SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિ :મન વચન કાયાના સંક્ષેપપણાને ગુપ્તપણાને-સંરક્ષિતપણાને જૈન | પરિભાષામાં ગુપ્તિ, એવું યથાર્થ નામ આપેલ છે. (૨) સમ્યક પ્રકારે યોગનો નિગ્રહ તે ગુપ્તિ છે. સમ્યગ્દર્શનપૂર્વક જ ગુપ્તિ હોય છે. અજ્ઞાનીને ગુપ્તિ હોતી નથી. તથા જેને ગુપ્તિ હોય, તે જીવને વિષયસુખની અભિલાષા હોતી નથી. એમ પણ સમ્યક્ શબ્દ બતાવે છે. જો જીવને સંકલેશતા (આકુળતા) થાય, તો તેને ગુપ્તિ હોતી નથી. ગુપ્તિની વ્યાખ્યા જીવના ઉપયોગનું મન સાથે જોડાણ, તે મનોયોગ છે. વચન સાથે જોડાણ, તે વચનયોગ છે અને કામ સાથે જોડાણ તે કામયોગ છે. તથા તેનો અભાવ તે અનુક્રમે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કામ ગુપ્તિ છે. આ રીતે નિમિત્તના અભાવની અપેક્ષાએ, ગુપ્તિના ત્રણ ભેદ છે. સર્વ મોહ-રાગદ્વેષને દૂર કરીને, ખંડરહિત અદૈત પરમ ચૈતન્યમાં સારી રીતે સ્થિત થયું તે, નિશ્ચયમનો ગુપ્તિ છે, સંપૂણ અસત્ય ભાષાને એવી ત્યાગવી કે (અથવા એવી રીતે મૌનવ્રત રાખવું કે) મૂર્તિક દ્રવ્યમાં, અમૂર્તિક દ્રવ્યમાં કે બન્નેમાં વચનની પ્રવૃત્તિ અટકે, અને જીવ પરમ ચૈતન્યમાં સ્થિર થાય, તે નિશ્ચય વચન ગુપ્તિ છે. સંયમધારી મુનિ, જ્યારે પોતાના આત્મસ્વરુપ ચૈતન્યમય શરીરથી જડ શરીરનું ભેદજ્ઞાન કરે છે. (અર્થાત શુદ્ધાત્માના અનુભવમાં લીન થાય છે.) ત્યારે અંતરંગમાં, પોતાના આત્માની ઉત્કૃષ્ટ મૂર્તિનું નિશ્ચલપણું થવું તે કામ ગુપ્તિ છે. ગંભીર ઊંડા ગંભીરતા જે જાણ્યું તે કહી ન દે, સમાવી રાખે, મોટું પેટ રાખે, વખાણ, નિંદાથી રાજી,નારાજ ન થાય, હોય એવા સમભાવે રહે, આચાર્યને ઘણું શમાવવું પડે છે, આનું આને ન કહે. ગમ :બોધ બોધ છે એ ગેમ છે (૨) સૂઝ, સમઝ (૩) સૂઝ, સમઝ. (ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.) = કહેવાનું તાત્પર્ય ન સમઝે તો આગમની વાત ઊંધી સમજી લે, તો નુકશાન કરી બેસે છે. ગમઠ :હિંગ ૩૨૫ ગમન સ્ત્રી સંભોગ; જવાની ક્રિયા (૨) પ્રવેશવું (૩) પરિણમન (૪) પ્રવેશવું વર્તવું (ગ્રહણ કરવું અને જાણવું અર્પવું અને જણાવવું.) ગમન પરિણામી :ગતિરૂપે પરિણયેલાં ગમનમાં અનાહ કરવો ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂ૫ (નિમિત્તરૂ૫) કારોત્ર હોવું. ગમ્ય :ગોચર; જણાય એવો (૨) જણાવું, જણાય; સમજાય. ગુમાન અભિમાન, અહંકાર ગુણ :ભેદભેદ રત્નત્રયના પોતે અરાધક, તથા તે અરાધનાના અર્થી અર્થે ભવ્ય જીવોને જિનદીક્ષાના દેનાર, તે ગુરુ. (૨) ભારે; મહાન; જે સહજમાં નાશ ન થઈ શકે એવાં મહાન. (૩) આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ છે. (૪) ભારી ગુરુ કર્મ જે સહજમાં નાશ ન થઈ શકે, એવાં મહાન કર્મ ગકાવ :મગ્ન ગુરૂગમ ગુરુદ્વારા મળેલું જ્ઞાન; જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમ વિના, સત્ય ગૂઢાર્થ–પરમાર્થ સમજવો અત્યંત મુશ્કેલ છે. ગુરુગ, ગુરુ દ્વારા જ સમજાય એવું ગુરુગમતા :આજ્ઞાએ વર્તવું, સ્વછંદે ન વર્તવું ગરજ :અપેક્ષા (૨) ખ૫; જરૂર; સ્વાર્થ; ધગશ. (૩) અપેક્ષા ગરજુ ઈચ્છાવા; જરૂર પડવી; આવશ્યકતા ઊભી થવી. ગત :ખાડો ગુતા મોટાઇ (૨) મહત્તા (૩) મહત્તા. તે ગુણોરૂપી સ્વભાવની છે, પુદ્ગલની નથી, કે જેથી પાછા નીચે પડે. ગરથ :ધન (ગરથ ગાંઠે ને વિદ્યા પાટે) ગંથ :બાહ્ય-અત્યંતર પરિગ્રહ, ગ્રંથ-શાસ્ત્રરચના (૨) બાહ્ય-અત્યંતર પરિગ્રહ; અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે : મિથ્યાત્વ, સ્ત્રી વેદ, પુરૂષ વેદ અને નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ, એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy