SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પરિત્યાગ વડે (અશુભ ભાવને છોડીને), યથાસંભવ પ્રતિકાર કરે છે. તથા તેને દુઃખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરે છે. અનુકંપા દાન : દીન અને દુઃખી પ્રત્યે અનુકંપાદાન પણ આપે. અનુકૃપા :અનુકમ્મા બે પ્રકારે છે :- (૧) અકષાય, (૨) સકષાય. (૧) અકષાય અનકમ્ફા =ખરી અનુકમ્પા એટલે સ્વાભાવને અનુસરીને સમ્પવું, કે હે જીવ ! હવે ભવમરણથી થાક, તે કર્તુત્વ-મમત્વ રહિત અકયાય કરુણા છે, અને તે સ્વદયા (રક્ષા) છે. અકષાયભાવમાં એવી સાવધાની રાખવી કે અલ્પ પણ કષાય કે ભાવહિંસા ન થાય, અને તેમાં જ જ્ઞાન-બળનો પુરુષાર્થ નિત્ય કરતા રહેવો તે જ કર્તવ્ય છે. (૨) સકષાય અનકમ્ફા = બહારના પ્રાણીની દયા તે ઉદયભાવ, મનના શુભ રાગ સંબંધી તે પુણ્ય પરિણામ છે, તે નિજ ગુણને લાભ કરતા નથી. બાહ્યવ્રત, તપ, પૂજા, ભક્તિ, છ કાયના જીવોની દયા એ આદિ શુભ પરિણામ કરીને જીવે અનંતવાર નવ રૈવેચક સુધીના દેવના ભવ કર્યા, છતાં અજ્ઞાનભાવને કારણે પુયમાં અટકવું થયું, શુભ ભાવની કરુણાથી પુણ્યમાં અટકવું થાય છે, માટે શુભ ભાવની કરુણા ઉપાદેય નથી. તે સકષાય કરુણા છે. અનુકરણ દેખાદેખી; નકલ. અનેકરૂપપણું (ભાવોની ૫ર્યાયમાં, અનેક પ્રકારના મલિન વિકારીભાવો. અનકમ એક પછી એક આવવું એ, શ્રેણી; હાર. (૨) વ્યવસ્થા; નિયમ; રીત; પદ્ધતિ; આચાર; રિવાજ. અનફળ :નિમિત્તને, અનુકૂળ કહેવામાં આવે છે; નિમિત્ત. (૨) યોગ્ય સામગ્રી) અનુકુળતા :સગવડતા (૨) યોગ્યતા. અનાત્મક અને અન્ય રાક તાન :અનક્ષરાત્મક શ્રુતજ્ઞાનના બે ભેદઃ પર્યાય-જ્ઞાન અને પર્યાયસમાસ છે. સૂમ નિગોદિયા જીવને ઉત્પન્ન થતી વખતે જે પહેલે સમયે સર્વ જઘન્ય શ્રુતજ્ઞાન હોય છે તે પર્યાય જ્ઞાન છે. બીજો ભેદ પર્યાય સમાસ છે. સર્વ જઘન્ય જ્ઞાનથી અધિક જ્ઞાનને પર્યાયસમાસ કહે છે. તેનો અસંખ્યાત લોકપ્રમાણ ભેદ છે.) નિગોદિયા જીવને સમ્યક શ્રુતજ્ઞાન હોતું નથી પણ મિથ્યાશ્રુત હોય છે, માટે આ બે ભેદ સામાન્ય શ્રુતજ્ઞાનની અપેક્ષાએ કહ્યા છે એમ સમજવું. સમ્યક અને મિથ્યા એવા બે ભેદ નહિ લેતાં સામાન્ય મતિ-શ્રુતજ્ઞાનનો વિચાર કરીએ તો દરેક છદ્વાસ્થ જીવને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. સ્પર્શ વડે કોઈ વસ્તુનું જાવું થયું તે મતિજ્ઞાન છે; અને તેમાં સંબંધથી આ હિતકારી નથી ઈશ્વયાદિ જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે, તે અનક્ષરાદિત્મક શ્રુતજ્ઞાન છો. એકેન્સિયાદિક અiણી જીવોને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી યંત્રદ્રિય જીવોને બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે. અનેકાકાર જ્ઞાન પોતાને ન જાણે, અને પર વસ્તુ તમામને જાણે, તેને અનેકાકાર કહે છે. અનેકાંત અનેક અંત; અનેક ધર્મ. (દ્રવ્યશ્રુત અનેકાંતમય છે. સર્વ દ્રવ્યોના એકી સાથે પ્રવર્તતા, અને ક્રમે પ્રવર્તતા જે અનેક ધર્મો, તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને કહેનારા), અનેક ધર્મો દ્રવ્યકૃતમાં છે.)(૨) અનેક અંત; અનેક ધર્મ (૩) અનંત ધર્મવાળી વસ્તુનો સ્વીકાર. (૪) એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તેનું નામ અનેકાંત છે. અનેકાત્મ એક અહીં અનેકાત્મક એકના અનુભવમાં, જે અનેકાત્મકપણું છે. તે પદ્રવ્યમય નથી. ત્યાં પરવ્યો તો નિવૃત્તિ જ છે; માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ, સ્વ-અંશોને લીધે જ, અનેકાત્મકપણું છે. માટે ત્યાં, અનેકાત્મકપણું હોવા છતાં, એકાગ્રપણું (એક-અગ્રપણું) પ્રગટ છે. અનેકાંતવાદ :સાપેક્ષપણે એક પદાર્થના અનેક ધર્મોમાંથી અમુકને કહેનાર વચન. અનેકાંતિક અનિશ્ચિત; નિયમરૂપ ન હોય એવું; એકાંતિક ન હોય એવું. અનેકાંતિક હેત્વાભાસ :એક પ્રકારે નિયમનું ન રહેવું તેનું નામ અનેકાંતિક હત્વાભાસ છે. અનેકાન્ત : જે વસ્તુ તત્ છે તે જ અતત્ છે, જે વસ્તુ એક છે તે જે અનેક છે, જે વસ્તુ સત્ છે તે જ અસત્ છે. જે નિત્ય છે જે તે અનિત્ય છે- એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું એ અનેકાન્ત છે. (૨) અનેક અંત; અનેક ધર્મ. (દ્રવ્યશ્રુત અનેકાંતમય છે, સર્વ દ્રવ્યોના એકી સાથે પ્રવર્તતા, અને કર્મ પ્રવર્તતા જે અનેક ધર્મો તેમાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy