SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ વિશેષ વિચાર ન કરે તેને અનધ્યવસાય (અથવા વિમોહ) કહે છે. જેમ કે ગમન કરતાં તુણના સ્પર્શ જ્ઞાન થાય તે. (૮) (મોહ) કાંઈક છે પણ શું છે તેના નિશ્ચય રહિત જ્ઞાનને અનધ્યવસાય કહે છે. (૯) આપણે કાંઈ સમજતા નથી પણ ધર્મ કંઈક હશે એનું નામ અનધ્યવસાય. (૧૦) જેનો અધિકાર ની- પાત્રતા નથી-માન્યતા નથી તેવું; અપ્રમાણિત; બિનસત્તાવાર; અધિકાર વિના ઘૂસેલું. અનધિકૃત પદાર્થો જેનો અધિકાર ન હોય તેવા પદાર્થો. અનધિકારી અપાત્ર અનધિકારીપણું :અપાત્રતા; અયોગ્યતા; અવધિજ્ઞાન :અતીન્દ્રિય જ્ઞાનનો પ્રકાર. અનનુગામી અવધિજ્ઞાન :જે અવધિજ્ઞાન જીવની સાથે ન જાય તેને અનુગામી કહે અનનપવ નાખ કર્મ જે કર્મના ઉદયથી, આત્માના પ્રદેશ મૃત્યુ બાદ અને જન્મ પહેલાં, રસ્તામાં અર્થાત્ વિગ્રહગતિમાં નવું શરીર ધારણ કર્યા પહેલાં), પહેલાના શરીર આકારે રહે. અન-પાન નિરોધ :પ્રાણીઓને વખતસર પૂરતું ખાવા-પાવીનું ન દેવું તે. અહીં અહિંસા અણુવ્રતના અતિચાર તરીકે પ્રાણવ્યપેણુંનું દેવું નહિ, કેમ કે પ્રાણવ્યપરોપણ તે હિંસાનું લક્ષણ છે એટલે તે અતિચાર નથી પણ અનાચાર છે, હિંસા છે. અનનભુત અપરિચિત (૨) અજાણ્યા; જેના પર પોતે પૂર્વે કહી ગયેલો નથી એવા. (૩) જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલ નથી એવા; અજાણ્યા. અનન્ય :એકનિષ્ઠ; અદ્વિતીય, અજોડ; જેને બીજાપણાનો ભાવ નથી તેવું; એકાત્મ. (૨) અન્યપણા રહિત; અનેરી, જે નર-નારકાદિ પર્યાયો, તેથી રહિત છે. (૩) તેનું તે જ. (૪) અન્યમય નહિ એવો; એકાત્મક; એકનિક; અદ્વિતીય; અજોડ; જેને અન્યપણાનો-બીજાપણાનો ભાવ નથી તેવું; (૫) જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ; અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. (૭) બીજારૂપ નહિ; એકરૂપ. (૯) મનુષ્ય, તિર્યંચ, નકર , દેવ આદિ અન્ય ગતિથી રહિત. (૧૦) સ્વક્ષેત્રથી શુદ્ધ. નર, નારક, દેવ, પશુ દેહાકાર પર ક્ષેત્રથી જુદો અને પોતાના અરૂપી અસંખ્ય પ્રદેશથી એકમેક છે. વર્તમાન દેહાકાર પૂરતો કે તેના નિકલ્પ પૂરતો નહિ, તેની મારામાં નાસ્તિ છે. હું ત્રિકાળી એકરૂપ છું. (૧૧) એકરૂપ; અન્ય-જુદું નહિ તેવું; અજોડ; એકનિષ્ઠ. અનન્ય :અત્યુત્તમ, પરમોત્તમ. (૨૦) એકરૂપ (૨૧) એકરૂપ; એકરૂપતા; સદશ્યતા; આ તે જ છે એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. (૨૨) અભિન્ન (જેમ અગ્નિ આધાર છે અને ઉષ્ણતા આધેય છે, છતાં તેઓ અભિન્ન છે, તેમ દ્રવ્ય આધાર છે અને ગુણપર્યાયો આધેય છે, છતાં તેઓ અભિન્ન છે.) અનન્ય આશયભક્તિ એકનિષ્ઠ શરણભાવનાથી, જેમાં ભગવાનની ભક્તિ (ભક્તિ-સ્તુતિ-ભજન) કરવી. અનન્ય ભકિતભાવઃ જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. અનન્ય રૂપ એકરૂપ; બીજા કોઈ રૂપે નહિ; અભિન્ન. અનન્ય-અન્ય: અહીં જો કે સામાન્યપણે પદાર્થોનું લોકથી અનન્યપણું કહ્યું છે તો પણ નિશ્ચયથી અમૂર્તપણું, કેવળજ્ઞાનપણું, સહજ પરમાનંદપણું, નિત્ય નિરંજનપણું ઈત્યાદિ લક્ષણો વડે જીવોનું ઈતર દ્રવ્યોથી અન્યપણું છે અને પોતપોતાનાં લક્ષણો વડે ઈતર દ્રવ્યોનું જીવોથી ભિન્નપણું છે એમ સમજવું) જીવ વગેરે બાકીનાં દ્રવ્યો (આકાશ સિવાયનાં દ્રવ્યો) મર્યાદિત પરિમાણવાળાં હોવાને લીધે લોકથી અનન્ય જ છે; આકાશ તો અનંત હોવાને લીધે લોકથી અનન્ય તેમ અન્ય છે. અનન્યગત ચિત્ત થઈને કોઈ બીજા પદાર્થમાં પોતાની ચિત્તવૃત્તિ ન રાખીને. અનન્યભૂત અભિન્ન; એકરૂપ. અનન્યભાવ :ઉત્કૃષ્ટ ભાવ; શુદ્ધ ભાવ. અનન્યમતવાળો જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી એવો; (મનઃચિત્ત; પરિણતિ; ભાવ.). અનન્યમય: જેના જેવો બીજો કોઈ નહીં. અનંત સિદ્ધ આત્મા શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવને ધારણ કરવાવાળા છે, દરેક આત્મા પણ શક્તિરૂપે સિદ્ધ પરમાત્મા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy