SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ હિત થાય નહિ. સંયોગી વસ્તુ સાથે આત્માને વાસ્તવિકપણે સંબંધ છે જ નહિ. પરવસ્તુ સ્વતંત્ર પરિણામી દ્રવ્ય છે. તેને બીજું કેમ પરિણમાવી શકે ? માટે પોતાના સ્વાધીન તત્ત્વનું શ્રદ્ધાન જ્ઞાન કરી તેમાં રમણતા કરવી, તે જ મોક્ષનું કારણ છે અને હિતનો ઉપાય છે. પહેલાં જે પાંચ શરીરની વાત આવી હતી, તેમાં ઔધારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્યણ શરીરની વાત હતી. અને આ પર્યામિના બોલમાં ઔહારિક, વૈક્રિયિક અને આહારક એ ત્રણ શરીર યોગ્ય યોગ્ય યુદ્ગલો લીધો છે. વસ્તુરૂપનો કર્મ છે તેમ કહ્યું છે. પહેલાં માતાના ઉદરમાં શરીર ઇન્દ્રિય વગેરેના, સૂક્ષ્મ પુદ્ગલો બંધાય છે. છ પર્યાપ્તિ અને ત્રણ શરીર બંધાય છે. એમ કહીને, આચાર્યદેવે વ્યવહાર કહ્યો છે. અને છ પર્યામિ યોગ્ય થવાની ચૈતન્યની અવસ્થા, તે પણ છે ખરી. એ રીતે ચૈતન્યની અશુદ્ધ અવસ્થાનો વ્યવહાર છે, એમ બતાવ્યુ, પરંતુ તે બધું ય આત્માને નથી, એમ કહીને પરમાર્થ બતાવ્યો છે. પર્યાસિના ભેદો :પર્યાતિના છ ભેદો છેઃ (૧) આહાર પર્યાપ્તિ (આહાર વર્ગણાના પરમાણુઓને (ખલ) હાડ અને રસભાગરૂપ પરિણમાવવાના કારણભૂત, જીવની શક્તિની પૂર્ણતાને, આહાર પર્યામિ કહે છે.) (૨) બીજી શરીર પર્યાતિ (જે પરમાણુઓને હાડ (ખલ) રૂપ પરિણમાવ્યું હતું, તેને હાડ વગેરે કઠણ અવસ્યરૂપ, અને જેને રસ રૂપ પરિણમાવ્યા હતાં તે તે લોહી આદિ દ્રવ્યરૂપ પરિણમાવવાને કારણભૂત, જીવની શકિતની પૂર્ણતાને, શરીર પર્યામિ કેહ છે. (૩) ત્રીજી ઇન્દ્રિય પર્યાતિ (આહાર વર્ગણા પરમાણુઓને, ઇન્દ્રિયોના આકારે પરિણમાવવાને તથા ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને, ઇન્દ્રિયપર્યામિ કહે છે. (૪) ચોથી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત (આહાર વર્ગણાના પરમાણુને શ્વાસોચ્છ્વાસ પરિણમાવવાના કારણભૂત જીવની શકિતની, પૂર્ણતાને શ્વાસોચ્છ્વાસ પર્યામિ કહે છે.) ૬૦૧ (૫) પાંચમી ભાષા પર્યામિ (ભાષા ગૂણા પરમાણુઓને, વચનરૂપ પરિણમાવવાના કારણરૂપ જીવની શકિતની પૂર્ણતાને, ભાષાપર્યામિ કહે છે.) (૬) છઠ્ઠી મનઃપર્યાતિ (મનોવર્ગણા પરમાણુઓને, હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલ આકાર, મનરૂપ પરિણમાવવાને તથા તેના દ્વારા યથાવત વિચાર કરવાના કારણરૂપ, જીવની શકિતની પૂર્ણતાને, મનઃ પર્યામિ કહે છે.) એકેન્દ્રિયને ભાષા અને મન વગર ચાર પર્યામિ હોય છે. દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિયને, મન વિના, પાંચ પર્યામિ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને છયે, પર્યાપ્તિ હોય છે. આ બધી પર્યાત્રિઓને પૂર્ણ થવામાં, અંતર્મુહૂર્ત કાળ લાગે છે. અને એક એક પર્યાપ્તિનો કાલ પણ, અંતર્મુહર્ત હોય છે. અને પહેલેથી બીજીના તથા બીજી થી ત્રીજી પર્યાતિનો, આ મુજબ છઠ્ઠી સુધીનો કાળક્રમથી મોટો મોટો અંતર્મુહૂર્ત છે. પોતપોતાને યોગ્ય પર્યાતિઓનો આરંભ, તો એકદમથી થાય છે. પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે. જ્યાં સુધી કોઇ જીવની શરીરપર્યાપ્તિ પૂર્ણ ન હોય, પરંતુ નિયમથી પૂર્ણ થવા યોગ્ય હોય ત્યાં સુધી, તે જીવને નિવૃત્ત્વ પર્યાપ્તક કહે છે. અને જેની શરીર પર્યાપ્ત પૂર્ણ થવાવાળી હોય, તેને પર્યામક કહે છે, અને જેની એક પણ પર્યામિ પૂર્ણ ન હોય, તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મૃત્યુ પામવા વાળા હોય, તેને લબ્ધપર્યામક કહે છે. પર્યાપ્તિયોગ્ય જે છ પર્યાપ્તિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધરૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી. આહાર, શરીર, ઈન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છ્વાસ એ છ પર્યાપ્તિયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તથા ત્રણ સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ શરીરયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તે નોકર્મ છે. તે બધુંયે જીવને નથી. કારણકે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પર્યાય :ક્રમે પ્રવર્તે તે પર્યાય; અવસ્થા; હાલત (૨) હાલત, અવસ્થા, પરિણમન (૩) પાણીનું તરંગ જેમ પાણીમાં સમાઈ જાય છે તેમ વ્યય થયેલી પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે ક્ષયોપશમ, ક્ષાયિક કે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy