SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ અંહનન, કીલક સંહનન, અસંપ્રાપ્ત સૃપાટિકા સંહનન, વજર્ષભનારાચ સંહનન, વજ નારાચ સંહનની પાંચ વર્ણ કર્યુ (કૃષ્ણ, વાદળી, રાતો, પીળો અને સફેદ) બે ગંધ કર્મ (સુગંધ દુર્ગધ) પાંચ રસકયું (ખાટો, મીઠો (ગળ્યો) કડછો, કડવો,અને તૂરો) આઠ સ્પર્શ (કઠોર, કોમળ, હલકો, ભારે (વજનદાર) ઠંડો ગરમ, ચીકણો, લુખો) ચાર આનુપૂર્થ (નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ), એક અધુરુ લગુકર્મ, એક ઉપઘાત કર્મ એક પઘાતકર્મ, એક આતાપકર્મ, એકઉદ્ઘત કર્મ, બે વિહાયો ગતિ (એક મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), એક ઉચ્છવાસ, એક ત્રસ, એકસ્થાવર, એક બાદર, એક સૂક્ષ્મ, એક પર્યાપ્તકર્મ, એક અપર્યાયતકર્મ, એક પ્રત્યેક નામ કર્મ, એક સાધારણ નામકર્મ, એક સ્થિરનામકર્મ, એક અસ્થિર નામકર્મ, એક શુભનામકર્મ, એક અશુભ નામકર્મ, એક સુભગ નામકર્મ, એક દુર્ભગ નામકર્મ, એક સુસ્વર નામકર્મ, એક દુઃસ્વર નામકર્મ, એક આદેયનામકર્મ, એક અનાદેય નામકર્મ, એક યશ-કીર્તિ નામકર્મ, એક અયશ-કીર્તિ નામકર્મ અને એક તીર્થકર નામકર્મ. નામ કર્મના બેતાલીસ ભેદ :ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંધાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ,આનુપૂર્થ, અગુરુલધુ, ઉપઘાત, પરઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, અને વિહારી ગતિએ એકવીસ તથા પ્રત્યેક શરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂકમ, પર્યામિ, સ્થિર, આજે ય અને યશ કીર્તિ એ દસ તેમના ઉલટા દસ અર્થાત્ સાધારણ શરીર, સ્થાવર, દુર્ભગ, દુસ્વર, અશુભ, બાદર (સ્થળ) અપર્યાપ્ત, અસ્થિર, અનાદેય અને અયશકીર્તિ-એ દસ અને તીર્થકરત્વ એ રીતે કલ બેંતાલીસ ભેદ નામ કર્મના છે. તેમજ ઉપર જણાવેલ ભેદના કેટલાકના પેટા ભેદ છે. જેમ કે ગતિના ચાર, જાતિના પાંચ, શરીરના પાંચ, અંગોપાંગના ત્રણ, નિર્માણના બે બંધનના પાંચ, સંઘાતના પાંચ, સંસ્થાનના, સંહનનના છે, સ્પર્શના આઠ, રસના પાંચ, ગંધના બે, વર્ણના પાંચ, આનુપૂર્થના ચાર અને વિહાયોગતિના બે એમ પંદરના કુલ મળીને ૬૮ નામકર્મ થાય છે. તેમાંથી પંદરના અનેક નામ ૫૨૧ આવી જતાં તે બાદ કરતાં બાકી ૫૩ નામકર્મના પેટાભેદ ઉમેરતાં નામકર્મના ભેદ અને પેટા ભેદ સહિત ગણવામાં આવે તો કુલ ૯૩ ભેદ થાય છે. નામ નય નામવાળો પદાર્થ નામ નિકો૫ ગુણ, જાતિ કે ક્રિયાની અપેક્ષા રહિત માત્ર ઇચ્છાનુસાર કોઇનું નામ રાખવું તે નામનિક્ષેપ છે. જેમ કોઇનું નામ જિનદત્ત રાખ્યું, ત્યાં જો કે તે જિનદેવનો દીધેલો નથી તો પણ લોકવ્યવહાર (ઓળખવા) માટે તેનું જિનદત્તનામ રાખવામાં આવ્યું છે. એક વસ્તુની ઓળખાણ થઇ જાય તેટલા જ માટે જે સંજ્ઞા આપવામાં આવી હોય તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે. નામું મીઢવવું હિસાબ-કિતાબ બરાબર લખીને મેળ મેળવવો.-પુરાંત બરાબર મળી રહે. સરવૈયું બરાબર કાઢી શકે, તેના નામું મીંઢવવું કહે છે. નામકર્મ નામકર્મના ઉદયાદિકને લીધે મનુષ્ય, નારક, તિર્થય, દેવ આદિ જીવન પર્યાયો છે. (૨) બાહ્ય સંયોગ મળવા, શરીરાદિની રચના મળવી, કંઠ સારો મળવો, શરીરના હાડકાંની મજબૂતાઇ મળવી, જસ થવો, અપજશ થવો, શરીરના જુદા જુદા આકાર મળવા, તે બધું, નામકર્મનું ફળ છે, નામ કર્મની ૯૩ પ્રકૃતિ છે. તે બધા પુલના પરિણામ છે. આત્માનું સ્વરૂપ તેનાથી, જદું છે. નામકર્મ કેમ છતાય ? તેવી રીતે નામકર્મનો ઉદય તો જડમાં છે, અને તેના નિમિત્તે જીવની સૂક્ષ્મ અરૂપી-નિર્લેપદશા, પ્રગટ હોવી જોઈએ તે થતી નથી, તે જીવ પોતાની યોગ્યતાથી છે, કેમ કે તે કાળે ઉદયનું અનુસરણ હોય છે. નામકર્મની પ્રવૃત્તિઓ નારક, તિર્થી મનુષ્ય અને દેવ. નામનિષ ગુણ, જાતિ કે ક્રિયાની અપેક્ષારહિત, માત્ર ઇચછાનુસાર કોઇનું નામ રાખવું, તે નામનિક્ષેપ છે, એક વસ્તુની ઓળખાણ થઇ જાય, તેટલા જ માટે માત્ર જે સંજ્ઞા આપવામાં આવી હોય, તેને નામ નિક્ષેપ કહેવામાં આવે છે. નાખભેદ (સંજ્ઞાભેદ) આત્મા જ્ઞાનપણે છે એમ, વસ્તુ અને ગુણના નામભેદ ન પાડે તો, આત્મા કઇ રીતે જણાવે ? માટે અખંડ સ્વરૂપ જણાવવા, નામભેદ પડે છે. નામમાત્રથી કથનમાત્રથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy