SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૯ કામભોગબંધકથા તો જીવે, અનંતવાર સાંભળી છે. તેથી આચાર્ય ભગવાન કહે છે કે જડના સંયોગની, રૂચિ છોડ, પુણ્યથી ધર્મ નથી. પારય અને પાપ :વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પુય છે, તેમજ એ બંન્ને પાપ છે. (૨) પશ્ય-પાપ કર્મોનું કારણ, સ્વભાવથી વિરુદ્ધ એવા, રાગ-દ્વેષ ભાવો છે.તે પુણ્ય પાપ પોતે પુલકર્મરૂપ છે જીવરૂપ નથી. અને તે પુણ્ય પાપના ફળમાં, બહારની સામગ્રી મળે છે. તે પણ આત્માથી જુદો અર્થ આત્માની પવિત્રતા છે. આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર, એ પુણય છે. કે જે પવિત્ર છે. (૮) પવિત્રતાને, પ્રકાશનાર (૯) દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રતાદિના, શુભભાવ-મંદ કષાય. તે જીવના ચારિત્રગુણની, અશુદ્ધ અવસ્થા છે; પુણ્ય અને પાપ બન્ને આસ્રવ છે. બંધનના કારણો છે. (૧૦) પવિત્રતા (૧૧) દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રતાદિના શુભ ભાવ,-મંદ કષાય, તે જીવના ચારિત્ર ગુણની અશુદ્ધ અવસ્થા છે; પુણ્ય-પાપ બે ય આસવ છે. બંધનાં કારણો છે. (૧૨) પુણયમાં ધર્મ માન્યો તે ધર્મ ખોટો છે. ખોટા ધર્મની પ્રતીત, રુચિ અને તેનું વેદન કરવાથી, ભવનો અભાવ થાય નહિ, નવમી ગ્રેવયક જાય, પણ ભવભ્રમણ ટળે નહિ. (૧૩) પુણ્ય સુખના સાધન નથી, પણ દુઃખના બીજરૂપ તૃષ્ણાનાં જ, સાધન છે. પુણ્ય સુખાભાસ એવા દુઃખનાં જ, સાધન છે. (૧૪) પ્રથમ થર્યાય નવ તત્ત્વ સમજયો તેમાં (ગુરુ આદિ તો નિમિત્ત છે, પણ) એકપણું પ્રગટ કરનાર, શુદ્ધનય જ છે. જો સ્વભાવ તરફ ન ઢળે, અને માત્ર દેવ, ગુરુ, શાસ્ત્ર તથા નવતત્ત્વના શુભ રાગમાં અટકી જાય, તો તે પુણ્ય છે. ધર્માદિમાં તૃષ્ણાનો ઘટાડો, કષાયની મંદતા વગેરે, હો તે શુભભાવ-પુણ્ય છે. (૧૫) શ્રીપાળ રાજાએ આયંબિવ કર્યું, તેથી રોગ મટી ગયો, તેમ લોકો માને છે. પણ શરીરના રોગ મટાડવાનું કાર્ય, ધર્મનું નથી. પૂર્વના પુણ્ય હોય ત્યારે, શરીર નિરોગી થાય છે, ધર્મના ફળથી રોગ મટે, એમ માનનાર ધર્મના સ્વરૂપને સમજયો નથી. પુણય શુભ પરિણામથી થાય, અને ધર્મ આત્માનો શુદ્ધ સ્વભાવ, પ્રગટ કરવાથી થાય, તેની તેને ખબર નથી. સનતકુમાર ચક્રવર્તીએ, દીક્ષા લીધા બાદ, તે મહાન ધર્માત્મા મૂર્તિને ઘણાં વર્ષો સુધી, તીવ્ર રોગ રહ્યો. છતાં શરીર ઉપર ધર્મની અસર કંઇ પણ ન થઇ. ધર્મથી શરીર નિરોગી રહે તેમ નહિ. પણ ધર્મના ફળમાં, પુણ્ય અને શરીર વગેરેનો, બંધ જ ન થાય. મોક્ષમાર્ગમાં પુણ્યનો પણ નિષેધ છે, ત્યારે અત્યારે તો ધર્મના નામે લોકો ફાવે તેમ હોયે રાખે છે, અને કહે છે કે, પુણ્ય કરો, તેનાથી મનુષ્ય, દેવનાં શરીર મળશે, અને પછી પરંપરાએ મોક્ષ થશે. આવી વાતો એટલે કે જીવ રાગ દ્વેષનાં કર્તા અને ફળનો ભોકતા, એવી પુરુષ એ પરમાર્થે પાપ જ છે. જો કે વ્યવહાર મોક્ષમાર્ગ (દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રધ્ધા આદિ તથા પંચમહાવ્રતના પરિણામ) ને ઉપાદેયભૂત નિશ્ચયરત્નત્રયનું વ્યવહારથી કારણ કહેવામાં આવ્યું તથા તેને પરંપરાએ જીવની પવિત્રતાનું કારણ હોવાથી (વ્યવહારે) પવિત્ર કહેવામાં આવેલ છે તો પણ એકસ્વરૂપ ભગવાન આત્માના અવલંબનને છોડીને રાગનું અવલંબન લે છે માટે પુણય એ પણ પરમાર્થે પાપ જ છે. તેનું એક કારણ-શુભ પરિણામનું પર દ્રવ્યના આલંબનરૂપ પરાધીનપણું છે. બીજું કારણ નિર્વિકલ્પ સમાધિમાં લીન (યોગીઓને) આત્મસ્વરૂપમાંથી પડવામાં વ્યવહાર વિકલ્પોનું આલંબન (ગુણ-ગુણીના ભેદરૂપ આત્મસ્વરૂપનું ચિંતવન અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભેદરૂપ ચિંતવન) કારણ છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવ્યો એટલે નિશ્ચય રત્નત્રયથી પડી ગયો. આ રીતે નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્ય એ પાપ છે. એટલે વ્યવહારથી જેને પુણ્ય કહેવાય છે તે નિશ્ચયથી (ખરેખર) પાપ છે. પશ્ય યોગનો ત્યાગ કેમ થાય? :એ તો સ્વભાવમાં ઠરે, ત્યારે જ થાય. પુય તત્ત્વ પુણય. આસ્રવ અને બંધનો પેટા ભેદ છે. દાન, દયા, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભભાવ જીવને થાય તે અરૂપી અશુદ્ધભાવ છે. તે ભાવપુર્ણય છે તે સમયે શાતા વેદનીય, શુભનામ આદિ કર્મયોગ્ય પરમાણુઓનો સમૂહ સ્વયં (સ્વતઃ) એક ક્ષેત્રાવગાહ સંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવનો રાગભાવ (અશુદ્ધભાવ) નિમિત્તમાત્ર છે.)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy