SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુઓ, તેમજ બીજું પણ જે કાંઇ મૂર્ત હોય તે સઘળું પુદગલના ભેદ | તરીકે સંકેલવું પુદગલરૂપ કર્તાનો નિશ્ચયકર્મભૂત :પુદગલ કર્તા છે અને વિશિષ્ટ પ્રકૃત્તિરૂપ પરિણામ તેનું નિશ્ચયકર્મ છે (અર્થાત નિશ્ચયથી પૂગલ કર્તા છે અને શાતા વેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે.) પુદગલવર્ગણા:પુલપિંડો પદગલ વર્ગણાઓ પુગલના ત્રેવીસ ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાં પાંચ વર્ગણાઓ એવી છે કે, જેની સાથે જીવનો સંબંધ છે. બીજા પુદ્ગલો સાથે નથી. તે વર્ગણાઓ આહારવર્ગણા, તેજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને કાર્માણવર્ગણા, આ નામોથી પ્રસિદ્ધ છે. આ જ પાંચ વર્ગણાઓ, આત્માની સાથે બંધાવાની શકિત ધરાવે છે. પુગલસંશ્લેષ :પુદ્ગલનો સંબંધ (૨) પુલના સંબંધથી. પૂર્વ એટલે પહેલાંનો; ઉત્તર એટલે પછીનો. (ચેતન પહેલાંના અને પછીના બન્ને પર્યાયોને સ્પર્શે છે તેથી તે અપેક્ષાએ ધૌવ્ય છે. પછીના અર્થાત્ વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે અને પહેલાંના પર્યાયની અપેક્ષાએ વ્યય છે.) પગલોલાસ :૫ગલપર્યાય પુરૂષ મનુષ્યશરીર; પુરુષ=આત્મા, ત્યાં આત્માના જ્ઞાનદર્શન ગુણ આત્માકાર છે. (૨) ઉત્તમ ચેતના ગુણમાં સ્વામી થઇને પ્રવર્તે તેનું નામ પુરુષ છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ કહીએ છીએ. (૩) આત્મા; અખંડ જ્ઞાનદર્શન ઉપયોગમાં, એકત્વપણું માનતો જાણવો, સઉપયોગપણે એકકાર થઇ, પૂર્ણ પવિત્રદશાને પામી, ઉત્કૃષ્ટ આનંદ રસરૂપી શિવરમણી સાથે રમણ કરે, શુદ્ધ ચેતના, સખી સાથે નિરાકુળ નિજાનંદ કેલી કરે, તે પુરુષ. (૪) અખંડ જ્ઞાન દર્શન, ઉપયોગમાં એકતપણું માનતો જાણતો સઉપયોગપણે એકાકાકર થઇ, પુર્ણ પવિત્ર દશાને પામી ઉત્કૃષ્ટ આનંદ સ્વરૂપી ‘શિવરમણી” સાથે રમણ કરે, શુદ્ધ ચેતના સખી' સાથે નિરાકૂળ નિજાનંદ કેલી કરે, તે પુરુષ = આત્મા (૫) આત્મા; ઉત્તમ ચેતના ગુણમાં સ્વામી થઇને પ્રવર્તે તેનું નામ પુરુષ છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ કહીએ. પુરૂષ વેદ અને શ્રી વેદ પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે ને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે. કર્મ અભિલાષા કરે છે, શબ્દ તો છે એમ. પણ એનો અર્થ શું? આ તો નિમિત્ત પ્રધાન કથન છે, વાસ્તવિક અર્થ તો આ છે કે, પુરુષવેદનો ઉદય હોય તે કાળે, સ્ત્રી સાથે રમવાનો ભાવ તે પુરુષને થાય છે, અને તે ભાવ તે પુરુષ પોતે કરે છે, કર્મના ઉદયના કારણે તે ભાવ થાય છે. એમ છે જ નહી, તેવી રીતે સ્ત્રીવેદનો ઉદય હોય, ત્યારે સ્ત્રી પોતે જ, પુરુષ સાથે રમવાનો અભિલાષ કરે છે, કાંઇ કર્મને કારણે અભિલાષા થાય છે, એમ નથી. પુષ્કાવર્તક પ્રલય કે કલ્પને અંતે, વરસતો મેઘ પુષ્કળeત :દ્રવ્યશ્રુત ૫૪ :જાડું; હુષ્ટ-પુટ (૨) ગાઢો (૩) બળવાન પુસ્તક પુસ્તક છે, તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ રહિત રખાય, તો જ આત્માર્થ છે. નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. પાક લબ્ધિ જે લબ્ધિના બળથી જીવ ચક્રવર્તીના લશ્કરનો પણ નાશ કરી શકે. પર્ષદાસભા પુરુષસંસ્થાન :પુરુષ આકાર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયઃપુરુષ (આત્મા)નું, પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય. પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થોમાં (પુરુષ પ્રયોજનોમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ, તાત્ત્વિક) પુરુષ-અર્થ છે. (૨) પુરુષનો અર્થ; પુરુષનું પ્રયોજન; આત્માનું પ્રયોજન; આત્મપ્રયોજન. (પરમ પુરુષાર્થ અર્થાત્ આત્માનું પરમ પ્રયોજન મોક્ષ છે અને તે મોક્ષ ધ્યાનથી સધાય છે, માટે પરમ પુરુષાર્થની (મોક્ષની) સિદ્ધિનો ઉપાય ધ્યાન છે.) (૩) ધર્મ, અર્થ,કામ અને મોક્ષ. હે શિષ! જે ભાવો આત્માથી જુદા છે, તે જ્ઞાનરૂપ નથી. માટે તું ધર્મ, અર્થ અને કામને, એ ત્રણેને તજીને નિયમથી એક આત્માને જાણ. (૪) ચૈતન્ય પુરુષનું પ્રયોજન (૫) ઉપદેશ સાંભળવા તરફની વૃત્તિ, તે પણ રાગ છે, તે રાગથી ગુણ થતો નથી, પણ નિમિત્ત અને રાગને ભૂલી,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy