SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદર્શન, છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી, (તે અધ્યવસાન) અચારિત્ર છે. (૩) પોતાના અને પરના એકપણાની, માન્યાપૂર્વક પરિણમન. (૪) મિથ્યાત્વ રાગાદિરૂપ ભાવકર્મ; પરદ્રવ્યમાં અહંકાર-મમકાર. (૫) મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ. (૬) તાદામ્ય; તદ્રુપતા. (૭) કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ; રાગમાં એકતા બુદ્ધિ. (૮) મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ; વિભાવ; રાગદ્વેષ વડે મેલું જે વિભાવ પરિણામ; રાગથી લાભ થાય એવો મિથ્યા અભિપ્રાય તે અધ્યવસાન છે. (૯) શુભાશુભ ભાવ. (૧૦) કર્મના ઉદયની પ્રવૃત્તિ રૂપ. (૧૧) માન્યતા, વિપરીત માન્યતા. (૧૨) પોતાના અને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન. (૧૩) તાદાત્મ્ય; તદ્રુપતા; આસક્તિ; અભિપ્રાય. (૧૪) અધ્યવસાન ત્રણ પ્રકારનાં છે; અજ્ઞાનરૂપ; મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ. (૧૫) શુભાશુભ ભાવના વિકલ્પો. તે બધાં પુદ્ગલ દ્રવ્યના પરિણામથી રચાયેલાં છે. (૧૬) કર્મના નિમિત્તને આધીન થવાથી જે ભાવ થાય તે અધ્યવસાન કહેવાય છે. આત્મા એકલો જ્ઞાતા છે તેને ભૂલીને કર્મના નિમિત્તે થતા પુણ્ય-પાપના ભાવ થાય તેમાં એકત્વબુદ્ધિથી માને છે કે આ અધ્યવસાન છે તે જ હું છું. એમ કર્મના નિમિત્તને આધીન થવાથી જે અધ્યવસાન થાય તેને આત્મા માનનારા અને તે અધ્યવસાન મને મદદ કરશે એમ માનનારા મૂઢ છે. અધ્યવસાન પુણ્ય-પાષ ભાવોમાં એકત્વ બુદ્ધિ :પુણ્ય-પાપ ભાવોમાં એકત્વ બુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે જ એક બંધનું કારણ છે. અધ્યવસાય :વૃત્તિઓ (૨) આય; માન્યતા; જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય, (સ્વરપરના એકત્વના અભિપ્રાય સહિત હોય), અથવા વૈભાવિક હોય, તે પરિણામો મોટે અધ્યવસાય શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય, (મિથ્યા) અભિપ્રાય એવા અર્થમાં પણ, એ શબ્દ વપરાય છે. (૩) પર વસ્તુ પ્રત્યેની, એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ. (૪) મિથ્યાત્વરાગાદિરૂપ ભાવ કર્મ. (૫) અજ્ઞાન; ઊંધો અભિપ્રાય; મિથ્યા અભિપ્રાય. (૬) નિશ્ચય; ઠરાવ; મનોવૃત્તિ; મનનું વલણ; પ્રયત્ન; મહેનત; કોશિશ; ધંધો; ઉદ્યમ. ૪૨ (૭) કષાયભાવ; કષાયના જે પ્રકારથી કર્મોના બંધમાં ફલદાન શક્તિની તીવ્રતા આવે છે તેને અનુભાવબંધ સ્થાન કહેવામાં આવે છે. (૮) પરમાં પોતાપણાની એક્ત્વની એકત્વબુદ્ધિ તેને અધ્યવસાય કહે છે. (૯) બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ આ આઠેય શબ્દો એકાર્થ જ છે. નામ જુદા છે પણ અર્થ એક જ છે. જેવો અધ્યવસાય શબ્દનો અર્થ છે તેવો જ આ બધા શબ્દનો અર્થ છે. આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી યાં તે બધાંય ચેતન આત્માનાં પરિણામ છે. જ્યાં સુધી સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરનાં એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિઆદિ આઠ નામોથી કહેવામાં આવે છે. (૧૦) પર વસ્તુનું એકત્વ બુદ્ધિ. (૧૧) સંકલ્પ વિકલ્પ; બહારની ઉપાધિ એ જ અધ્યવસાય, અધ્યવસાયનો ક્ષય જ્ઞાનથી થાય. (૧૨) પ્રયત્ન; મહેનત; નિશ્ચય; ખંત. (૧૩) લેશ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. (૧૪) સમજવું; અવભાસ; અવબોધ. (૧૫) સમજણ,; અવભાસ; અવબોધ. અધ્યવસાયવિશેષો :મિથ્યાત્વરાગાદિરૂપ ભાવકર્મો અને દ્રવ્ય કર્મોં. અધ્યવસાયો :મિથ્યાત્વ રાગાદિરૂપ ભાવકર્મો. અધ્યવસાયો :મિથ્યાત્વાદિરૂપ ભવકર્મો. અધ્યવસાનાદિ ભાવો ઃપુણ્ય-પાપના ભાવો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભ ભાવો અને કામ, ક્રોધાદિ અશુભભાવો ઉત્પન્ન કરનારું કર્મ તે સઘળા અધ્યવસનાદિ ભાવો છે. અધ્યવસિત જણાવું; મનાવું, સમજવું; ભાસવું. અધ્યવસિત થાય છે સમજાય છે; ભાસે છે. (૨) જણાય છે; મનાય છે; નિશ્ચિત થાય છે; અધ્યવસિતિ :એકની બીજામાં માન્યતાપૂર્વક પરિણતિ- ખોટો નિશ્ચય થયો તેને અધ્યવસિતિ કહેવાય છે; અને તે જ- જેને અધ્યવસાય કહ્યો છે તે જ બોધન માત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાય માત્રપણાથી વ્યવસાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy