SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ સહિત, એક મોટો સ્કંધ હોય છે; તેને વાસ્તવમાં, પરમાણુ કહી શકાતો નથી. પરમાણુ તો તે છે, જેનો આદિ-મધ્ય-અંત હોતો નથી. વિભાગ થઇ શકતો નથી. અને જે ઇન્દ્રિયગોચર હોતો નથી. પરમાણુઓ અણમહાન છે વ્યક્તિ અપેક્ષાએ તેઓ એકપ્રદેશી છે અને શક્તિ અપેક્ષાએ અનેક પ્રદેશી પણ (ઉપચારથી) છે. એ રીતે પરમાણુઓ અણુમહાન છે. પરલોક ૫ર એટલે, ઉતકૃષ્ટ વીતરાગ ચિદાનંદ, શુદ્ધ સ્વભાવવાળો આત્મા. તેનો જ લોક એટલે, અવલોકન, નિર્વિકલ્પ સમાધિમાં અનુભવ કરવો, તે પરલોક શબ્દનો અર્થ છે. અથવા જેના પરમાત્મ સ્વરૂપમાં એટલે, કેવલજ્ઞાનમાં જીવાદિ પદાર્થો દેખાય છે, માટે તે પરમાત્માનું નામ પરલોકમાં છે. વ્યવહારનયથી સ્વર્ગ મોક્ષને પરલોક કહે છે. સ્વંગ તથા મોક્ષનું કારણ, ભગવાનનો ધર્મ છે. માટે કેવલી ભગવાનને પણ, પરલોક કહેવામાં આવે છે. પરમાત્માની સમાન, જે પોતાનો આત્મા છે, તે જ પરલોક છે, તે જ ઉપાદેય છે. (૨) શુદ્ધ સહજ, આત્મસ્વરૂપરૂપ મોક્ષ (૩) પરમાત્મ તત્ત્વ (૪) મુકતાત્માઓ લોકના અગ્ર ભાગમાં રહે છે. તે જ બ્રહ્મલોક છે, તે જ વિષ્ણુલોક છે, અને તે જ શિવલોક છે, તે સિવાય, અન્ય કોઇ શિવલોક નથી. એમ ભાવાર્થ છે. અત્રે પરલોક શબ્દનો અર્થ પરમાત્ય તત્ત્વ છે. (૫) પરમ આત્મ તત્ત્વ; પરમાત્ય તત્ત્વ પરલોક શુદ્ધથી પરમાત્મા કહે છે શુદ્ધ નિશ્ચયનયથી કેવલજ્ઞાન, કેવલદર્શન, સ્વભાવવાળો પરમાત્મા, શક્તિરૂપે સર્વ સંસારી જીવોમાં રહેલા છે, અર્થાત્ સર્વસંસારી જીવોમાં, પરમાત્મા થવાની શકિત છે. કર્મબદ્ધ આત્મા સંસાર અવસ્થામાં, એકેન્દ્રિયાદિ જુદી જુદી અવસ્થાઓ ધારણ કરે છે, પણ જયારે કર્મરહિત થાય છે, ત્યારે સિદ્ધ બને છે, કર્મયુકત અવસ્થામાં જીવ, શકિતરૂપે પરમાત્મા છે. અને સિદ્ધ અવસ્થામાં, વ્યકિત (પ્રગટ) પણે પરમાત્મા છે. શકિતની અપેક્ષાએ, આ આત્મા પણ પરમ બ્રહ્મા, પરમ વિષ્ણુ, પરમ શિવ આદિ, નામોથી કહી શકાય છે, પણ પ્રગટ પણે તો, અરિહંત તથા સિદ્ધને જ, પરમાત્મા શબ્દથી કહેવા યોગ્ય છે. અરિહંત તથા સિદ્ધ સિવાય, કોઇ ૫૭૮ અન્ય જગવ્યાપી તથા એક પરમ બ્રહ્માદિ, અથવા શિવ નથી. મુકતાત્માઓ, લોકના અગ્રભાગમાં રહે છે. તે જ બ્રહ્મલોક છે. તે જ વિષ્ણુલોક છે, અને તે જ, શિવલોક છે. તે સિવાય અન્ય કોઇ શિવલોક નથી. એમ ભાવાર્થ છે. અત્રે પરલોક શબ્દનો અર્થ પરમાત્મ તત્ત્વ છે. પરસ્પર એકબીજામાં પરસ્પર અપ્રવૃત્ત :એક બીજામાં નહિ પ્રવર્તતા, એવા પર્યાયો. પરસ્પર કાર્યકારણભત રાગદ્વેષપરિણામ અને કર્મબંધ અનાદિ કાળથી એકબીજાને કાર્યકારણભૂત છે. પરસ્પરગમન :એકબીજામાં પ્રવેશવું. પરસ્પરમાં એકમેક પ્રતિ :કાટવું પરસમય પ્રવૃત્તિ પરસમયપ્રવૃત્તિયુકત દર્શન-જ્ઞાન-ચારિત્રમાં કથંચિત મોક્ષરૂપ કાર્યથી વિરુદ્ધ કાર્યનું કારણ પણું (અર્થાત બંધરૂપ કાર્યનું કારણ પણું) વ્યાપે છે. (શાસ્ત્રોમાં કયારેક દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ, જો તેઓ પરસમયપ્રવૃત્તિયુકત હોય તો કથંચિત બંધના કારણ કહેવામાં આવે છે; વળી કયારેક જ્ઞાનીને વર્તતા શુભભાવોને પણ કથંચિત મોક્ષના પરંપરહેતુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આવતાં આવા ભિન્ન ભિન્ન પધ્ધતિનાં કથનો ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે-જ્ઞાનીને જયારે શુધ્ધાશુધ્ધરૂપ મિશ્રપર્યાય વર્તતો હોય છે ત્યારે તે મિશ્રપર્યાય એકાંતે સંવર-નિર્જરામોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે આસવ-બંધના કારણભૂત હોતો નથી. પરંતુ તે મિશ્રપર્યાયનો શુધ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોય છે. અને અશુદ્ધ અંશ આસવબંધના કારણભૂત હોય છે.) પરસમય પરધર્મીઓ (૨) મૂઢદ્રષ્ટિ (૩) મિથ્યાદષ્ટિ. (૪) જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે. (૫) અનાત્મા (૬) આત્માને અનાદિ અવિદ્યા કહેતાં અજ્ઞાનથી મોહ પુષ્ટ છે. મોહકર્મ તેમાં નિમિત્ત છે. મોહકર્મ જેનું નિમિત્ત છે એવા મોહના ઉદય અનુસાર અનાદિથી પ્રવૃત્તિ કરે છે-રાગદ્વેષ, પુણ્ય-પાપ,દયા, દાન આદિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy