SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રકાંતાભાસ : જૂઠા દષ્ટાંત ને દષ્ટાંતાભાસ કહે છે. (૨) સાધ્યની સિદ્ધિ કરાવનારને દષ્ટાંત કહે છે, પરંતુ જે સાધ્યની સિદ્ધિ તો ન કરાવે, પરંતુ દષ્ટાંત જેવા દેખાતા હોય, તેને દષ્ટાંતા ભાસ કહે છે. દવ૬ :પામવું; વ્યાપવું. દોહ:બેવફાઈ; વિશ્વાસઘાત. દ્રવિક કરવું :પ્રાપ્ત થવું દ્રવિત કરે છે :પ્રાપ્ત થાય છે. કહ સરોવર યુતિ દિવ્યતા; ભવ્યતા; મહિમા. (ગણધરદેવાદિ બુધ પુરુષોના મનમાં શુદ્ધ આત્મસ્વરૂપની દિવ્યતાનાં સ્તુતિગામ કોતરાઈ ગયાં છે.) યુતિ :પ્રકાશ; તેજ; કાંતિ; પ્રભા; દીપ્તિ; લાવણ્ય, સૌંદર્ય. ઇતિ દિવ્યતા; ભવ્યતા; મહિમા. (ગણધરદેવાદિ બુધ પુરુષોના મનમાં શુદ્ધાત્મ સ્વરૂપની દિવ્યતાનાં સ્તુતિગાન કોતરાઈ ગયાં છે.) ઇતિમાન :તેજસ્વી; કાંતિમાન. હોત :પ્રકાશ; તેજ; ઝળહળાટ, ઝગમગાટ. (૨) પ્રકાશક દ્યોતક પ્રકાશ પાડનાર; દર્શાવનાર; બતાવનાર. દ્વયભાવ દૈતભાવ. (જડ ત્રણે કાળ જડભાવે અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે.) તેલ : જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના જે અણગમાં રૂપ દ્વેષના ભાવ છે તે બધાય જીવને નથી કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે દ્વેષભાષા ભિન્ન રહી જાય છે. દ્વેષભાવમાં ચૈતન્યનો જ્ઞાનનો અંશ નથી. તેથી તે જીવથી અન્ય અજીવ પુદ્ગલ-પરિણામમય છે. જીવ તો ચૈતન્યમય ચિસ્વરૂપ છે. તેની ચૈતન્યશક્તિનો અંશ દ્વેષમાં નથી. માટે દ્વેષ સઘળોય અચેતન અજીવ છે. કેમકે અનુભૂતિથી તે ભિન્ન છે. (૨) અરોચક ભાવ; સ્વભાવની અરુચિ-અણગણો; તે અનંતાનુબંધ ક્રોધ છે. પુણ્યપાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઈત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ. તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે, અને તે અનંતાનુબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન છે. પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્ય સ્વભાવમય નિજ આત્માનો ઈન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા વાંછા કરવીતે અનંતાનુબંધીલોભ છે. (૩) અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ, સ્વજ્વલન ક્રોધ, ચાર પ્રકારની માયા, અરતિ, શોક, ભય અને જુગુપ્સા આ બાર કષાય દ્વેષ છે. (૪) ક્રોધ-માન એ બે કષાય અને અરતિ, શોક , ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે, કારણકે એના ઉદયથી અનિટ બુદ્ધિ થઈ દ્વેષ વર્તે છે. (૫) ક્રોધ અને માન. (૬) અણગમો, અરુચિ (૭) અરુચિ, ધાર્યું ન થાય ત્યાં મોટું કરી જાય. (૮) શરીરમાં રોગ આવે, વીંછી કરડે, શ્વાસ સરખો ન ચાલે ને મૂંઝવણ થાય, કોઇ અપશબ્દ કહે ને અપમાન કરે, ઇત્યિાદિ પ્રસંગમાં મનમાં જે અણગમો લાગે છે, તે દ્વેષ છે. (૯) પોતાને કાંઇક અનિટ જાણી, અપ્રીતિરૂપ પરિણામ થાય, તેને દ્વેષ કહે છે (૧૦) ક્રોધ અને માન (૧૧) ક્રોધ અને માન, અણગમો દ્વત:બે-પણું. (૨) બે-પણું. (વ્યવહારનયે આત્માના બંધને વિષે કર્મ સાથેના સંયોગથી અપેક્ષા આવતી હોવાથી Àત છે અને આત્માના મોક્ષને વિષે કર્મના વિયોગની અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ Àત છે. (૩) વસ્તુપણે એક હોવા છતાં, ગુણ પર્યાયથી અનેક છે. (૪) બેપણું, (વ્યવહારનયે આત્માના બંધને વિષે, કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી, દ્વત છે અને આત્માના મોક્ષને વિષે, કર્મના વિયોગની અપેક્ષા આવતી હોવાથી, ત્યાં પણ Àત છે. તેલ રૂપ ક્રોધ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા (ગ્લાનિ), આ છે દ્વેષરૂપ છે. મિથ્યાદર્શન સહિતનો રાગ જ, મોહ કહેવાય છે. (૨) વૈરભાવ દ્વાદશ તપુ બહારનાં બાહ્ય ત૫ (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસ પરિત્યાગ, (૫) કાય કલેશ, (૬) સંલીનતા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy