SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુનું યથાર્થ સ્વરૂપ (૨૦) વસ્તુનું સાચું સ્વરૂપ, તે તત્ત્વ છે. જે વસ્તુ જેવી છે, તેનો જે ભાવ, તે જ તત્ત્વ છે. (૨૧) વસ્તુસ્વરૂપ (૨૨) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વ છે. મિથ્યાદષ્ટિ જીવ આ સાત તત્ત્વોની કેવી કેવી ભૂલ કરે છે તે નીચે મુજબ છે. (૧) જીવ તત્ત્વની ભૂલ જીવ તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, તેને અજ્ઞાનવશ જીવ જાણતો નથી. અને જે શરીરી છે કે, હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું એમ માને છે. તથા શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય છે, બાહ્ય અનુકૂળ સંયોગથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંયોગથી દુઃખી, હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર એમ માને છે, શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિ કિયાઓમાં નિજત્વ માને છે, એમ માનવું તે જીવતત્ત્વની ભૂલ છે. (૨) અજીવતત્ત્વની ભૂલ મિથ્યા અભિપ્રાયવશ જીવ એમ માને છે કે, શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઇશ. ધન, શરીર ઇત્યાદિ જડ પદાર્થોમાં પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને ભાવ આવ્યો, શરીરને ભૂખ, તરસરૂપ અવસ્થા થતાં મને ભૂખ, તરસ લાગી છે એમ માનવું, શરીર કપાઇ જતાં હું કપાઇ ગયો ઇત્યાદિરૂપ અજીવની અવસ્થાને, અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે. આ અજીવતત્ત્વની ભૂલ છે, કેમ કે અજીવને જીવ માની લીધો. આસ્રવતત્ત્વની ભૂલ મિથ્યાત્વ, રાગ-દ્વેષ, શુભાશુભભાવ આસ્રવ છે, તે ભાવ આત્માને પ્રગટપણે, દુઃખ દેવાવાળા છે. પરંતુ મિથ્યાષ્ટિ જીવ, ૪૧૨ તેમને હિતરૂપ જાણીને, નિરંતર તેમનું સેવન કરે છે. તે આસ્રવતત્ત્વની ભૂલ છે. (૪) બંધતત્ત્વની ભૂલ જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી - બન્ને બંધનકારક છે. તેવી જ રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે. પરંતુ મિથ્યાષ્ટિ જીવ એમ ન માનતાં, પુણ્યનું ભલું-હિતકારી માને છે. તત્ત્વદષ્ટિથી તો પુણ્ય-પાપ બન્ને અહિતકર જ છે. પરંતુ અજ્ઞાની તેમ માનતો નથી, તે બંધ તત્ત્વની ભૂલ છે. (૫) સંવરતત્ત્વની ભૂલ નિશ્ચય સગ્યદર્શન-જ્ઞાન-ચારિત્ર, જીવને હિતકારી છે. પણ મિથ્યાષ્ટિજીવ તેમને કષ્ટદાયક માને છે, તે સંવરતત્ત્વની ભૂલ છે. (૬) નિર્જરાતત્ત્વની ભૂલ આત્મામાં એકાગ્ર થઇને શુભ અને અશુભ બન્ને પ્રકારની ઇચ્છા રોકવાથી, જે નિજ આત્માની શુદ્ધિનું પ્રતપન થવું, તે તપ છે. અને તે તપથી નિર્જરા થાય છે. એવું તપ સુખદાયક છે. પરંતુ અજ્ઞાની, તેને કલેશ દાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શકિતઓને ભૂલીને, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનીને, તેમાં જ પ્રીતિ કરે છે, તે નિર્જરાતત્ત્વની ભૂલ છે. (૭) મોક્ષતત્ત્વની ભૂલ આત્મની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું, તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે- પૂર્ણ સ્વાધીન નિરાકુળ સુખ છે. પરંતુ અજ્ઞાની એમ ન માનતાં, શરીરમાં મોજશોખમાં જ સુખ માને છે. મોક્ષમાં દેહ, ઇન્દ્રિયો, ખાવું, પીવું મિત્રાદિ કંઇપણ હોતું નથી. માટે અતિન્દ્રિય મોક્ષસુખ અજ્ઞાની માનતો નથી. તે મોક્ષતત્ત્વની ભૂલ છે. આ રીતે સાત તત્ત્વોની ભૂલથી અજ્ઞાની જીવ અનંતકાળથી સંસારમાં અટકી રહ્યો છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy