SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ - જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં પાંચ દ્રવ્યો છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, તે ચાર અરૂપી છે, અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ વર્ણ સહિત છે. અજીવ વસ્તુઓ આત્માથી જુદી છે, તેમજ અનંત આત્માઓ પણ, એક બીજાથી સ્વતંત્ર, જુદા છે. પર લક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, પર તરફ વલણ કરતાં, જીવને પુણ્ય-પાપની શુભાશુભ વિકારી, લાગણી થાય પુણય = દયા, દાન, ભકિત, પૂજા, વ્રત વગેરેના શુભભાવ, જીવની પર્યાયમાં થાય છે, તે અરૂપી વિકારી ભાવ છે,-તે ભાવ પુણય છે, અને તે સમયે કર્મ યોગ્ય, જડ પરમાણુઓનો જથ્થો સ્વયં (પોતાના કારણે, પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે, જીવની સાથે બંધાય છે તે દ્રવ્ય પુય છે. પાપ = હિંસા, અસત્ય, ચોરી, અવ્રત, પરિગ્રહ વગેરેના, અશુભભાવ તે ભાવપાપ છે. અને તે સમયે કર્મ યોગ્ય, જડની શકિતથી પરમાણુઓનો જથ્થો, સ્વયં બંધાય, તે દ્રવ્ય પાપ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પરમાથે-ખરેખર આ પુણ્ય-પાપ (શુભાશુભ ભાવ) આત્માને અહિતકર છે. આત્માની ક્ષણિક અશુદ્ધ દશા છે, આત્માનું અસલી સ્વરૂપ નથી. દ્રવ્ય પુણ્ય-પાપ પુદ્ગલ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા છે તે આત્માને હિત-અમિત કરી શકે નહિ. આસ્રવ :- વિકારી શુભાશુભ ભાવ૫ણે અરૂપી અવસ્થા જીવમાં થાય તે ભાવ અસવ છે અને તે સમયે નવાં કર્મયોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એકક્ષેત્રે રહેવું) તે દુવ્ય આસ્રવ છે. સંવર = પુણ્ય-પાપના વિકારી ભાવર્ત (આસવ) ને આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા, તે ભાવસંવર છે. અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં અટકે, તે દ્રવ્ય સંવર છે. નિર્જરા = અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી સ્વરૂપ સિથરતાની વૃદ્ધિ વડે અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો તે ૫૦૦ ભાવ નિર્જરા અને તે સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. બંધ :- આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી જવું તે ભાવબંધ છે અને તે સમયે કર્મ યોગ્ય પગલનું સ્વયં કર્મરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) મોક્ષ = સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત તથા નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો તે ભાવ મોક્ષ છે અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો તે દ્રવ્યમોક્ષ છે. જીવ અશ્વયંત શુદ્ધ થઇ જાય તે દશાને મોક્ષ તત્વ કહે છે. આ પ્રમાણે જેવું નવતત્ત્વનું સ્વરૂપ છે તેવું શુભભાવથી વિચરે છે, તે શુદ્ધનું લક્ષ હોય, તો વ્યવહાર સમકિત છે. વ્રતાદિના શુભભાને સંવર નિર્જરામાં ગણે તો આસ્રવતત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહાર ધામાં કોઇ પડખે ભૂલ ન આવે, એમ નવભેદમાંથી શુદ્ધનય વડે એકરૂપ અખંડ જ્ઞાયક સ્વભાવી આત્માને તારવી લેવો તે પરમાર્થ-શ્રદ્ધા-સમ્યગ્દર્શન છે. નવદ્ધાર બે કાન, બે આંખ, બે નસકોરાં, એક મોટું, મૂત્રદ્વાર અને મળદ્વાર (ગુદા) એમ, નવ દ્વારમાંથી નિરંતર દુર્ગધ, મળ ઝરે છે. (૨) બે કર્ણ છિદ્ર, બે આંખ, બેનાકનાં છિદ્ર, બે કમરનાં (લિંગ અને ગુદા) અને એક મુખ. આ નવ મોટાં દ્વાર છે. બાકી નાના કરોડો રોમ-છિદ્રો છે તેમાંથી રાતદિવસ પરસેવારૂપી મેલ જ નીકળે છે. નવલા નવ પ્રકારે નવધા ભક્તિ શ્રવણ, કીરતન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધાભકિત પ્રમાન. શ્રી બનારસીદાર શ્રવણભકિત = ગુરુદેવ ભગવંતની કથા સાંભળવી, તે શ્રવણભકિત છે; તેમના ગુણો સાંભળી, તેમનું માહાભ્ય હદયમાં વસવાથી, આપણી વૃતિ તેવા બનવા પ્રેરતી જાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy