SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિનું નિવારણ નારકત્વ, તિર્થક્યત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપચાર ગતિઓની પરતંત્રતાની નિવૃત્તિ અને નિર્વાણની ઉત્પત્તિ-અર્થાત્ સ્વતંત્રતાની પ્રાપ્તિ તે સમયનું ફળ છે. ચાર ગતિના જીવો ઇન્દ્રિયોના ભેદની અપેક્ષાએ ચતુર્ગતિનો સંબંધ હોય છે. દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાદેવગતિનામ કર્મ અને દેવાયુકર્મના ઉદયન નિમિત્તથી) દેવો હોય છે. જેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક એવા નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષગતિનામ અને મનુષ્પાયુના ઉદયથી મનુષ્યો હોય છે, તેઓ કર્મ ભૂમિ જ અને ભોગભૂમિ જ એવા ભેદોને લીધે બે પ્રકારના છે. છતર્થગગતિનામ અને તિયગચાયુના ઉદયથી તિર્થચો હોય છે, તેઓ પૃથ્વી, શબૂક, જુ.ડાંસ, જળચર, ઉપગ પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઇત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. નસ્કગિતનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે, તેઓ રત્નપ્રભાભૂમિ જ શર્કરા પ્રભા ભૂમિ જ, વાલુકા પ્રભાભૂમિ જ, પંકપ્રભાભૂમિ જ ધૂમપ્રભાભૂમિ જ તમઃ પ્રભભૂમિ જ અને મહાતમઃ પ્રભાભૂમિ જ એવા ભેદોને લીધે સાત પ્રકારના છે. તેમાં દેવો, મનુષ્યો અને નારકો પંચેન્દ્રિય જ હોય છે. તિર્યંચો કેટલાંક પંચેન્દ્રિય હોય છે અને કેટલાંક એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય પણહોય છે.. અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે ચાર ગતિથી વિલક્ષણ, સ્વાત્મો પલબ્ધિ જેનું લક્ષણ છે એવી જે સિદ્ધ ગતિ તેની ભાવનાથી રહિત જીવો અથવા સિદ્ધ સદશ નિજશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવો જે ચતુર્ગતિનામકર્મ ઉપાર્જિત કરે છે તેના ઉદયવશ તેઓ દેવાદિ ગતિઓમાં ઉપજે છે. ચારૂતર :અત્યંત સુંદર થાત્રિના ભેદ :ચારત્રિના ચાર ભેદ છે : સ્વરૂપાચરણ ચારિત્ર દેશચારિત્ર, અકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર ૩૪૫ (૧) સ્વરૂપાચરણ ચારિત્ર=નિશ્ચય સમ્યદર્શન થતાં આત્માનુભવપૂર્વક આત્મ સ્વરૂપમાં જે સ્થિરતા થાય છે તેને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. (અવિરત સમદ્રષ્ટિને પણ મોક્ષના કારણરૂપ જ ધન્ય ચારિત્ર (સ્વરૂપાચરણ) હોય છે. (૨) દેશ ચારિત્ર=નિશ્ચય સમ્મદર્શન સહિત ચારિત્રગુણની આંશિક શુદ્ધિ થવાથી (અનંતાનું બંધી-અપ્રત્યાખ્યાતી કક્ષાઓના અભાવપૂર્વક) ઉત્પન્ન આત્માની શુદ્ધિવિશેષને, દેશચારિત્ર કહે છે. આ શ્રાવકદશામાં વ્રતાદિરૂપ શુભભાવ હોય છે.) (શુદ્ધ દેશચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહાર વ્રતથી બંધ થાય છે. નિશ્ચય ચરિત્ર વિના સાચું વ્યવહાર ચારિત્ર હોઈ શકે નહિ.) (૩) સકલ ચારિત્ર = નિશ્ચય સમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની શુદ્ધિની વૃદ્ધિ થવાથી, (અનંતાનુબંધી આદિ ત્રણ જાતનિા કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન (ભાવલિંગ મુનિપદને યોગ્ય) આત્માની શુદ્ધિ વિશેષને, સકલચારિત્ર કહે છે. અને મુનિપદમાં ૨૮ મૂળ ગુણ આદિના શુભભાવ હોય છે, તેને વ્યવહાર સકલ ચારિત્ર કહે છે. (નિશ્ચય ચારિત્ર આત્માશ્રિત હોવાથી, મોક્ષમાર્ગ છે. ધર્મ છે. અને વ્યવહાર ચારિત્ર પરાશ્રિત હોવાથી, બંધમાર્ગ છે, ધર્મ નથી.) (૪) યથાખ્યાત ચારિત્ર = નિશ્ચય સમ્યગ્દર્શન રહિત ચારિત્રગુણની પૂર્ણ શુદ્ધતા થવાથી કષાયોના સર્વથા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને, યથાખ્યાત ચારિત્ર કહે છે. થાક આત્માના હોવાપણા વિશ જેને શંકા પડે તે ચાર્વાક કહેવાય. (૨) નાસ્તિક મત; જે જીવ, પુણ્ય, પાપ, નરક, સ્વર્ગ, મોક્ષ નથી એમ કહે છે; દેખાય તેટલું જ માનનાર. (૩) આત્માનાં અસ્તિત્વ, નિત્ય, મોક્ષ આદિને ન સ્વીકારે, તેવું એક જ દર્શન છે , જે ચાર્વાકને નામે ઓળખાય છે. ચાર્વાકમતવાદીઓ જગતમાં જેટલું દેખાય છે, તે તેટલું જ સાચું છે, તેમ માને છે. થાક મત આત્માના ભિન્ન અસ્તિત્વને સ્વીકારતા નથી. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. પરંતુ જ્ઞાયક તરફ જેમનું લક્ષ નથી એવા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy