SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમુક્ત દશા સહજાત્મસ્વરૂપસ્થિતિ; સાક્ષાત્ મોક્ષદશા. જીવન્મુક્તિ :જીવતાં મુક્તિ; દેહ હોવા છતાં મુક્તિ. જીવનસૂત્રો : (૧) પ્રમાદને લીધે, આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (૨) જે જે કાળે જે જે કરવાનું છે, તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. (૩) ક્રમે કરીને પછી, તેની સિદ્ધિ કરો. (૪) અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. (૫) શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી, એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી, તો પણ, જિજ્ઞાસા તે પણ, તે જ અંશવત્ છે. (૬) નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેવી અચળ જિજ્ઞાસા છે ને, તે પ્રમાણે વર્તી શકે છે. (૭) જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા, રહેવા દેવી જોઈતી નથી. (૮) મન જો શંકાશીલ થઈ ગયું હોય, તો દ્રવ્યાનુયોગ વિચારવો યોગ્ય છે. પ્રમાદી થઈ ગયું હોય, તો ચરણકરણાનુયોગ વિચારવો યોગ્ય છે, અને કષાયી થઈ ગયું હોય, તો ધર્મકથાનુયોગ વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય, તો ત્રણિતાનુયોગ વિચારવો યોગ્ય છે. (૯) કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. (૧૦) પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લે જે કે, તે સાથે આવવાની નથી; ઉલટો હું તેને દેહ આપી જવાનો છુ; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકાભાવ થાય, તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો. (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં!) ધનસંબંધી નિરાશા કે ક્લેશ થાય, તો તે ઊંચી જાતના કાંકરા છે, એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ. (૧૧) તેનો તું બોધ પામ, કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. (૧૨) એકવાર જો સમાધિમરણ થયું, તો સર્વકાળનાં અસમાધિમરણ ટળશે. (૧૩) સર્વોત્તમ પદ, સર્વ ત્યાગીનું છે. એક પ્રૌઢ તત્ત્વજ્ઞાનીને છાજે તેમ, તત્ત્વસંકલના બદ્ધપણે ગૂંથેલા આ જીવનસૂત્રોમાં સૂચવ્યું છે તેમ, - અપ્રમાદ રાખી, સદા ઉપયોગ રાખી, કાર્યની ક્રમે કરીને સિદ્ધિ કરવી; અલ્પ આહારાદિથી, ને મન-વચન-કાયાની નિયમિતતાથી, મનને વશ કરવુ; શ્રેષ્ઠ વસ્તુ ઈચ્છવી, એ જ આત્માની શ્રેષ્ઠતા જાણવી; નવાં કર્મ બાંધવા નહીં અને જૂનાં ભોગવી લેવા; જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી નહિ; ચાર અનુયોગમાં કયા કયામાં મનને ક્યારે ક્યારે પ્રવર્તાવવું; કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી; પૃથ્વી, શ્રી ધન સંબંધી કલેશ થાય, તો શું સમજી સમતા રાખવી; સમાધિમરણની પ્રાપ્તિ અર્થે બોધ પામવાનું ઈચ્છવું; સર્વોત્તમ પદ સર્વ ત્યાગીનું છે, તે ઈચ્છવું. જીવના અનુજીવી ગુણ :ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કકૃત્ય, ભોકૃત્વ વગેરે જીવના અનુજીવી ગુણ અનંત છે. જીવના અનુજીવી ગુણો કયા કયા છે ઃચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભયત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોકૃત્વ વગેરે, અનંત ગુણ છે. ૩૯૨ જીવના પ્રતિજીવી ગુણ કયા કયા છે ? અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ ઈત્યાદિ. જીવના આ સાધારણ ભાવો :પર્યાયભાવ-ક્ષણિક ભાવ (૧) ઔદિયેક ભાવ કર્મોના ઉદય સાથે સંબંધ ધરાવતો, વિકાર ભાવ. કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં, જ્ઞાનના ઉઘાડનો જટેલો અભાવ છે, તે ઔદિયક ભાવ. (૨૧) - ગતિ (૪) – અજ્ઞાન - બંધના કારણ. (૨) ઔપશમીક ભાવ. – કષાય (૪) - અસંયમ – લિંગ (૩) – મિથ્યાદર્શન – અસિદ્ધત્વ – લેશ્યાયોગ (૬)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy