SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ હે આર્ય ! દ્રવ્યાનું યોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. જે આ પુરુષનો વચન તારા અંતઃક માં તું કોઇ દિવસ શિથિલ કરીશ નહી. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વદઃખથી મુકત થવાનો અનન્ય ઉપાય એ જ છે. દ્રવ્યનું છાણ ગુણને ધારી રાખે તે દ્રવ્ય. (૨) અહીં આ વિશ્વમાં જે સ્વભાવને છોડયા વિના, ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્ય ત્રયથી ગુણ-પર્યાયથી લક્ષિત થાય છે, તે ય છે. તેમાં સ્વભાવ, ઉત્પાદ, વ્યય,ધ્રૌવ્ય, ગુણ ને પર્યાય, છ શબ્દો કહ્યા. તેમાં દ્રવ્યનો સ્વભાવ, તે અસ્તિત્વ. સામાન્યરૂપ અન્વય અસ્તિત્વ બે પ્રકારનું કહેશે (*) સ્વરૂપ-અસ્તિત્વ અને (*) સાદશ્ય અસ્તિત્વ. ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું), વ્યય તે પ્રચ્યુતિ (અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું), ધ્રૌવ્ય તે અવસ્થિગતિ (અર્થાત્ ટકવું), ગુણો તે વિસ્તાર વિશેષો, તેઓ સામાન્ય - વિશેષાત્મક હોવાથી, બે પ્રકારનાં છે. તેમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્વ, અસવર્ગતત્વ, સ્વપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સક્રિયત્વ, અક્રિયત્ન, ચેતનત્વ, અચેનત્વ, કર્તૃત્વ, અકર્તૃત્વ, ભોકત્વ, અભોકત્વ, અગુરુલઘુત્વ ઇત્યિાદિ સામાન્ય ગુણો છે, અવગાહહેતુત્વ, ગતિનિમિત્તતા, સ્થિતિકારણત્વ, વર્તનાયનત્વ, રૂપાદિમત્વ, ચેતનત્વ ઇત્યિાદિ, વિશેષ ગુણો છે. પર્યાયો તે આયત વિશેષો, તેઓ ચાર પ્રકારના છે (૧) દ્રવ્ય પર્યાય અને ગુણપર્યાય. તેમાં દ્રવ્ય પર્યાયો બે પ્રકારના છે. (*) સમાન જાતીય – જેમ કે દ્વિ અણુક, ત્રિઅણુક વગેરે કંધો, (*) અસમાન જાતીય : જેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણ પયાર્યો પણ બે પ્રકારના છે ઃ (*) સ્વભાવ પર્યાય : જેમ કે સિદ્ધના ગુણપયાર્યો, (*) વિભાવ પર્યાય : જેમ કે સ્વપર હેતુક મતિ જ્ઞાન પર્યાય. દ્રવ્યનું વાસ્તુ દ્રવ્યનો સ્વ-વિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; સ્વ-કદ; દ્રવ્યનું સ્વ-દળ (વાસ્તુ=ઘર; રહેઠાણ; નિવાસસ્થાન; આશ્રય; ભૂમિ.) (૨) દ્રવ્યનો સ્વવિસ્તાર, દ્રવ્યનું સ્વક્ષેત્ર, દ્રવ્યનું સ્વકદ, દ્રવ્યનું સ્વદળ. દ્રવ્યન્તર :અન્ય દ્રવ્ય ૪૬૯ દ્રવ્યેન્દ્રિયો શરીર પરિણામને પ્રાપ્ત જડ ઈન્દ્રયો પરશેય હોવા છતાં તે મારી છે એવી એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વભાવ, સંકર-ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યની પર્યાયને એક કરી છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઈન્દ્રિયોથી ભિન્ન ભગવાન આત્મા નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત થાય છે. બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળતાં નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે જડ ઈન્દ્રિયોને પોતાથી સર્વથા જુદી કરાય છે, જીતાય છે. દ્રવ્યેન્દ્રિયોને જુદી પાડવાની રીત ઃશરીર એ જડ પરમાણુઓનો સ્કંધ છે અને પાંચ ઈન્દ્રિયો. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન તે જડ શરીરના પરિણામ છે. શરીરના પરિણામને પ્રાપ્ત જડ ઈન્દ્રિયોને દ્રવ્યેન્દ્રિયો કહે છે. તે દ્રવ્યેન્દ્રિયો આત્માના પરિણામ (પર્યાયો) નથી. જડ દ્રવ્યેન્દ્રિયોને જીતવી એટલે તેનાથી ભિન્ન, અધિક-જુદો પરિપૂર્ણ એક જ્ઞાયકને અનુભવવો. કર્મના બંધને મર્યાદા નથી, તે અનાદિ આનંદ સ્વરૂપ આત્માના સંબંધમાં નિમિત્તરૂપે જડ કર્મની બંધ અવસ્થા અનાદિની છે. અજ્ઞાની બંધ પર્યાયને કારણે નહિ પણ બંધ પર્યાયને વશ થઈને પરને પોતાનાં માને છે. ભગવાન આત્મા ચિદ્ધન જ્ઞાયક સ્વરૂપ છે. પરંતુ અજ્ઞાની જડ કર્મને વશ થઈને અધર્મને સેવે છે. પર્યાયમાં પરને વશ થવાનો ધર્મ (યોગ્યતા) છે. તેથી તે પરને વશ થઈને રાગાદિ કરે છે. કર્મનો ઉદય વિકાર કરાવે છે એમ નથી. અજ્ઞાની કર્મના ઉદયને વશ થઈ જડ ઈન્દ્રિયો પોતાની માને છે તેથી અજ્ઞાનીને વિકાર થાય છે. બંધ પર્યાયથી વિકાર થતો નથી પણ બંધ પર્યાયને વશ થતાં અજ્ઞાની વિકારરૂપે પરિણમે છે. શરીરની અવસ્થાને પ્રાપ્ત જે જડ દ્રવ્યેન્દ્રિયો છે તેને પોતાથી એકપણે માનવી તે અજ્ઞાન, મિથ્યાત્વ, અધર્મ છે. તે દ્રવ્યેન્દ્રિયોને પોતાની જુદાઈ કેમ કરવી તેની હવે વાત કરે છે. ધર્મી નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી દ્રવ્યેન્દ્રિયોને જુદી કરે છે. હું તો જ્ઞાયક છું, શરીરની અવસ્થા તે હું નહિ –
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy