SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ જ છે. (૮) ખરેખર દ્રવ્ય લોકપણે અને અલોકપણે વિશેષવાળું (ભેદવાળું) છે. કારણ કે નિજ નિજ (ભિન્ન) લક્ષણોનો સદ્ભાવ છે. (૯) ભાવ ભેદે ભિન્ન ઘાતિકર્મો = દ્રવ્ય ન ભાવ-એવા બે ભેદવાળાં ઘાતિક, દ્રવ્ય ઘાતિમકર્મોને ભાવ ઘાતિકર્મો. (૧૦) દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે અને અસ્તિત્વ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂ૫ છે. માટે કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય છે. (૧૧) દ્રવ્ય શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે : (૧) એક તો સામાન્ય વિશેષતા પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમકે - દ્રવ્ય ઉત્પાદ વ્યયધ્રૌવ્ય સ્વરૂપ છે. (૯) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે - દ્રવ્યાર્થિક નય અર્થાત સામાન્ય અંશગ્રાહી નય. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. (૧૨) વસ્તુ; તત્ત્વ; પદાર્થ. (૧૩) દ્રવ્ય શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે : (૧) એક તો સામાન્યવિશેષના પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે-દ્રવ્ય ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય સ્વરૂપ છે. (૨) બીજું. વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે; જેમકે-દ્રવ્યાર્થિક નય અર્થાત્ સામાન્ય અંશગ્રાહી નય. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. (૧૪) ઉત્પાદ-વ્યય-ધ્રુવ આદિ અનંત ધર્મોની એકતાથી થયેલું એકધર્મપણું તે દ્રવ્ય છે. (૧૫) (*) દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, (૯) નિત્યદ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે, (૯) દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયોરૂપે ભાવ્ય (થવા યોગ્ય, પરિણમવા યોગ્ય) છે, (૯) દ્રવ્ય સર્વદાભૂત પર્યાયરૂપે અભાવ્ય (નહિ થવા યોગ્ય) છે, (૯) દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે, (૯) દ્રવ્ય સદ્રવ્યથી સદા અશૂન્ય છે, (૯) કોઈક જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન અને કોઈકમાં સાંત જ્ઞાન છે, (૯) કોઈક જીવદ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં સાત અજ્ઞાન છે. આ બધું અન્યથા નહિ ઘટતું થયું, મોક્ષમાં જીવના સદ્ભાવને જાહેર કરે છે. (૧) જે સમ્યકત્વથી ચુત થવાનો ન હોય એવા સમ્યત્વી જીવને અનંત જ્ઞાન છે અને જે વ્યુત થવાનો હોય એવા સમ્યત્વી જીવને સાંત જ્ઞાન હોય છે. (૨) અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય જીવને સાત અજ્ઞાન છે. (૩) અન્યથા=અન્ય પ્રકારે; બીજી રીતે (મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો ઉક્ત આઠ ભાવો ઘટે જ નહિ-જો મોક્ષમાં જીવનો અભાવ જ ન થઈ જતો હોય તો, (૧) દરેક દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે- એ વાત કેમ ઘટે ? (૨) દરેક દ્રવ્ય નિત્ય રહીને તેમાં પર્યાયોનો નાશ થયા કરે છે-એ વાત કેમ ઘટે ? (૩-૬) દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાયે ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે અભાવ્ય, સર્વદા પરથી શુન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છે-એ વાતો કેમ ઘટે ? (૭) કોઈ જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન છે-એ વાત કેમ ઘટે ? અને (૮) કોઈક જીવદ્રવ્યમાં સાત અજ્ઞાન છે (અર્થાત્ જીવદ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાનપરિણામનો અંત આવે છે)-એવાત કેમ ઘટે ? માટે આઠ ભાવો દ્વારા મોક્ષમાં જીવની હયાતી સિદ્ધ થાય છે.) લોક દ્રવ્યોનો સૂમ છે. અને તે દ્રવ્ય છ મુખ્ય જાતિયોમાં વિભાજિત છે. ગણતરીમાં તેઓ અનંતાઅનંત છે. પરિણમન કરતા રહેવું, તેમનો સ્વભાવ છે. કેમ કે પરિણમન વિના આર્થીક-યા અને અર્થ ક્રિયાની વગર દ્રવ્યના લોપ (નાશ)નો પ્રસંગ આવે છે. જો કે દ્રવ્યમાં એક સમય એક જ પર્યાય રહે છે, પરંતુ જ્ઞાનમાં જોવાથી અનંતાગુણો અને તેમની ત્રિકાળી પર્યાયોનાં પિંડ જણાઇ આવે છે. દ્રવ્ય ગુણ અને પર્યાયમાં જો કે કથન અપેક્ષાથી ભેદ પ્રતીત થાય છે, પણ વાસ્તવમાં તેમનું સ્વરૂપ એક રસાત્મક છે. દ્રવ્યની આ ઉપર જણાવેલી વ્યવસ્થા સ્વતઃ સિદ્ધ છે. કોઇએ કરેલી (ફક્તક) નથી. દ્રવ્યમાં પ્રદેશભેદ ન હોવા છતાં નામભેદ, લક્ષણ ભેદ, સંખ્યા ભેદથી ગુણગુણી વચ્ચે ભેદ છે. ગુણીને ગુણી (દ્રવ્ય) કહેવો. ગુણને ગુણ કહેવો, એ નામ ભેદ છે. દ્રવ્યનું લક્ષણ- કે ગુણને ધારી રાખે, તે દ્રવ્ય. એમ દ્રવ્યલક્ષણ દ્રવ્યના આશ્રયે અને ગુણનું લક્ષણ ગુણના આશ્રયે, એમ લક્ષણભેદ છે. તથા ગુણી એક અને ગુણો અનેક એમ સંખ્યાભેદ છે. એમ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy