર્તતા, શિઘ,સંસાર સમુદ્ર ને પાર ઉતરી, શબ્દબ્રહ્મના સાશ્વત દૂખનાં (-નિર્વાણ સુખના ભોકતા થાય છે. પંડિત જે જ્ઞાનમય નિજ પરમાત્મવસ્તુનું વેદન કરે છે -શાંતિ અનુભવે છે તે જ પંડિત છે, તે જ વિવેકી છે. માત્ર શાસ્ત્રના જાણપણાથી કોઈ પંડિત નથી. કેમકે શાસ્ત્રનું જાણપણું તે આત્મા નથી. જેને થોડું શાસ્ત્રજ્ઞાન થાય ત્યાં તો હું કંઈક જાણું છું, હવે મારે કાંઈ સાંભળવાની જરૂર નથી એવું અભિમાન પોષાય છે તે ખરેખર કાંઈ જાણતો નથી. ભલે કાંઈ જાણતો ન હોય, કાંઈ પ્રશ્ન કરતાં ન આવડે, ઉત્તર દેતાં ન આવડે પણ જેને આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયો છે તે ખરો પંડિત છે. જ્ઞાનસ્વરૂપનું જ્ઞાન કરે તે પંડિત છે. દેહથી ભિન્ન જ્ઞાનમય ભગવાન આત્માનું જ્ઞાન કરે તે પંડિત છે. તે જ આત્મા છે, તે જ વિવેકી છે. એ જીવ અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે. પંડિત કહો, વિચક્ષણ કહો, અંતરાત્મા કહો, ધર્માત્મા કહો, વિવેકી કહો, ભેદજ્ઞાની કહો કે સાધક કહો, બધું એક જ છે. તે જ મોક્ષને સાધનારો મોક્ષમાર્ગી જીવ છે. (૨) ખરેખર તો જે સમ્યગ્દષ્ટિ છે તે જ પંડિત છે. સ્વામી કાર્તિકેયે પણ એમ કહ્યું છે. પંડિત અને શાનીમાં ફેરફાર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપકા પંડિત થવાય છે, જયારે જ્ઞાની થવું, તે મોહનીય કર્મનો થાય. ત્યાં શ્રદ્ધા સંભવે, ત્યારે જ્ઞાની થવાય. જયાં માત્ર વાકચાતુર્યથી જ તત્ત્વ સમજતા હોય અને શ્રદ્ધા ન હોય, તેવાને શુકજ્ઞાન કહેવાય. પંડિત ટોડરમલજી :પંડિત ટોડરમલજીને આચાર્યકલ્પ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રના રહસ્ય ખોલીને મોક્ષમાર્ગ પ્રકાશકમાં ભરી દીધાં છે. પંડિત તપુ :આત્માનું ભાન થયા પછી, અંતર એકાગ્રતા થવાથી, વૃતિનું તૂટવું, તે પંડિત તપ છે. આનંદમૂર્તિ આત્મામાં કરવાથી ઇચ્છા તૂટી જવી અતીન્દ્રિય આનંદ રસનો સડકો લેતાં ઈચ્છા તૂટી જવી તે જ્ઞાનીનું તપ છે. પંડિત બનારસીદાસ તેઓ શ્વેતામ્બરમાં જન્મેલા. પણ દિગંબરની વાત સાંભળી ત્યાં થઈ ગયું કે માર્ગ તો આ જ સત્ય છે. પંડિત રાજમલજી સમયસાર કળશની ટીકા લખી છે. પંડિત રાજમલજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે. અહો! પહેલાંના પંડિતોએ બહુ સરસ કામ કર્યું છે. પંડિતકોણ ? જે વિવેકવાન છે તે. જેને આત્મા અનાત્માનો ભેદ પડ્યો છે તે વિવેકી ભેદવિજ્ઞાની છે. પિછાણનારું જાણનારું હિંડપર્યાયપણે પરિણતિરૂપ દિપ્રદેશાદિપણાની અનુભૂતિ થાય છે :એક પરમાણુને બીજા એક પરમાણુ સાથે પિંડરૂપે પરિણતિ તે ક્રિપ્રદેશીપણાની અનુભૂતિ છે; એક પરમાણુને બીજા બે પરમાણુઓ સાથે પિંડરૂપે પરિણતિ તે ત્રિપ્રદેશીપણાનો અનુભવ છે. આ પ્રમાણે પરમાણુ અન્ય પરમાણુઓ સાથે પિંડરૂપે પરિણમતાં અનેક પ્રદેશીપણું અનુભવે છે. પિંડપર્યાયપણે પરિણતિરૂપ uિથાદિ એક પરમાણુને બીજા એક પરમાણુ સાથે પિંડરૂપે પરિણતિ તે દ્વિદેશીપણાની અનુભૂતિ છે; એક પરમાણુને બીજા બે પરમાણુઓ સાથે પિંડરૂપે પરિણતિ તે ત્રિપ્રદેશીપણાનો અનુભવ છે. આ પ્રમાણે પરમાણું અન્ય પરમાણુઓ સાથે પિંડપણે પરિણમતાં અનકેપ્રદેશીપણું અનુભવે છે. પિપાસુ :જિજ્ઞાસુ; પિપાસા= તરસ. પિપાસુ તરસ્યું પિપાસા તરસ, પીવાની ઈચ્છા. (૨) ઝંખના. પિસ પોષણ :દળેલાને ફરીથી દળ્યું છે. એક ને એક વાત, ફરી ફરીને કહેવી. પિયુ પ્રિયપતિ; નાવલિયો નાથ; સંસારસાગર તારનાર પ્રભુ. પીણું પીવાની વસ્તુ, જેમ કે દૂધિયું. (દૂધિયાનો સ્વાદ અનેકાત્મક એક હોય છે; કારણકે અભેદથી તેમાં એક દૂધિયાનો જ સ્વાદ આવે છે અને ભેદથી તેમાં દૂધ, સાકર, બદામ વગેરે અનેક વસ્તુઓનો સ્વાદ આવે છે.). પીતભાવ પીળો ભાવ; પીળી દશા; પીળાપણું. (પહેલાં કેરીની લીલી અવસ્થા હોય છે, પછી પીળી થાય છે.) પીયુષ અમૃતરસ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy