SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ મોહાદિરૂપ વિકારભાવ ઉત્પન્ન થાય છે, તથા નવીન કર્મ બંધનું કારણ બને છે, તેને ભાવ કર્મ મળ સમજવું જોઇએ. દ્રવ્ય ક્ષિા બાહ્ય ક્રિયા, શરીરની ક્રિયા, દ્રવ્યક્રિયામાં જ અટકી ન રહેતાં, તેમાં અવગાહન કરવું જોઇએ. જે ક્રિયામાં ઊંડા ઊતરવું જોઇએ અને અધ્યાત્મમાં પ્રવેશ કરવો જોઇએ. જો જ તેનો ઇટ ઉદ્દેશ જળવાય. દ્રવ્ય ક્રિયા શરીર, વાણી, મન આદિથી થતી જડ ક્રિયા -વ્રત, તપ, પૂજા, ભકિત આદિ જડ શુભક્રિયા છે. આત્મજ્ઞાન રહિત ક્રિયા દ્રવ્ય છત્ર કાળ ભાવ :દ્રવ્ય પોતાના અનંત ગુણ પર્યાયનો અખંડ પિંડ. દ્રવ્ય ગુણ પર્યાયઃ હે શિષ્ય ! તું આત્માને દ્રવ્ય જાણ, અને જ્ઞાન-દર્શનને, તેના ગુણ જાણ. ચાર ગતિના ભાવ અને શરીરને, કર્મ જનિત વિભાવ પર્યાય જાણ. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળો આત્મા, દ્રવ્ય છે, જે ગુણ અને પર્યાય સહિત છે. તેને તું દ્રવ્ય જાણ. જે સદાય દ્રવ્યની સાથે રહે છે, તે ગુણ છે. અને દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે, એમ કહ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાયવાળું છે. ગુણ પર્યાય વિનાનું, દ્રવ્ય ન હોય. વ્યની પ્રત્યેક અવસ્થામાં, તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે. તથા દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ, પર્યાય છે. આ એક સામાન્ય લક્ષણ છે. ગુણ દ્રવ્યના સહભાવી છે, એટલે નિત્ય છે, અને પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ-પર્યાય પ્રથમ સમયમાં હોય છે, તે બીજા સમયમાં હોતી નથી, માટે પર્યાય ક્રમવર્તી કહેવાય છે. જીવમાં જ્ઞાન-દર્શનાદિ તથા પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આદિ ગુણ છે. જે સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારે છે. જીવના સિદ્ધત્વાદિ સ્વભાવ, પર્યાય છે અને કેવળજ્ઞાનાદિ સ્વભાવ, ગુણ પર્યાય છે, આ પર્યાય જીવના અસાધારણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ અને અક્ષરૂલધુત્વાદિ સ્વભાવગુણ સર્વ દ્રવ્યોમાં હોય છે. અશ્રુફ લધુગુણનું પરિણમન, ષડગુણી હાનિ-વૃદ્ધિરૂપ છે. આ સ્વભાવ પર્યાય, બધા દ્રવ્યોમાં સંસારી જીવોને મતિજ્ઞાનાદિ, વિભાવગુણ અને નર નારકાદિ વિભાવ, પર્યાય હોય છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્ય છે. જે પરમાણુનું પરમાણુરૂપે રહેવું તથા વર્ણથી વણાંતર થવારૂપ સ્વભાવ પર્યાય છે તે પરમાણુમાં વર્ણાદિ, સ્વભાવગુણ છે. એક પરમાણુમાં જ્યારે, બે ત્રણ બીજા પરમાણુઓ મળે છે ત્યારે, તે સ્કંધરૂપે પરિણમે છે. જે સમયે તેને વિભાવ દ્રવ્યવ્યંજન, પર્યાય કહેવામાં આવે છે. જે એક પુલ પરમાણુમાં, વર્ણ ઇત્યિાદિ સ્વભાવ, ગુણ પર્યાય છે અને સ્કંધોમાં જે વર્ણ ઇત્યિાદિ છે, તે વિભાવ ગુણ પર્યાય છે. ધર્મ, અધર્મ, આકાશ તથા કાલમાં, સ્વભાવ ગુણ પર્યાય છે, કારણ કે આ દ્રવ્યો વિભાવરૂપે પરિણમતા નથી. આકાશને જે ધટાકાશ, મહાકાશ કહેવામાં આવે છે, તે ઉપચાર માત્ર છે. અંગે તો શુદ્ધ ગુણ પર્યાય સહિત, શુદ્ધ જીવ જ ઉપાદેય છે. જીવના વિશેષપણે ગુણ પર્યાય કહે છે કે :હે શિષ્ય ! તું આત્માને દ્રવ્ય જાણ, અને જ્ઞાન-દર્શનને, તેના ગુણ જાણ. ચાર ગતિના ભાવ તથા શરીરને કર્મજનિત વિભાવ, પર્યાય જાણ. શુદ્ધ નિશ્ચયયનથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળો આત્મા દ્રવ્ય છે. સવિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ દર્શન, આત્માના ગુણ છે. વિશેષપણે જાણવું તે જ્ઞાનસવિકલ્પ છે. અને સામાન્ય પણે જાણવું તે દર્શન-નિર્વિકલ્પ કહેવાય છે. તે જ્ઞાન આઠ પ્રકારે છે. તેમાં કેવળજ્ઞાન સંપૂર્ણ અખંડ તથા શુદ્ધ છે, બાકીનાં સાત જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ) ખંડિત તથા ક્ષયોપશમની અપેક્ષાએ અશુદ્ધ પણ છે. સાત જ્ઞાનમાંથી મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય એ ચાર સભ્યજ્ઞાન છે. તથા મિથ્યાત્વને લીધે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. ચાર દર્શનોમાં કેવલદર્શન શુદ્ધ, સંપૂર્ણ તથા અખંડ છે. ચક્ષુ, અચક્ષુ, અને કુઅવધિ, દર્શન એ ત્રણ દર્શન અસપૂર્ણ તથા અશુદ્ધ છે. ગુણ ત્રણ પ્રકારના હોય છે. - સાધારણ, અસાધારણ તથા સાધારણઅસાધારણ. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રદેશ૦, અગુરૂ લધુત્વાદિ ગુણ સાધારણ કહેવાય છે. કારણકે, આ ગુણો પ્રત્યેક દ્રવ્યોમાં હોય છે. જ્ઞાન,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy