SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ (વસ્તુ) નો નાશ થઈ જશે. (૨) અને પૂર્ણ નિર્મળ અવસ્થાની પ્રાપ્તિ, તે | તીર્થફળ છે. તીરમાર્ગ :કાંઠાનો માર્ગ, ભવ અંતનો ઉપાય, મોક્ષમાર્ગ તીવ્ર કષાય (૧) પોતાની પ્રશંસા કરવી, (૨) પૂજ્ય પુરૂષોમાં દોષ જોવાનો સ્વભાવ, (૩) લાંબા સમય સુધી વેર બાંધી રાખવું આ સર્વે તીવ્ર કહ્યોના ચિન્હો છે. તીવ્ર શાન દશા જે દશામાં જ્ઞાન અતિશય આત્મનિષ્ઠા હોય તીવ્ર અછતા :તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમ, મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. (૨) ક્ષણેક્ષણે સંસારથી છૂટવાની ભાવના તીજ્ઞાન દશા સર્વવિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈપણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. આત્મસિદ્ધિ ગાથા ૧૧૩ તીવ્રભાવું અત્યંત વધેલા ક્રોધાધિ દ્વારા જે તીવ્રરૂપ ભાવ થાય છે, તે તીવ્રભાવ છે. તેર પ્રકારનું ચારિત્ર:પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુમિ. તેરમાં ગુણસ્થાન તેરમાં ગુણ સ્થાને જીવ સયોગી કેવળી, જિન, વીતરાગ. સર્વજ્ઞ ભગવાન થાય છે. ત્યાં અનંત ચતુષ્ટય પૂર્ણપણે પ્રગટ થાય છે. તેમાં ગુણસ્થાને, આત્માની પૂર્ણ, શુદ્ધ, પવિત્ર, કેવળજ્ઞાન દશા પ્રગટ થાય છે. ભવના બીજનો નાશ થાય છે. ચાર ધાતકર્મ (જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહનીય અને અંતરાય)નો ક્ષય થાય છે. અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતસુખ અને અનંત વીર્ય)ની હીનતામાં, ચાર ધાતકર્મ નિમિત્ત છે. પોતે ઉંધો પરિણમે તો તે નિમિત્ત કહેવાય છે. જે કર્મો ધનધાતી છે અને આત્મા જ્ઞાનધન છે. ત્યાં અધાતી ચાર કર્મ (વેદનીય, આયુ, નામ અને ગોત્ર), બળેલી દોરડી જેવાં બાકી રહ્યાં છે, પણ તે સ્વરૂપને વિનરૂપ નથી. ૪૨૪ આ તેરમી ભૂમિકામાં આત્માની પૂર્ણ શાંતિ સમાધિ (બેહદ સુખદશા), પરમાવગાઢ સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. જેને ગુણસ્થાને સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ પૂર્ણ વિતરાગ હોવા છતાં યોગનું કંપન હોવાથી, એક સમય માત્રનો કર્મનો આસવ થાય છે, અને તે જ સમયે ખરી જાય છે. જેમાં ભૂમિકા પ્રાપ્ત થતાં, આ જડ દેહના રજકણો અતિ ઉજ્જવલ સ્ફટિક જેવા સ્વચ્છ થઇ જાય છે, અને જમીનથી પાંચ હજાર ધનુષ ઉચે સહજપણે (ઇચ્છા વગર) દેહનું વિચરવું થાય છે. તીર્થકર નામ કર્મની ઉત્કૃષ્ટ પુણ્યકૃતિનો યોગ હોય, તો ઇન્દ્રો વડે સમયસરણ (ધર્મસભા)ની અલૌકિક, આશ્રચર્યકારક રચના થાય છે. ત્યાં ગંધકુટી, રત્નજડિત સિંહાસન, અશોકવૃક્ષ, માનસ્તંભ આદિ ઘણા પ્રકારની અતિ સુંદર રચના થાય છે. ઇન્દ્રો ભગવાનની ભકિત કરે છે. લાયક જીવોને અતિ ઉપકારી નિમિત્તે એવો દિવ્યવાણીનો ધ્વનિ (ઑકાર) છૂટે છે. આવા સાક્ષાત્ પ્રભુ વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. તેરમું વ્રત-સાઉલ્લેખના મરણ સમયે આત્મસમાધિ અને શાંતભાવ સહિત પ્રાણ છૂટે એવી ભાવના કરવી તે સલ્લેખના કે સમાધિમરણવ્રત છે. જ્ઞાની શ્રાવક પોતાના ધર્માત્મા મિત્રોનું વચન લઈ લે છે કે પરસ્પર સમાધિ મરણ કરાવવું. આ તેર વ્રતોને દોષરહિત પાળવા માટે તેના પાંચ પાંચ અતિચાર પ્રસિદ્ધ છે. તેને દૂર કરવા એ શ્રાવકનું કર્તવ્ય છે. તેમાં જ એક પરાયણપણે નમસ્કાર કરવા યોગ્ય પદાર્થમાં; ભાવમાં; ભાવ્યમાં (માત્ર ભાવ્યમાં જ પરાયણ-એકાગ્ર-લીન થવું તે ભાવ નમસ્કારનું લક્ષણ છે.) તોષ :ખુશી (૨) સંતોષ (૩) સંતોષ, રાગ કરવો. (૪) ખુશ થવું, ખુશી થવું તોલ :નિશ્ચય-માપ. તંતહારક :ભવ પરંપરાનો અંત કરનાર ત્રણ ઈદ્રિય જીવ સ્પર્શ-રસ-ગંધ જેને હોય, તે જીવ-કીડી વગેરે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy