SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ છી. (૯) સૂત્રરુચિ - શ્રુતજ્ઞાન અને અનંત તત્ત્વના ભેદને માટે ભાખેલાં, ભગવાનનાં પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે. તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રૂચિ ઉપજે, તે સૂત્રચિ. (૯) ઉપદેશરુચિ - અજ્ઞાને કરીને ઉપાર્જયા કર્મ શાને કરીને, ખપાવીએ, તમેજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ, મિથ્યાત્વે કરીને ઉપજર્યા કર્મને સમ્યભાવથી ખપાવીએ, સમ્યકભાવથી નવાં કર્મ ન બાંધીએ, અવૈરાગ્યે કરીને, ઉપાજર્યા કર્મ, તે વૈરાગ્યે કરીને ખપાવીએ, અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ, કષાય. કરી, ઉપાજર્યા કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધી, અશુભ યોગ. કરી ઉપાજર્યાં કર્મ તે શુભયોગે કરી ખપાવીએ, શુભયોગે કરી નવાં કર્મ ન બાંધીએ, પાંચ ઇન્દ્રિયોના સ્વાદરૂપ આસવને કરી, ઉપાજર્યા કર્મ તે સંવરે કરી ખપાવીએ, પરૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ, તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છોડીને, જ્ઞાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા માટે, તીર્થકર ભગવંતોનો ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે, તેને ઉપદશેરુચિ કહીએ. એ ધર્મ ધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. (૯) વાંચના, (૯) પૃચ્છના, (૯) પરાવર્તના, (૯) ધર્મકથા. (૯) વાંચના- એટલે વિનય રહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે, સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઇએ, તેનું નામ વાંચનાલંબન. (૯) પૃચ્છના- અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને, તથા શંકાશસ્ય નિવારણને માટે, તેમ જ અન્કના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે, યથાયોગ્ય વિનય સહિત, ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ, તેને પૃચ્છના કહીએ. (૯) પરાવર્તના-પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઇએ, તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત, શુદ્ધ સૂત્રાર્થની સજઝાય કરીએ, તેનું નામ પરાવર્તનાલંબન. (૯) ધર્મકથા-વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઇને. ગ્રહીને વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિછારહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભામધે, તે ભાવ તેના પ્રણીત કરીએ, તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદ્ધનાર (શ્રદ્ધનાર) બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મધ્યાનના, ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. () એકતાનુપ્રેક્ષા (*). અનિત્યાનુપ્રેક્ષા (૯) અશરણાનુપ્રેક્ષા (૯) સંસારાનુપ્રેક્ષા. (૩) ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય, પણ ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગણતા છે. છટ્ટે મુખ્યતા પણ મધ્યમ છે. ઉતમે મુખ્યતા છે. (૪) ધર્મધ્યાનના બીજા પણ ચાર ભેદ છે. (૯) પદસ્થ, (૯) પિંડસ્થ, (૯) રૂપસ્થ અને (૯) રૂપાતીત. (૯) પદસ્થ ધ્યાન=પવિત્ર નવકારમંત્ર (પદો)નું આલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે તેને પદસ્થ ધ્યાન કહે છે. (૯) પિંડસ્થ ધ્યાન=પિંડWધ્યાનમાં પાંચ ધારણાઓ હોય છે. પાર્થિવી, આગ્નેયી, વાણી અને તાત્વિકી. આ પ્રકારે પાંચ રૂપોમાંથી કોઈ એક રૂ૫નું ચિંતવન કરે તેને પિંડસ્થ ધ્યાન કહે છે. (૯) રૂપસ્થ ધ્યાન = ધ્યાની પુરુષે સમવસરણમાં સ્થિત જિનેન્દ્ર ભગવાનનું ચિંતન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. (૯) રૂપાતીત ધ્યાન રૂપસ્થ ધ્યાનમાં જેનું ચિત્ત સ્થિર થઇ ગયું છે અને જેનો વિભ્રમ નષ્ટ થઇ ગયો છે એવા ધ્યાની પુરુષ ચિદાનંદમય, શુધ્ધ, અમૂર્ત,પરમાક્ષરરૂપ આત્માનું આત્મા દ્વારા ધ્યાન કરે તેને રૂપાતીત ધ્યાન કહે છે. આ ચારે પ્રકારના ધ્યાનનું વિસ્તૃત વર્ણન સ્વામી કાર્તિકેય નુપ્રેક્ષાના ૧૨મા ધર્માનુપ્રેક્ષા વિભાગમાં ગાથા નં.૪૮૨નું વાંચન પૃષ્ઠ સંખ્યા ૩૬૬ થી ૩૭૯ સુધીમાં આપેલ છે. તેનું મનન કરવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy