SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ગણવું શોધવું (૨) જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, વિચાર કરવો (૩) ખોળવું, શોધવું, | અન્વેષણ કરવું, ખોળવું, તપાસ કરવી. ગણવો ઓળખવો; જાણવો; ગુહસ્થ પ્રત્યયી ગૃહસ્થ સંબંધી ગેહ ઘર ગહન :ગૂઢ; ગુપ્ત; ગોય. ગુહ્ય ગુત, છાનું, છૂપું, રહસ્યમય, રહસ્ય, મર્મ, છૂપી-છાની વાત ગહવર ગુફા ગુહસ્થ ધર્મ શ્રાવક ધર્મ; અણુવ્રત પાળવાની ક્રિયા. ગુહસ્થ શ્રાવક ગૃહસ્થ દ્રવ્યનું જે કથાર્જન કરી તેના છ ભાગ કરે. એક ભાગ તો ધર્મના ખર્ચે આપે, એક ભાગ કુટુમ્બમાં પોષણમાં આપે, એક ભાગ પોતાના ભોગમાં ખર્ચ કરે, એક ભાગ પોતના સ્વજન સમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના બે ભાગ અનામત ભંડોળ તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજ્ય વા પ્રભાવનામાં અઘળા કાળમાં દુકાળમાં કામ આવે. એ પ્રમાણે કરવાથી ગૃહસ્થને આકષ્ટતા ઉપજે નહિ અને ધર્મ સાધી શકાય. ગુહસ્થી શ્રાવક, સંસારી ગુહી:ગુફા ગહીતમિથ્યાત્વ ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટાં શાસ્ત્રોની શ્રદ્ધા, તે ગૃહીત મિથ્યાત્વ છે. જન્મ થયા પછી, પરોપદેશના નિમિત્તથી જે અતત્ત્વશ્રદ્ધા જીવ ગ્રહણ કરે છે, તે ગૃહતમિથ્યાત્વ કહેવાય છે. ગૃહીત મિથ્યાત્વના પાંચ ભેદ છે. (૧) એકાંત મિથ્યાત્વ, (૨) સંશય મિથ્યાત્વ, (૩) વિનય મિથ્યાત્વ, (૪) અજ્ઞાન મિથ્યાત્વ, અને (૫) વિપરીત મિથ્યાત્વ ગુહીત :ગ્રહણ કરેલું, માની લીધેલું ગુહીત મિથ્યાચારિત્રનું લખાણ શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નહિ હોવાથી યશ, ધન, દોલત, આદર-સત્કાર વગેરેની ઈચ્છાથી માન આદિ કશાયને વશીભૂત થઈને શરીરને છીણ કરવાવાળી, અનેક પ્રકારની ક્રિયા કરે છે. તેને ગૃહીત મિથ્થા ચારિત્ર કહે છે. ૩૨૯ ગૃહીત મિથ્યાશાનનું લક્ષણ : (૧) વસ્તુ અનેક ધર્માત્મક છે; તેમાંથી કોઈ પણ એકજ ધર્મને, આખી વસ્તુ કહેવાના કારણથી દૂષિત (મિથ્યા) તથા વિષય-કયાય આદિને પણ કરવાવાળાં, કુગુરુઓનાં બનાવેલાં સર્વ પ્રકારનાં ખોટાં શાસ્ત્રોને, ધર્મ બુદ્ધિથી લખવાં-લખાવવાં, ભણવા-ભણાવવાં, સાંભળવા અને સંભળાવવાં, તેને ગૃહીત મિથ્યાજ્ઞાન કહે છે. (૨) જે શાસ્ત્ર જગતમાં સર્વથા, નિત્ય, એક, અદ્વૈત અને સર્વ-વ્યાપક બ્રહ્મમાત્ર વસ્તુ છે, અન્ય કોઈ પદાર્થ નથી, એમ વર્ણન કરે છે તે શાસ્ત્ર એકાન્તવાદથી દુષિત હોવાથી, કુશાસ્ત્ર છે. (૩) વસ્તને સર્વથા ક્ષણિક-અનિત્ય અથવા (૪) ગુણ-ગુણી સર્વથા જુદા છે, કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે, એમ કથન કરે, અથવા (૫) જગતનો કોઈ કર્તા, હર્તા અને નિયંતા છે, એમ વર્ણન કરે, (૬) અથવા દયા, દાન, મહાવ્રતાદિના શુભભાવ જે પુણાસ્રવ છે, તેનાથી તથા મુનિને આહાર દેવાના શુભભાવથી સંસાર પરિત (ટૂંકો, મર્યાદિત) થયો; તથા ઉપદેશ દેવાના શુભ ભાવથી ધર્મ થાય વગેરે, જેમાં વિપરીત કથન છે, તે શાસ્ત્રો એકાન્ત અને અપ્રશસ્ત હોવાથી કુશાસ્ત્ર છે. કેમકે તેમાં પ્રયોજનભૂત સાત તત્ત્વનું યથાર્થપણું નથી. જ્યાં એક તત્ત્વની ભૂલ હોય, ત્યાં સાતે તત્ત્વોની ભૂલ હોય જ, એમ સમજવું. ગુહીત મિથ્યાત્વ:પરમાર્થ તત્ત્વના વિરોધરૂપ વા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને ઠીક માનવા તે ગૃહીત મિથ્યાત્વ છે. (૨) જે પરોપદેશના નિમિત્તથી તત્ત્વોના અશ્રદ્ધાનરૂપ થાય છે. તેને પરોપદેશિક અથવા ગૃહીત મિથ્યાત્વ કહે છે. સર્વાર્થ સિદ્ધિ, આદિ બીજા ગ્રંથોમાં મિથ્યાત્વના પાંચ ભેદોનો પણ ઉલ્લેખ છે. જેમના નામ છે. એકાંત મિથ્યાદર્શન, વિપરીત મિથ્યાદર્શન, વૈનયિક મિથ્યાદર્શન, અજ્ઞાનિક મિથ્યાદર્શન, એને સંશય મિથ્યાદર્શન. જેમાંથી પ્રથમ ચારને અહીં ગૃહીત મિથ્યાત્વની અંતર્ગત સમજવા જોઇએ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy