SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અનલૅક નમ્ર વૃત્તિ હોવી, મદનો અભાવ હોવો; અભિમાન ન હોવું; અશુભ ભાવનો અભાવ સમજવો. અનંતાનુબંધી કદી જાય નહિ તેવું (દોષ કે દુઃસ્વભાવ); અખંડ; પૂર્ણ; વ્યવસ્થિત. અનંતાનુબંધી જે કષાય પરિણામથી, અનંત સંસારનો સંબંધ થાય, તે કષાય પરિણામને નિ પ્રવચનમાં, “અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત (માઠા) ભાવે, તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. સત્યેવ, સદ્ગુરુ અને સધર્મનો, જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અમદેવ, અસદ્દગુરુ તથા અસધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી’ કષાયા' સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને, જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે. તે પરિણામે પ્રવર્તતાં પણ, અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં “અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. ઉદયથી અથવા ઉદાસભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી, ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં, જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જેવાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, ત્યાં જ્ઞાનીના અજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહિં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. જે વિધ્વંસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. તેમ જ “હું સમજું છું', મને બાધ નથી, એવા ને એવા બફમમાં રહે, અને ભોગની નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ, મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની, ભોગાદિકમાં પ્રવર્તન કરે, ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. અનંતાનુબંધી જે અનંત સંસારને બાંધે-વધારે તેને અનંતાનુબંધી કહે છે. અનંતાનુબંધી કષાય સમ્યગ્દર્શનનો પણ ઘાત કરે છે તેથી આ સંસારમાં અનંતકાળ સુધી તે ભ્રમણ કરાવે છે. (૨) અનંત = મિથ્યાત્વ સંસાર, અનુબંધી - તેને અનુસરીને બંધાય તે. (૩) અનંત ભવ બંધાવે તેવું; કદી છૂટે નહિ તેવા બંધનવાળવ્ય, કદી જાય નહિ તેવું (દોષ કે દુઃસ્વભાવ) (૪) તીવ્ર કષાય. (૫) અનંત =મિથ્યાત્વ, સંસાર; અનુબંધી = તેને અનુસરીને બંધાય તે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. અનંતાનુબંધી કોધમાન-માયા-લોભની વ્યાખ્યા નીચે મુજબ છે : (૧) આત્માના શુદ્ધસ્વરૂપની અરુચિ તે અનંતાનુબંધી ક્રોધ છે. (૨) હું પરનું કરી શકું એવી માન્યતાપૂર્વક જે અંહકાર તે અનંતાનુબંધી માન અભિમાન છે. (૩) પોતાનું સ્વાધીન સ્વરૂપ ન સમજાય એવી આડ મારીને વિકારી દશા વડે આત્માને ઠગવો, તે અનંતાનુબંધી માયા છે. (૪) પુણ્યાદિ વિકારથી લાભ માનીને પોતાની વિકારી દશાને વધાર્યા કરવી તે અનંતાનુબંધી લોભ છે. અનંતાનુબંધી કષાય આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને રોકે છે. શુદ્ધાત્માના અનુભવને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. જેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે અને ચૌદમાં ગુણસ્થાને તેની પૂર્ણતા થઈને સિદ્ધદશા પ્રગટે છે. અનંતાનુબંધી અનંત મિથ્યાત્વ; સંસાર; અનુબંધી = તેને અનુસરીને બંધાય તે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. અનંતાનુબંધી કર્યપદ્ધતિની સ્થિતિ :અનંતાનુબંધી કર્મ પદ્ધતિની સ્થિતિ, ચાલીશ કોડાકોડીની. અનંતાનુબંધી કોલ્ડ :આત્મા જ્ઞાનસ્વભાવી છે તે સ્વભાવનું ન ગોઠવું તેનું નામ ક્રોધ છે. સ્વભાવ ન ગોઠે તે અનંતાબંધી ક્રોધ છે. હું કર્તાને શ્રેધાદિ મારાં કર્મ- એમ માનતાં ક્રોધાદિમાં પુણ્ય-પાપના બન્ને ભાવ આવી જાય છે. (૨) આત્માના શુદ્ધ સ્વરૂપની અરુચિ તે. (૩) વ્રતથી, તપથી, પૂજાથી, ભક્તિથી ધર્મ થશે એમ માની તેમાં રૂચિ અને પોતાના સ્વભાવની રુચિ નહિ તે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy