SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ છે. (૬) શાસ્ત્રમો એક જ શબ્દનો કોઇ ઠેકાણે તો કોઇ અર્થ થાય છે, તથા કોઇ ઠેકાણે કોઇ અર્થ થાય છે, દર્શન શબ્દના પણ એક અર્થ થાય છે. (૯) મોક્ષશાસ્ત્ર અધ્યાય સૂત્ર ૧-૨માં મોક્ષ માર્ગ સંબંધી કથન કરતાં, સમ્યગ્દર્શન શબ્દ કહ્યો છે ત્યાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા છે. (૯) ઉપયોગના વર્ણનમાં દર્શન શબ્દનો અર્થ, વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે. અને (૯) ઇન્દ્રિયના વર્ણનમાં દર્શન શબ્દનો અર્થ, નેત્ર વડે દેખવા માત્ર છે. આ ત્રણ અર્થોમાંથી અહીં ચાલતા ઉપયોગ સૂત્રમાં, બીજો અર્થ લાગુ પડે છે. દર્શન ઉપયોગ-કોઇ પણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં, તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી હટીને, વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટ થાય છે તે દર્શન છે. તે ઉત્સુકતા ચેતનામાં જ થાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી, ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. દ્રવ્યસંગ્રહની ૪૩મી ગાથામાં, સામાન્ય શબ્દ વાપર્યો છે, તેનો અર્થ “આત્મા’ થાય છે. અને સામાન્ય ગ્રહણ એટલે ‘આત્મગ્રહણ', આત્મગ્રહણ, તે દર્શન છે. દર્શન ઉપયોગ અને શાન ઉપયોગ જીવોને જે જ્ઞાન થાય છે, તે નિયમથી દર્શન પછી થાય છે, અર્થાત્ દર્શન ઉપયોગપૂર્વક થાય છે, અને તે જ્ઞાન, વસ્તુઓની વિશેષતાને જાણે છે. હે જીવ! તે જ્ઞાનને તું સંશય, વિમોહ અને વિભ્રમરહિત જાણ. પદાર્થને જે સામાન્યપણે ગ્રહણ કરે પણ વિશેષરૂપે ગ્રહણ ન કરે, તે દર્શન ઉપયોગ છે. તથા જે વસ્તુને ભેદ, આકાર, નામાદિ રૂપે જાણે, તે જ્ઞાનોપયોગ છે. આ પ્રમાણે દર્શન જ્ઞાનનું સ્વરૂપ છે. શુદ્ધાત્મ ભાવનાના વ્યાખ્યાનના અવસરે, વ્યવહાર સમ્યજ્ઞાનની વાત અત્રે અપ્રસ્તુત છે. તોપણ પ્રથવ અવસ્થામાં પ્રસંશનીય છે, એમ ભગવાને કહ્યું છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ તથા કેવલના ભેદથી, દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. ભવ્યજીવને માનસ નિર્વિકત અચક્ષુદર્શન દર્શનમોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમ થવાથી, શુદ્ધાત્માનું રુચિરૂપ વીતરાગ સમ્યકત્વ થાય ૪૩૫ છે- ત્યારે હોય છે. અર્થાત્ સ્વાનુભૂતિ સમયે, જેમ સમ્યગ્દષ્ટિ જીવોને માનસ અચક્ષુદર્શન હોય છે, તેમ શુદ્ધાત્માનુભૂતિમાં, સ્થિરતારૂપ વીતરાગ ચારિત્ર થાય છે, તે સમયે પૂવેકિત સત્તા અવલોકન રૂપ મનસંબંધી નિર્વિકલ્પ દર્શને નિશ્ચય પારિત્રના બળથી, નિર્વિકલ્પ નિજ શુદ્ધાત્માનુભૂતિના ધ્યાનથી, સહકારી કારણ થાય છે. માટે વ્યવહાર સમ્યગ્દર્શન અને વ્યવહાર સમ્યજ્ઞાન, ભવ્યાત્માઓને હોય છે પણ અભવ્ય જીવોને નહિ, કારણકે તેઓ મુકિતના અપાત્ર છે, જે મોક્ષના પાત્ર છે, તેને જ વ્યવહાર રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર રત્નત્રય પરંપરાએ મુકિતનું કારણ છે અને નિશ્ચય રત્નત્રય સાક્ષાત્ મુકિતનું કારણ છે. (૨) દર્શન ઉપયોગ સામાન્ય છે અને જ્ઞાન ઉપયોગ વિશેષ છે. સામાન્ય એટલે ભેદ પાડ્યા વગર જ્ઞાન થયા પહેલાં, પર વિષયથી ખાલી, એકલો આત્મવ્યાપાર, તે દર્શનઉપયોગ અને દરેક વસ્તુને ભિન્ન ભિન્ન પણે, રાગના વિકલ્પ વગર જાણવું, તે જ્ઞાન ઉપયોગ. દર્શન અને ધન વચ્ચે ભેદ :અંતર્મુખ ચિત્તપ્રકાશને, જ્ઞાન કહેવામાં આવે છે. સામાન્ય- વિશેષાત્મક બાહય પદાર્થને ગ્રહણ કરવાનું, દર્શન છે. દર્શન ક્યારે ઊત્પન્ન થાય છે? :છદમસ્થ જીવોને, જ્ઞાન પહેલા અને કેવળ જ્ઞાનીઓને, જ્ઞાનની સાથેસાથે જ દર્શન (ઉપયોગી થાય છે. દર્શન ચેતના જે પદાર્થો ને નિરાકાર રૂપે સામાન્ય પણે દેખે, તેને દર્શન ચેતના કહીએ. (૨) જેમાં પદાર્થોનો ભેદ રહિત સામાનય પ્રતિભાસ (અવલોકન)થાય, તેને દર્શન ચેતના કહે છે. ટર્શન ચેતનાના ચાર ભેદ છેઃ ચક્ષુ દર્શન, અક્ષિ દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. (૩) જે પદાર્થો ને નિરાકાર રૂપે, સામાન્ય પણે દેખે, તેને દર્શન ચેતના કહી એ. દર્શન શાન સામાન્ય સ્વરૂપ દર્શન જ્ઞાન સામાન્ય અર્થાત્ ચેતના જેનું સ્વરૂપ છે એવો. દર્શન શાન સામાન્ય સ્વરૂપ :ચેતાના જેવું સ્વરૂપ છે, એવો. દર્શન પરિષહ પરમાર્થ પ્રાપ્ત થવા વિષે, કોઇપણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું–થવું,–તેને દર્શન પરિષહ કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, પણ જો ધીરજથી તે વેદાય, તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy