SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. મોહ-રાગ-દ્વેષનો વ્યય થતાં અંદર પૂર્ણ જ્ઞાનની-કેવળ જ્ઞાનની દશા પ્રાપ્ત થાય છે. અંદર ધવ-ધુવ-ધ્રુવ જ્ઞાનજયોતિ સ્વરૂપ પોતે છે તેના આશ્રમમાં રહેતાં મોહ-રાગ-દ્વેષનો નાશ થઇ આ જ્ઞાન પ્રગટ થાય છે. એમ આ વાત છે. ત્રીધા ત્રણ પ્રકારે ત્રીન્દ્રિયજીવો:જૂ, કુંભી, માકડ, કીડી અને વીંછી વગેરે જંતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે ત્રીન્દ્રિય જીવો છે. સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય અને ધ્રાણેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઈન્દ્રિયોના આવરણનો ઉદય તેમજ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (જી વગેરે) જીવો મનરહિત ત્રીન્દ્રિય જીવો છે. (૨) સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય અને ધ્રાણેદ્રિયના આવરણના શ્રયોપશમને લીધે તથા બાકીની ઈન્દ્રિયોના આવરણનો ઉદય તેમજ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ અને ગંધને જાણનારા જૂ, કુંભી, માકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ મનરહિત ત્રીદ્રિય જીવો છે. નૈલોક્યપ્રકાશક: સર્વ આવરણ દૂર થયાં હોવાથી, ભગવાનને ત્રણે લોકનું અને ત્રણે કાળનું જ્ઞાન છે. તેથી કૈલોકયપ્રકાશક છે. ત્રેવડ શકિત (૨) ગુંજાશ, શકિત, પહોંચ, કરકસર, તજ વીજ, ગોઠવણ, વ્યવસ્થા ત્રેવડી :ત્રણ અંશવાળી. થઠા હોવાથી થંભાવ:થોભવું; અટકી પડવું; રોકાઈ જવું; આધારને લીધે ટકી રહેવું. થયો થકો રહી રહ્યો થરથરાટ ધ્રૂજારી થલ:ભૂમિ થવું:ઉપજવું થાપણ અષા વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઇન્કાર જવું તે. ૪૨૯ થોડી થોડી રિદ્ધિ :જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી એ સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે તેવી રીતે પ્રાસ્પદવીસ્થિતિ જ્ઞાની જીવ ભેદરત્નત્રય વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે. એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. પરમાર્થ એમ છે કે ભેદરત્નત્રયવાળા જ્ઞાની જીવને શુદ્ધ ભાવોની સાથે જે શુદ્ધાત્મ સ્વરૂપનું આંશિક આલંબન વર્તતુ હોય છે તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો, શુદ્ધાત્મસ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભભાવોને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કહેવું છે તો માત્ર ઉપચારકથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિત સાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભભાવોમાં આવી શકે છે કે જે જીવને શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન (શુદ્ધાત્મસ્વરૂપનું પયોચિત આલંબન) પ્રગટ કર્યું હોય. થોથું નકામું લાગતું મોટું પુસ્તક; બુઠું બાણ, સડેલી વસ્તુ. થોથેથોથાં નકામું. થોથાં નકામાં લાગતાં પુસ્તકો. થોય સ્તુતિ દધુ બળી; હલકી; શાપિત. (દગ્ધ એ તિરસ્કારવાચક શબ્દ છે.) (૨) સળગી ગયેલું; માનસિક સંતાપ પામેલું. (૩) બળી રહેલાં (૪) બળી, હલકી, શાપિત ઇન્દ્રિયોના વિષયોમાં-પદાર્થોમાં, આ સારા ને આ નરસા એવું દ્વત નથી, છતાં ત્યાં પણ મોહાચ્છાદિત જીવ સારા-નરસારૂપ દ્વત, ઊભું કરે છે. ધન :દીધેલું લેવું તે. (૨) દાન, બક્ષિસ દપ :બળવા યોગ્ય પદાર્થ. દુભાય :દુઃખી થાય દમ :ઇન્દ્રિયોને દબાવવી તે દમન ઇન્દ્રિયોને વિષયોમાં જતી રોકવી. સમ્યદર્શન વિના દમન થાય, પણ જીતાય નહીં. દરવું :ત્રાસ આપવો, દુઃખી કરવું, દુઃખ આપવું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy