SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવું. આ પૃથ્વીઓના રૂઢિગત નામ ૧. ધમ્મા, ૨. વંશા, ૩. મેઘા, ૪. અંજના, ૫. અરિષ્ટા, ૬. મઘવી અને ૭. માધવી છે. અંદર પડતા :સમાઈ જતા. અદર્શન :નહિ જોવામાં આવવું, તે. અદ્રિ પર્વત. અદ્વૈત ઃવસ્તુપણે સ્વભાવથી એક. (૨) અમિલિત; એક. (૩) એક જ વસ્તુ; એક આત્મા કે બ્રહ્મ વિના જગતમાં બીજું કંઈ નથી એવી માન્યતા. અદ્વૈત પ્રવર્તે છે : પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવો પંચ પરમેષ્ઠી ભગવંતોનો અને આરાધક એવો પોતાનો ભેદ વિલય પામે છે. આ રીતે નમસ્કારમાં અદ્વૈત પ્રવર્તે છે. જો કે નમસ્કારમાં (a) પ્રણામ અને (b) વંદનોચ્ચાર બન્ને સમાતાં હોવાથી તેમાં દ્વૈત (બેપણું) કહ્યું છે તો પણ તીવ્ર ભક્તિભાવથી સ્વપરનો ભેદ વિલીન થઈ જવાની અપેક્ષાએ તેમાં અદ્વૈત પ્રવર્તે છે. અદ્વૈત બ્રહ્મ જીવ અને ઈશ્વરની એકરૂપતા-અનન્યતા; જડ-ચેતન સર્વ કાંઈ બ્રહ્માત્મક છે એવો ખ્યાલ; જીવ અને બ્રહ્મની જ્યાં એકાત્મકતા છે તેવું પરમપદ; જીવ-બ્રહ્મની અનન્યતા. અભેદમાર્ગ; બ્રહ્મ અને માયાની એકરૂપતા. (૨) એક જ આત્મા-બ્રહ્મ. અદ્વૈતમાં દ્વૈત પ્રવર્તાવતો :ઈંદ્રિયવિષયોમાં આ સારા ને આ નરસા, એવું જૈત નથી; છતાં ત્યાં પણ મોહાચ્છાદિત જીવ સારા નરસારૂપ દ્વૈત ઊભું કરે છે. અદ્વૈતવાત :એકાંત સંગ્રહનયથી અદ્વૈતવાદ ઉત્પન્ન થયો છે. અદ્રીસમય કાલનો નાનામાં નાનો અંશ; વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્તરૂપ એક દ્રવ્ય. અદ્વિતીય : અજોડ; અનન્ય. (૨) જેમાં બીજું નથી તેવું; અનન્ય; અજોડ; અપ્રતિમ; અનુપમ; અદ્ભુત; વિલક્ષણ; અસાધારણ; અસામાન્ય. (૩) એની સાથે કોઈની ઉપમા કે તુલના ન થાય. (૪) સર્વશ્રેષ્ઠ અદૃશ્ય :અલોપ. અંદેશો ઃસંદેહ; વહેમ; શંકા; સંશય; કલ્પના; વિચાર. ગેરસમજ. અદિશ માત્રથી કથન માત્રથી અદીન ઃદીન-રાંકડું નહિ તેવું; તવંગર; તેજસ્વી; ઠસ્સાદાર; પૈસાદાર. અદીનપણે :પુરુષાર્થ પારાયણ રહીને. અંધ :વિવેક રહિત. અક્ષ હરે :પાપને હરનાર. ४० અધઃકરણ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના એક એક કરતાં વિશેષ નિર્મળ પરિણામ, તે દર્શનમોહ અને ચારિત્રમોહનું બળ ઘટાડી, સમ્યક્ત્વ કે શ્રેણીને યોગ્ય જીવને બનાવે છે. તેની અસર કર્મો ઉપર કેવી થાય છે તેનું બહુ સૂક્ષ્મ વર્ણન શાસ્ત્રોમાં છે, તેના સારરૂપઃ-પહેલાં અંતર્મુહૂર્ત કાળ સુધી અધઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય, ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે, (૧) સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા હોય. (૨) એક એક સૂક્ષ્મ અંતર્મુહૂર્ત નવા બંધની સ્થિતિ ઘટતી જાય, તે સ્થિતિબંધ-અપસરણ આવશ્યક થાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃત્તિઓનો રસ અનંતગુણો વધે, અને (૪) સમયે સમયે અપ્રશસ્ય પ્રકૃત્તિઓનો અનુભાગ (રસ) બંધ અનંતમાં ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય છે. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકણ ચારિત્રમોહનીય ૧૧ પ્રકૃતિઓના ઉપશમ તથા ક્ષય થવામાં અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ પરિણામ નિમિત્ત કારણ છે. (૧) અધઃકરણ પરિણામ=જે કરણમાં (પરિણામસમૂહમાં) ઉપરિતન સમયવર્તી તથા અધસ્તન સમયવર્તી જીવોના પરિણામ સદશ અને વિસદશ હોય તેને અધઃકરણ કહે છે. તે અધઃકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે. (૨) અપૂર્વકરણ પરિણામ-જે કરણમાં (પરિણામસમૂહ) માં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા જાય અર્થાત્ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદશ જ દોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ પણ હોય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy