SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠાગુણસ્થાન સુધી તારતમ્ય પૂર્વક (વધતો વધતો). શુભોપયોગ, સાતમાંથી બારમાં ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધોપયોગ અને છેલ્લાં બે ગુણ સ્થાનોમાં શુદ્ધાપયોગનું ફલ આવું વર્ણન કથંચિત્ થઇ શકે છે. (૨) પ્રથમ ત્રણ ગુણસ્થાન મિથ્યાત્વ સાસાદન, મિશ્રગુણસ્થાનમાં તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભ ઉપયોગ, ત્યારબાદ અસંયતઃ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી તારતમ્ય પૂર્વક વધતો વધતો શુભોપયોગ ત્યારબાદ અપ્રમત્તાદિથી ક્ષીણકક્ષાંય સુધી સાતમાથી બારમા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધોપયોગ અનેત્યારબાદ સયોગી અને અયોગી એ બે છેલ્લાં ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ આવું વર્ણન કથંચિત થઇ શકે છે. (૩) મોહ અને યોગના સદ્ભાવ કે અભાવથી આત્માના ગુણ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની હીના ધિકતા અનુસાર થવાવાળી અવસ્થાઓને, ગુણસ્થાન કહેવાય છે. (૪) મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા વિશેષને, ગુણસ્થાન કહે છે, ગુણોની પ્રગટતા તે ગુણસ્થાન. (૫) આત્માની ગુણની ચૌદ ભૂમિકા છે, તેમાં ચોથી ભૂમિકામાં અપૂર્વ આત્મસાક્ષાત્કાર, નિર્વિકલ્પ અનુભવ થાય છે, ત્યાં યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. પછી અંશે સ્થિરતા વધે તે પાંચમી ભૂમિકા છે. અંતરજ્ઞાનમાં વિશેષ સ્થિર થઈ કષાયની ત્રણ ચોકડીનો અભાવ કરી, નિર્વિકલ્પ ધ્યાનદશા પ્રકટે તેને અપ્રમત્ત નામે સાતમી ભૂમિકા કહે છે. પછી સુવિકલ્પ દશા આવે, તેને છઠ્ઠ પ્રમત્ત ગુણસ્થાન કહે છે. મુનિ આ બે દેશો વચ્ચે વારંવાર ખુલ્યા કરે ૩૨૧ છે. ત્યાં ક્ષણે ક્ષણે સાક્ષાત સિદ્ધ પરમાત્મા જેવો આનંદ અંશે અનુભવાય છે. હું આત્મા છું, શુદ્ધ આનંદસ્વરૂપ છું, એવા વિકલ્પ પણ ત્યાં હોતા નથી, માત્ર સ્વરુંવેદન હોય છે, એવી સ્થિતિ-સાધકદશા ભગવાન કુંદકુંદાચાર્યને હતી. ક્ષણે પ્રમત્ત અને ક્ષણે અપ્રમત્ત દશામાં તેઓ ઝૂલતા હતા. આચાર્યને કેવળ જ્ઞાન પ્રગટ થવામાં સંજવલન કષાયનો અંશ જિતવાનો બાકી રહ્યો છે. ક્ષણમાં છઠ્ઠી ભૂમિકામાં આવતાં આત્મ-સ્વભાવની વાત કરે છે, ને ક્ષણમાં તે શુભ વિકલ્પ તૂટીને સાતમી ભૂમિકામાં માત્ર અતીન્દ્રિય આત્માનંદમાં કરે છે. એવી તે ઉત્કટ સાધક દશા છે. તે જિનવિભવથી તેઓ આત્માનું વાસ્તવિક સ્વરૂપ જગતને કહે છે, કે જ્ઞાયક નિત્ય એકરૂપ ચૈતન્યજ્યોતિ છે. તે વર્તમાન ક્ષણિક અવસ્થાના કોઈ ભેદરૂપે નથી, પણ કેવળ જ્ઞાયકપણે શુદ્ધ છે, અખંડ એકાકાર જ્ઞાયક સ્વભાવમાં અપ્રમત્ત પ્રમત્તના ભેદ પરમાર્થે નથી. ગુણસ્થાનક ઉન્નતિની શ્રેણી જીવ અને પુદગલ દ્રવ્યોના સંયોગ-વિયોગથી થવાવાળી અવસ્થાઓ ગુણસ્થાનો ગુણસ્થાનકો ચૌદ છે. તેમનાં નામો નીચે મુજબ છે. ૧. મિથ્યાત ગુણસ્થાનક, ૨. સારવારદન ગુણ સ્થાનક ૩. મિશ્ર ગુણસ્થાનક, ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક, ૬. પ્રમત્ત સયંત ગુણસ્થાનક ૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાનક, ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાનક, ૧૦. સૂક્ષ્મ સાંપચય ગુણસ્થાનક ૧૧.ઉપશાંત મોહ ગુણસ્થાનક, ૧૨. ક્ષણમોહ ગુણસ્થાનક ૧૩. યોગી કેવળી ગુણસ્થાનક ૧૪. અયોગી કેવળી ગુણસ્થાનક ગુણસ્થાનો પુદગલુ જ છે ગુણસ્થાનોનું પુદગલ સાથે કર્તાકર્મપણાનું ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે. ૧.યુક્તિ, ૨. આગમ, ૩. અનુભવથી. એકતો એ કે ગુણસ્થાનો પુલના વિપાકપૂવ થાય છે માટે પુદગલ જ છે, જીવ નથી. તેમાં મુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ છે, તેમ પુદ્ગલ પૂર્વક થતા ગુણસ્થાનો પુદ્ગલ જ છે. નિર્વિકલ્પ દશામાં જો વિશેષ કાળ ટકે તો મુનિ અન્તર્મુહર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે; એમ ન થાય ત્યાં સુધી હજારો વાર છઠ્ઠી-સપ્તમી ભૂમિકા બદલ્યા કરે છે. ત્રણે કાળે મુનિ દશા આવી જ હોય છે, તે મુનિદશા બાહ્ય તેમજ આત્યંતર પરિગ્રહી રહિત હોય છે. આત્મજ્ઞાન સહિત નગ્ન દિગંબરપણું હોય છે. સાતમે ગુણસ્થાને બુદ્ધિપૂર્વક વિકલ્પો છૂટી જાય છે અને આત્મસ્વરૂપની સ્થિરતામાં તન નિર્વિકલ્પ આનંદમાં લીન થઈ જાય ૬.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy