SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી કર્મ બાંધે અને સંસારમાં રઝળે. સ્વ-પરના એકપણાનો ભાવ તે અધ્યવસાય છે. અધ્યાત્મસ્થાનો વપરના એકપણાનો અધ્યાસ, એવાં જે પરિણામ, તે અધ્યાત્મસ્થાનો, અર્થાત્ અધ્યવસાય છે. વિશુદ્ધ ચેતન્ય-પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે, એવાં એ અધ્યાત્મસ્થાનો જીવને નથી. અધ્યાત્મસ્થાન, એટલે આત્માનાં સ્થાન નહીં. સ્વ પરની એક્તા બુદ્ધિના અધ્યવસાયને અધ્યાત્મસ્થાન કહ્યાં છે. તે અધ્યાત્મસ્થાનો, બધાંય જીવને નથી. ‘બધાંય” એમ કહ્યું છે ને ? એટલે સ્વપરની એકતા બુદ્ધિના જેટલા ભાવ છે, તે બધાય જીવને નથી. વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી, એટલે કે સ્વની એકતાનાં પરિણામથી. આ પર્યાયની વાત છે. સ્વની એકતાના પરિણામથી, સ્વ પરની એકતાના પરિણામ ભિન્ન છે. સમયસાર બંધ અધિકારના ૧૭૩મા કળશમાં આવે છે, કે – હું પર જીવની રક્ષા કરું, તેના પ્રાણનો નાશ કરું, તેને સુખ-દુઃખ આપું, એવો જે અધ્યવસાય-સ્વપરની એકતાબુદ્ધિ- છે, તે મિથ્યાત્વ છે. તેનો ભગવાને નિષેધ કરાવ્યો છે. તેથી હું અમૃતચંદ્રાચાર્ય એમ સમજુ છું, કે પર જેનો આશ્રય છે એવો સઘળો વ્યવહાર છોડાવ્યો છે. આચાર્યદેવ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે, તે બધાંય જિનભગવંતો એ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે. તેથી અમે એમ સમજીએ છીએ કે પરના આશ્રયે જેટલો કોઈ વ્યવહાર થાય છે, તે સઘળોય ભગવાને છોડાવ્યો છે. આ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિના જે વિકલ્પ છે, તે વ્યવહાર છે અને તે પરના આશ્રય સહિત છે. તેથી તે સઘળો ય છોડાવ્યો છે. તો પછી આ સપુરુષો એક સભ્ય નિશ્ચયને જ નિષ્ફપપણે અંગીકાર કરીને, શુદ્ધજ્ઞાન, ધન સ્વરૂપ નિજ મહિનામાં સ્થિરતા કેમ ધરતા નથી ? આચાર્ય કહે છે કે આ પ્રમાણે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, પંચમહાવ્રતોનો ભાવ કે વ્યવહાર રત્નત્રયનો ભાવ, તે સઘળોય ત્યાજ્ય છે. તો પછી સંતો એક નિજ શુદ્ધ ચૈતન્યમાં જ લીન, કેમ રહેતા નથી ? (નિજ ચૈતન્યમાં જ લીન રહેવું જોઈએ.). હું પરને જીવાડી શકું, તેના પ્રાણની રક્ષા કરી શકું, પરના પ્રાણ હરી શકું, અનુકૂળતા-પ્રતિકૂળતા આપી શકું, ભૂખ્યાને અનાજ અને તરસ્યાને પાણી પહોંચાડી દઉં તથા ગરીબોને પહેરવા કપડાં અને રહેવા મકાન દઈ દઉ ,વા જે બુદ્ધિ છે, તે બધીય એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાય છે, મિથ્યાત્વ છે. બાપુ ! હું પરને કાંઈ આપી શકે છે, એ વાત જ જુઠી છે. કોઈ પરનું કાંઈ કરી શકતો જ નથી. આ પ્રમાણે પર સાથે એકતાબુદ્ધિના ભાવ- અધ્યવસાય, તે બધાય નિજ ચૈતન્ય દ્રવ્યમાં ઢળેલા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી ભિન્ન છે. કારણ કે તેઓ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે. ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. તે એકનો આશ્રય લઈને, સ્વાશ્રયે જે પરિણામ થાય છે. તે વિશુદ્ધ ચૈતન્ય-પરિણામ છે. તે ચૈતન્ય પરિણામથી, આ મિથ્યા અધ્યવસાય સઘળાય ભિન્ન છે, જુદા છે. - ચૈતન્યનાં વિશુદ્ધ પરિણામ થાય, ત્યાં આ સ્વપરની એકતાબુદ્ધિના અધ્યવસાયભાવ રહેતા નથી, એમ અહીં કહેવું છે. તેથી અધ્યાત્મસ્થાનો, સઘળાય જીવને નથી, કેમકે તેઓ પુલ પરિણામમય હોવાથી, અનુભૂતિથી ભિન્ન છે. સ્વાનુભૂતિ થતાં, સ્વપરની એકતા બુદ્ધિનાં સઘળા પરિણામ, ભિન્ન પડી જાય છે, એટલે અભાવરૂપ થઈ જાય છે. આવી વાત પ્રશ્ન :- તમે તો (સ્વરૂપને) સમજવું, સમજવું, સમજવું, બસ એટલું જ કહ્યા કરો છો ? (બીજું કાંઈ કરવાનું તો કહેતા નથી.) ઉત્તર :- ભાઈ ! સ્વરૂપની સમજણ વિના જ, અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રીમદે પણ એજ કહ્યું છે ને કે : જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.” અહીં આ બોલમાં એક વિશેષતા છે. બીજા બધા બોલમાં સમુચ્ચય લીધું છે. જેમકે પ્રીતિરૂપ રાગ, છે તે બધોય જીવને નથી, કારણકે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી, અનુભૂતિથી ભિન્ન છે. આ બોલમાં, જે સ્વપરની એકતાબુદ્ધિના ભાવ- અધ્યવસાય કહ્યા, તે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy