SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ થાય અર્થાત્ સંસારની સ્ત્રી માત્રને મન-વચન-કાયાથી ત્યાગે. પણ એવો ત્યાગ તો કેવળ એક મુનિ મહારાજ જ કરી શકે છે. શ્રાવક તો એક દેશ ત્યાગ કરી શકે છે, અર્થાત્ પોતાની સ્ત્રીમાં સંતોષ રાખીને, પોતાની સ્ત્રી સિવાય બાકીની સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા, બહેન કે પુત્રી સમાન જ જાણે છે – એ જ એકદેશ બ્રહ્મચર્યનું પાલન છે. આ રીતે આ દશ ધર્મોનું વર્ણન કર્યું. તે ધર્મોનું પાલન કરવું તે પ્રત્યેક પ્રાણીનું, મુખ્ય કર્તવ્ય છે, કારણ કે આ જ દશા, ધર્મ મોક્ષ માર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. દશબોલ વિચ્છેદ :શ્રી જમ્બુસ્વામીના નિર્વાણ પછી, નીચે પ્રમાણે દસ વસ્તુઓ વિચ્છેદ થઇ (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, (૬) ઉપહમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણસંયમ-પરિહારવિશુદ્ધ સંયમ, સૂક્ષ્મ સાંપરાય, યથાખ્યાત ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મોક્ષગમન (પ્રવચન સારો દ્વારા) દશમદ્વાર :બ્રહ્મરંધ્ર; તાળવું. દશાણધર્મ ઉત્તમ ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ-તપ-ત્યાગઆકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ ધર્મો છે. (૧) ક્ષમા=નિંદા, ગાળ,હાસ્ય,અનાદર, માર, શરીરનો ઘાત વગેરે થતાં અથવા તો તે પ્રસંગ નજીક આવતાં દેખીને ભાવોમાં મલિનતા ન થવી તે ક્ષમા છે. (૨) માર્દવ=ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ રૂપ, ઉત્તમ જ્ઞાન, ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, ઉત્કૃષ્ટ શક્તિ, ઉત્તમ તપ અને ઉત્તમ લાભ વગેરે આઠ પ્રકારના મદના આવેશથી થતા અભિમાનનો અભાવ તે માર્દવ છે, અથવા પરદ્રવ્યનું હું કરી શકું એવી માન્યતારૂપ અહંકારભાવને જડમૂળથી ઉખેડી નાખવો તે માર્દવ છે. (૩) આર્જવ= માયા-કપટથી રહિતપણું, સરળતા, સીધાપણું તે આર્જવ છે. (૪) શૌચ=લોભથી ઉત્કૃષ્ટપણે ઉપરામ પામવું-નિવૃત્ત થવું તે શૌચ અર્થાત્ પવિત્રતા છે. (૫) સત્ય=સત્ જીવોમાં-પ્રશંસનીય જીવોમાં સાધુવચન (સરળ વચન) બોલવાનો ભાવ તે સત્ય છે. ૪૩૧ (૬) સંયમ=સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રાણીઓને પીડા કરવાનો ત્યાગ છે તે સંયમ છે. (૭) તપ=ભાવકર્મના નાશ માટે પોતાની શુદ્ધતાનું પ્રતપન તે તપ છે. (૮) ત્યાગ=સંયમી જીવોને યોગ્ય જ્ઞાનાદિક દેવાં તે ત્યાગ છે. (૯) આર્કિચન્ય=વિદ્યમાન શરીરમાં પણ સંસ્કારના ત્યાગ માટે આ મારું છે એવા અનુરાગની નિવૃત્તિ તે આર્કિચન્ય છે. આત્મસ્વરૂપથી ભિન્ન એવા શરીરાદિકમાં કે રાગાદિકમાં મમત્વરૂપ પરિણામોનો અભાવ તે આકિંચન્ય છે. (૧૦) બ્રહ્મચર્ય=સ્ત્રી માત્રનો ત્યાગ કરી પોતાના આત્મસ્વરૂપમાં લીન રહેવું તે બ્રહ્મચર્ય છે, પૂર્વે ભોગવેલા સ્ત્રીઓના ભોગનું સ્મરણ તથા તેની કથા સાંભળવાના ત્યાગથી તથા સ્ત્રીઓ પાસે બેસવાનું છોડવાથી અને સ્વચ્છંદ પ્રવર્તન રોકવા માટે ગુરુકુળમાં રહેવાથી બ્રહ્મચર્ય પરિપૂર્ણ પળાય છે. આ દશે બોલવામાં ઉત્તમ શબ્દ લગાડતાં ઉત્તમ ક્ષમા વગેરે દશ ધર્મ થાય છે. ઉત્તમ કહેતાં સમ્યગ્દર્શન સહિત એમ સમજવું. સમ્યગ્દર્શન વગર ઉત્તમક્ષમા વગેરે ધર્મો હોતાં નથી. એટલે ઉત્તમ ક્ષમાદિ આ દશ ધર્મો શુભરાગરૂપ ન સમજવા પણ કપાયરહિત શુદ્ધ ભાવરૂપ સમજવા. દશા :સ્થિતિ, હાલત, અવસ્થા, સ્વરૂપ, સ્વભાવ (૨) પર્યાય, હાલત, અવસ્થા તે સર્વના એક જ અર્થ છે. દશા કર્યા વિના :વિભાવ થયા વિના. દશિ :દર્શન. (૨) દર્શનક્રિયા; સામાન્ય અવલોકન. (૩) દર્શન; દેખવાની ક્રિયા; દર્શક :દેખનારો, શ્રદ્ધનારો. (૨) આત્મા દર્શનશકિતથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે. દર્શન :માન્યતા. (૨) આત્માની યથાતથ્ય પ્રતીતિ તે દર્શન. (૩) જગતના કોઈપણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થયું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝબકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ દર્શન. વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy