SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ભલી ક્રિયા આચાર પ્રત્યે ગ્લાનિ એ વગેરે પરિણામ હોવાં, તે જુગુપ્સા કર્મના આસવનું કારણ છે. (૧) હું બોલવાનો સ્વભાવ હોવો; (૨) માયાચારની તત્પરતા રહેવી; (૩) પરના છિદ્રની આકાંક્ષા અથવા અતિ ઘણો રોગ હોવો; એ વગેરે પરિણામ રસીદર્ભના આસવનું કારણ છે. (૧) અલ્પ ક્રોધ હોવો; (૨) ઈષ્ટ પદાર્થમાં ઓછી આસક્તિ હોવી; (૩) પોતાની સ્ત્રીમાં સંતોષ હોવો. એ વગેરે પરિણામ, પુરષદ ર્ક્સના આસવનું કારણ છે. (૧) કયાયની પ્રબળતા હોવી (૨) ગુહ્ય ઈન્દ્રિયોનું છેદન કરવું (૩) પરસ્ત્રીગમન કરવું; એ વગેરે પરિણામ, હોવા, તે નપુંસકવેદના આસવનું કારણ છે. પરિત્ર મોહનીય કર્મ ચારિત્ર મોહનીય કર્મનાં ચાર અનંતાનુબંધી કષાયકર્મ છે, જેના ઉદયથી દીર્ઘકાળ સ્થાયી કઠિનતાથી મટે તેવાં કષાય પરિણામ થાય છે. જેમ પથ્થરમાં કોતરેલી લીટી કઠિનતાથી મટે છે, તેવા અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા, લોભી છે. અનાદિ મિથ્યાષ્ટિ જીવ જેને અત્યાર સુધી સમ્યક્ત થયું નથી, તેના સમ્યગ્દર્શનગુણને મિથ્યાત્વ કર્મ અને ચાર અનંતાનુબંધી કષાયોએ ઢાંકી રાખ્યો છે. જ્યાં સુધી તે ઉદયમાંથી ખસે નહિ, ત્યાં સુધી સમ્યગ્દર્શનગુણ પ્રગટ થઈ શકતો નથી. આ કર્મોના આક્રમણને હટાવવા માટે વ્યવહાર સમ્યગ્દર્શનનું સેવન જરૂરી છે. જેમ ઔષધ ખાવાથી રોગ જાય છે, તેમ વ્યવહાર સમ્યગ્દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગ્દર્શનનો પ્રકાશ થાય છે અને મિથ્યાત્વ રોગ જાય છે. થારિત્રાચાર અહો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત પંચમહાવ્રત સહિત કાય, વચન, મનગુપ્તિ અને ઇર્યા-ભાષા-એષણા-આદાન નિક્ષેપણ પ્રતિષ્ઠાપન સમિતિ સ્વરૂપ ચારિત્રાચાર! યુદ્ધ આમાનો તુ નથી એમ નિશ્ચયથી હું જાણું ૩૫૧ છું, તો પણ ત્યાંસુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આશ્માને ઉપલબ્ધ કરું. (૨) અહો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત, પંચમહાવ્રત સહિત કાય, વચન, મનગુપ્તિ અને ઈર્યા-ભાષા-એષણાઆદાન-નિક્ષેપણ-પ્રતિકાપન સમિતિસ્વરૂપ ચારિત્રાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. (૩) અહો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત, પંચમહાવ્રત સહિત કાય-વચન, મનગુપ્તિ અને ઇર્ષા-ભાષા-એષણા-આદાન-નિક્ષેપણ-પ્રતિષ્ઠાપન સમિતિ સ્વરુપ ચારિત્રાચાર | શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું તો પણ ત્યાં સુધી, તેને અંગીકાર કરું છું કે જ્યા સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. (૪) પંચમહાવ્રત સહિત કાય-વચન-મનુગુપ્તિ, અને ઈર્યા-ભાષાએષણા- આદાન નિરપેક્ષ-પ્રતિષ્ઠાપન સમિતિ સ્વરૂપ ચારિત્રાચાર. (૫) સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરી, જે નિત્ય આનંદમય, નિજ રસનો આસ્વાદ, નિશ્ચલ અનુભવ, તે સમ્યક ચારિત્ર છે, તેનું જે આવરણ એટલે તે રૂપે પરિણમવું, તે ચારિત્રાચાર છે. થિતુ :જ્ઞાન (૨) ચિત્ સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યમય આત્મા. (૩) જ્ઞાન સ્વરૂપ આત્મા. શિત સામાન્ય :આત્માનો જ્ઞાનસ્વભાવ, આત્માનો આખો જ્ઞાનગુણ ચિમત્કાર જ્ઞાનના વૈભવરૂપી પ્રભુ આત્મા. ચિત્ત :મન (જે અનિયત વિષયવાળું, અ પ્રાપ્ય કારી અને મતિ શ્રુતજ્ઞાનના સાધનભૂત (મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના નિમિત્તભૂત) છે તે મૂર્ત તેમજ અમૂર્તને ગ્રહણ કરે છે (જાણે છે) (૨) મન. (૩) ચિત્ત એટલે મન,મનનો વિષય આત્માનથી, મનમાં પ્રતીત નથી પણ આત્મામાં પ્રતીત છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે આત્મા વિષે પ્રતીત, આત્મા વિષે પ્રતીત થાય છે પણ મન વિષે પ્રતીત થતી નથી. શુભાશુભ ભાવમાં ચેતાઇ જવું, તે ચિત્ત. અજ્ઞાનીને ચેતનનું ભાન નથી તે પરમાં ચેતાઇ જાય છે, તેનું નામ ચિત્ત.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy