SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સ્થાપનાનિ ક્ષેપઃ- અનુપસ્થિત (હાજર ન હોય એવી) કોઇ વસ્તુ નો બીજી ઉપસ્થિત વસ્તુનાં સંબંધ યા મનોભાનવના જોડી ને આરોપ કરી દેવો કે આ તે જ છે'. એવી ભાવના ને સ્થાપના કહેવામાં આવે છે-આ- આરોપ જયાં થાય છે--- “આ તેજ છે.' સ્થાપના બે પ્રકારની થાય છે. દાકાર અને અતદાકાર. જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં નિક્ષેપનું કારણ સમજવું નહિ, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. જનસમુદાયની એ માનસિક ભાવના જયાં થાય છે. ત્યાં સ્થાપનાનિક્ષેપ માનવો જોઇએ. વીતરણપ્રતિમાં જોતાં ધણા જીવોને ધગવાન અને તેમની વીતરણતાની મનોભાવના થાય છે, માટે તે સ્થાપનાનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપ:- ભૂત, ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઇ તેને વર્તમાનમાં કહેવી.- જાણવી તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ શ્રેણીક રાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે તેને વર્તમાનમાં તીર્થકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલા તીર્થકરોને વર્તમાન તીર્થકરો ગી સ્તુતિ કરવી તે વ્યનિક્ષેપ છે. ભાવનિક્ષેપઃ- કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જો પદાર્થ વર્તમાન જે દશામાં છે તે રૂપ કહેવો જાણવો તે ભાવનિક્ષેપ છે. જેમ સીમંધર ભગવાન વર્તમાન તીર્થકર પદે મહાવિદેહમાં બિરાજે છે. જેમેને તીર્થકર કહેવા જાણવા અને મહાવીર ભગવાન હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા-જાણવા તે ભાવ નિક્ષેપ છે. નિરોપો ભગવાનના નામ નિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ, તે શુભભાવનાં નિમિત્ત છે, તેથી વ્યવહાર છે, દ્રવ્યનિક્ષેપ, તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી, પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે, એમ સૂચવે છે. ભાવનિક્ષેપ, તે નિશ્ચય પૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય હોવાથી, ધર્મ છે, એમ સમજાવું. નિરોપોનો સિદ્ધાંત :ભગવાનના નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ, તે શુભભાવનાં નિમિત્ત છે, તેથી વ્યવહાર છે, દ્રવ્યનિક્ષેપ, તે નિશ્ચયપૂર્વક ૫૬૪ વ્યવહાર હોવાથી, પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે, એમ સૂચવે છે. ભાવનિક્ષેપ, તે નિશ્ચયપૂર્વક શુદ્ધ પર્યાય હોવાથી, ધર્મ છે, એમ સમજવું. નિકોષ :પ્રકાર, ભેદ, વિભાગ નિદિધ્યાસન :ચિંતન નિહિત નીચે મૂકેલું; રાખી મૂકેલું; સાચવી રાખેલું (૨) નિધાનરૂપે સુરક્ષિત, સુગુપ્ત મૂકેલ છે, નિધાનરૂપ તત્ત. (૩) મૂકેલું, ગોઠવાયેલું, સમાયેલું, સંઘરાયેલું, સાચવી રાખેલું નિયિત :અબુદ્ધિપૂર્વક નિંદા અપકર્ષણ; અપકીર્તિ નિંદિત ચારિત્રમાં અનુરાગ : જે હિંસા, જૂઠ ચોરી, મૈથુન અને પર પદાર્થોમાં ગાઢ મમત્વરૂપે જાણવા-ઓળખવામાં આવે છે. નિંદાદુટિ:જ્ઞાની પુરુષો નિંદે એવી વર્તના, વ્યસન નિબિડ :ઘાડું, ભારે મુશ્કેલ નિબિડ :ગીચ; ધાડું; દટુ મજબૂત (૨) ઘાટું, દઢ, મજબૂત, ગીર, ઘટ્ટ (૩) ઘટ્ટ, ગાઢ (૪) કઠણ, ઘટ્ટ, ઘન, સખત. (૫) ઘનપિંડ; નકોર; અંદર કશું પ્રવેશી શકે નહિ એવું; નિર્માનદશા:મધ્યસ્થ દશા; વીતરાગ દશા. નિર્યુક્તિ પૃથકકરણ, સૂત્રગ્રંથો, આકરગ્રંથોમાં નો યોગ્ય અર્થ તારવી આપનાર, વિવરણ- પ્રકાર. નિરવલ :હિંસાથી, દોષોથી રહિત, નિર્દોષ. નિવર્તાવવું પાછા વાળવું, અટકાવવું, દૂર રાખવું, હઠાવવું. નિશ્ચય અને વ્યવહાર સર્વજ્ઞ વીતરાગની સ્યાદ્વાદવાણી, અવિરોધી સ્વભાવ જણાવનાર છે. વસ્તુમાં બે અપેક્ષા (નિશ્ચય અને વ્યવહાર)ને જેમ છે, તેમ ન જાણે, તો એક વસ્તુમાં ભેદ-અભેદપણું બન્ને માનવામાં, વિરોધ લાગે છે. પણ વીતરાગની વાણી કથંચિત વિવક્ષાથી, વસ્તુસ્વરૂપ કહીને વિરોધ મટાડી દે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy