SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૧ પરિણામી ભાવથી ત્યાં કર્તા-કર્મપણું છે અને ભોકતા ભોગ્યપણું છે, એમ નિશ્ચય છે. પુય-પાપ કર્મ પુણ્ય-પાપ કર્મ, તે દ્રવ્ય કર્મ છે. પાણય-પાપ ભાવ દર્શનમોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ છે તે મોહ છે; વિચિત્ર (અનેક પ્રકારના) ચારિત્રમોહનીયનો વિપાક જેનો આશ્રય (નિમિત્ત) છે એવી પ્રીતિ-અપ્રીતિ તે રાગ-દ્વેષ છે; તેના જ (ચારિત્રમોહનીયના જ) મંદ ઉદય થતા જે વિશુદ્ધ પરિણામ તે ચિત્તપ્રસાદ પરિણામ (મનની પ્રસન્નતારૂપ પરિણામ) છે. એ રીતે આ (મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસાદ) જેના ભાવમાં છે, તેને અવશ્ય શુભ અથવા અશુભ પરિણામ છે. તેમાં જ્યાં પ્રશસ્ત રાગ તથા ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ છે અને જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે. (૨) આત્મામાં, વ્રત-અવ્રતના શુભાશુભ ભાવ ફાટે છે, તે આત્માનો ક્ષય કરનાર છે. આત્માનો ક્ષય કરનાર છે, તે ઉપચારથી કહ્યું છે., ખરી રીતે, આત્માની નિર્મળ અવસ્થાનો, ક્ષય કરનાર છે. પુણ્ય-પાપના ભાવ, આત્માની નિર્મળ પર્યાયનો ક્ષય કરનાર છે. તેથી પુણ્યભાવ છોડીને, પાપભાવ કરવાની, અહીં વાત નથી. પણ પુણ્યભાવ, આત્માના સ્વભાવનો ઘાત કરનાર છે, એમ સમજવાની વાત છે. પાય-પાપનું ફળ આ જીવ પાપના ઉદયથી, નરકગતિ અથવા તિર્યંચગતિ એટલે પશુગતિ પામે છે. પુણયથી દેવગતિ થાય છે. અને મિશ્ર એટલે પુણય-પાપ બન્નેની સમાનતાથી, મનુષ્યગતિ પામે છે. પણ બન્નેના ક્ષયથી, મોક્ષ પામે સિદ્ધાંતમાં કહ્યું છે કે : જીવ પાપથી નરક, તિર્યંચગતિમાં જાય છે, ધર્મ એટલે પુણ્યથી, દેવલોક પામે છે. પુણ્ય-પાપના મેળથી, મનુષ્ય થાય છે. તથા તે બન્નેના ક્ષયથી મોક્ષ મળે છે. પુય-પાપનું સ્વરૂપ જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બન્ને દ્વારા પુલમાત્ર ભાવ કર્મપણાને પામે છે (અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાદનીયાદિ પુલ માત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે.) જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત શુભ પરિણામ દ્રવ્યપુણયને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્યપુણયાસવના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે શુભ પરિણામ ભાવપુય છે. (શાતા-વેદનીયાદિ દ્રવ્યપુણ્યાસવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ પરિણામને પણ ભાવપુણ્ય એવું નામ છે.) એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચય કર્મભૂત અશુભ પરિણામ, દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે. તેથી દ્રવ્યપાપાસવના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે અશુભ પરિણામ ભાવપાપ છે. પુદ્ગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટ પ્રકૃતિરૂપ પરિણામ (શાતા વેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે. તે દ્રવ્યપુય છે. પુદ્ગલરૂપ કર્તાના નિશ્ચય કર્મભૂત વિશિષ્ટ પ્રકૃતિરૂપ પરિણામ (અશાતાદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) કે જેમાં જીવના અશુભ પરિણામ નિમિત્ત છે તે-દ્રવ્યપાપ છે. આ પ્રમાણે વ્યવહાર તથા નિશ્ચય વડે આત્માને મૂર્ત તથા અમૂર્ત કર્મ દર્શાવવામાં આવ્યું. ભાવાર્થ:- નિશ્ચયથી જીવના અમૂર્ત શુભાશુભપરિણામરૂપ ભાવપુર્ણયપાપ જીવનું કર્મ છે. શુભાશુભ પરિણામ દ્રવ્યપુણયપાપનું નિમિત્તકારણ હોવાને લીધે મૂર્ત એવાં તે પુદ્ગલપરિણામરૂપ (શાતા-અશાતા વેદનીયાદિ) દ્રવ્યપુણપાપ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે. પુછયબંધ કેવળ નિશ્ચયાલંબી જીવો પુથબંધના ભયથી ડરીને મંદકપાયરૂપ શુભભાવો કરતા નથી અને પાપબંધના કારણભૂત અશુભ ભાવોને તો સેવ્યા સહજ શુદ્ધ જ્ઞાનાનંદમય એક સ્વભાવવાળા, પરમાત્મા છે. તેથી વિપરીત એવા, પાપ કર્મના ઉદયથી આ જીવ નરક પશુ આદિ, ગતિમાં જઇ અનેક કષ્ટો સહન કરે છે. તેમજ આત્મ-સ્વરૂપથી ભિન, એવા શુભ કર્મના ઉદયથી, જીવ દેવ થાય છે. તથા બન્નેની સમાનતાથી, માનવ થાય છે અને નિજ શુદ્ધ સહજાત્મતત્વની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ શુદ્ધોપયોગથી જીવ, સંસાર-બંધનોથી મુકત થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy