SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ઘા દીવાના પ્રકાશોની માફક જેમ ઘણા દીવાના પ્રકાશો એક જ ઓરડામાં ભેગા || રહ્યા હોય, તો ધૂળ દૃષ્ટિથી જોતાં તેઓ એકબીજામાં મળી ગયેલાં લાગે છે. તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારપૂર્વક જોતાં, તો તે પ્રકાશો ભિન્ન ભિન્ન જ છે. (કારણ કે એક દીવો બુઝાઇ જતાં, તે જ દીવાનો પ્રકાશ નષ્ટ થાય છે. અન્ય દીવાના પ્રકાશો નષ્ટ થતા નથી તેમ જીવાદી અનેક દ્રવ્યો, એક જ ક્ષેત્રમાં રહ્યાં છે. તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં, તેઓ ભિન્ન ભિન્ન જ છુ. એકમેક થતાં નથી. પ્રાણ :વાસ ઘાણની નાસિકા ઘણાં સંખ્યાથી અનેક અનંત ઘાટ :ગાય, ગાઢપણું, ઘટ્ટપણું. ઘત ઘાથી મારવાની ક્રિયા હત્યા, વધ, કતલ (૨) હણનાર, નાશ કરનાર, ઘાત કરનાર, હાનિ કરનાર ધાતકી :આંબળા ઘાતનું ઢાંકવું, આવરણ આવવું થાતિ કર્મો :આત્માના ગુણોનો ઘાત કરનારાં ચાર ઘાતિક છે. જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ એને મોહનીય કર્મ. આ ચાર ને ઘાતિકર્મો કહેવાય છે. આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ અનંત ગુણો છે. તેથી તેના જેવી જ તેની વર્તમાન પ્રગટ પર્યાય-દશા-અવસ્થા થવી જોઇએ. છતાં તેમ ન થતાં પોતાના અપરાધોથી તેમાં અશુદ્ધ પરિણમન થાય છે. અને તેમાં એ ઘાતિકર્મો નિમિત્ત છે, તેથી તેને ઘાત કરનારાં ઘાતિ કર્મો કહેવામાં આવે છે. જ્ઞાનને આવરણમાં-ઘાતમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે, દર્શનને આવરણમાં દર્શનાવરણીય કર્મ છે. વીર્યશક્તિને આવરણમાં અંતરાયકર્મ છે, અને શ્રદ્ધા ને ચારિત્રને આવરણમાં, મોહનીયકર્મ નિમિત્ત છે. પોતાની અશુદ્ધ દશા પોતાથી, પોતાના અપરાધથી છે, તેમાં ઘાતિકર્મો નિમિત્ત છે ૩૩૨ ઘાતિકર્મ આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો આશ્રય લઇને, તેમાં એકાગ્ર લીન થાય છે. ત્યારે કેવળદર્શન પ્રગટ થાય છે; ને તેને કાર્યદર્શન કહે છે, ને ત્યારે જ તે જ ક્ષણે) દર્શનાવરણીયનો નાશ થાય છે. તેવી રીતે ત્રિકાળી નિત્ય જ્ઞાન સ્વભાવી ધૂવ ધામનો આશ્રય લઇને, જ્યારે આત્મા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનાવરણીયનો નાશ થાય છે. તેવી રીતે જ્યારે તે(આત્મા) અંદરના ત્રિકાળી ચારિત્ર-વીતરાગતા પ્રગટ કરે છે, ત્યારે મોહકર્મનો ક્ષય થાય છે. અને અંતર આત્મામાં જે સ્વભાવરૂપે અનંત વીર્ય-બળ પડ્યું છે તેનો આશ્રય લઇને, જ્યારે તે કાર્યરૂપે અનંત વીર્ય પ્રગટ કરે છે, ત્યારે અંતરાયકર્મનો નાશ થઇ જાય છે. ઘાતિકર્મ મળ :જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ, ચાર ઘાતિ કર્મરૂપી મેલ ઘાતિની કર્મ આત્માના ગુણનો ઘાત કરે તે ઘાતિની કે ઘાતિ કર્મ, અર્થાત, (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળવીર્ય શોધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે, અને તે માટે ઘાતિની, એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગ, ઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે-દેખે છે એટલે આવરણ નથી, પણ સમજતાં છતાં ભોગાદિકમાં વિન, અંતરાય કરે છે. માટે તેને આવરણ નહી પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઇ. ચોથી પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બસ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy