SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેઓ તેના વડે દેવલોકાદિના કલેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમણ કરે છે, પરંતુ જો શુદ્ધાત્માનુભૂતિલક્ષણ નિશ્ચયમોક્ષમાર્ગને માને અને નિશ્ચયમોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરવાની શકિતના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુકાન કરે, તો તેઓ સરાગ સમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે.- આમ વ્યવહાર-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં. (અહીં જે “સારગ સમ્યગ્દષ્ટિ' જીવો કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટયું છે. પરંતુ ચારિત્ર-અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને “સરાગ સમ્યગ્દષ્ટિ કહ્યા છે એમ સમજવું. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ નિશ્ચયસાધક (નિશ્ચયના સાધનભૂત) કહેવામાં આવ્યું છે એમ સમજવું.) કેવળ સ્થિતિ :(ઉત્પાદ એ વ્યય વિનાનું), એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન. (અન્યય વ્યતિરેકો સહિત જ, હોય છે. તેથી ધ્રૌવ્ય ઉત્પાદવ્યય સહિત જ હોય, એકલું હોઈ શકે નહિ. જે ઉત્પાદ (અથવા વ્યય) દ્રવ્યનો અંશ છે, - સમગ્ર દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે, - સમગ્ર દ્રવ્ય નથી.) કેવળશાન જેણે આત્માને પ્રત્યક્ષપણે પૂર્ણ જોયો, એવું કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન, એમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો જ, ફેર છે. (૨) નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે, તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે, તે સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે, તે ક્ષાયિકસમ્યક્ત કહીએ છીએ. કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ, એમ પ્રતીતિ રહે, તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહે છે. આત્માને આવરણ ઉદય આવે ત્યારે, તે પ્રતીતિથી પડી જાય છે, તેને સાસ્વાદન સમ્યક્ત કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુલનું વેદવું જ્યાં થઈ રહ્યું છે, તેને વેદક સખ્યત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે, અન્યભાવ સંબંધી અહમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં, તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે, તે સિદ્ધિ પામે છે; અને ૨૭૮ જે સ્વરૂપસ્થિરતા, ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન, એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે, પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન, તે કેવળજ્ઞાન છે. ઉપદેશછાયા-૧૦ (૨) કેવળજ્ઞાનમાં પણ પરણિામ થયા કરતાં હોવાથી, થાક લાગે અને તેથી દુઃખ થાય; માટે કેવળજ્ઞાન, એકાંતિક સુખ કઈ રીતે હોઈ શકે ? એવી શંકાનું અહિ સમાધાન કર્યું છે : (૧) પરિણામ માત્ર, થાકનું કે દુઃખનું કારણ નથી. પણ ઘાતિકના નિમિત્તે થતા, પર-સન્મુખ પરિણામ, થાકનાંકે, દુઃખના કારણ. કેવળ જ્ઞાનમાં ઘાતિક અવિદ્યમાન હોવાથી ત્યાં થાક કે દુઃખ નથી. (૨) વળી કેવળજ્ઞાન પોતે જ, પરિણામ શીલ છે; પરિણમન, કેવળજ્ઞાનનું સ્વરૂપ જ છે, ઉપાધિ નથી. પરિણામનો નાશ થાય, તો કેવળજ્ઞાનનો જ નાશ થાય. આ રીતે પરિણામ કેવળજ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળજ્ઞાનને પરિણામ, દ્વારા ખેદ હોઈ શકે નહિ-હોતો નથી. (૩) વળી કેવળજ્ઞાન, આખા ત્રિકાળિક લોકાલોકના આકારને (સમસ્ત પદાર્થોના ત્રિકાળિક જોયાકાર સમૂહને), સર્વદા અડોલપણે જાણતુ થયું, અત્યંત નિષ્કપ-સ્થિર. અક્ષુબ્ધ-અનાકુળ છે; અને અનાકુળ હોવાથી, સુખી છે – સુખ સ્વરૂપ છે. કારણ કે, અનાકુળતા સુખનું જ લક્ષણ છે. આમ કેવળજ્ઞાન અને અક્ષુબ્ધતા-અનાકુળતા, ભિન્ન નહિ હોવાથી, કેવળજ્ઞાન એ સુખ ભિન્ન નથી. આ રીતે (૧) ઘાતિ કર્મોના અભાવને લીધે, (૨) પરિણામ કોઈ ઉપાધિ નહિ હોવાને લીધે, અને (૩) કેવળજ્ઞાન નિષ્કપસ્થિર-અનાકુળ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખ સ્વરૂપ જ છે. ક્રમપૂર્વક જાણવું , નિયત આત્મપ્રદેશથી જ જાણવું, અમુકને જ જાણવુંઈત્યાદિ, મર્યાદાઓ મતિ-શ્રુતાદિ જ્ઞાયોપથમિક જ્ઞાનમાં, જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી, યુગપદ્ સર્વ આત્મપ્રદેશથી ત્રણે કાળના પર્યાયો સહિત, સર્વ પદાર્થોને- તે પદાર્થો અનેક પ્રકારના અને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy