SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. તેને વિપર્યય કહે છે. તેમાં સંશય અને અનધ્યવસાય ગર્ભિતપણે આવી જાય છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યાવસાવ એ ત્રણ દોષો છે. અવધિ જ્ઞાનમાં સંશય હોતો નથી, પણ અનધ્યવસાય અથવા વિપર્યય બે દોષો હોય છે. તેથી તેને કુઅવધિ અથવા વિભંગ કહે છે. અનાદિ મિથ્યાટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને તેને દેવ તથા નારકીના ભાવમાં કુઅવધિ પણ હોય છે. જ્યાં જ્યાં મિથ્યાદર્શન હોય છે, ત્યાં ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યા ચારિત્ર અવિનાભાવપણે હોય છે. વિપર્યમાં સંશય અને અનધ્યવસાય સમાઇ જાય છે. તે સંબંધ હવે થોડું જણાવવામાં આવે છે. કેટલાકને ધર્મ કે અધર્મ એ કાઇ હશે કે નહિ, તેવો સંશય હોય છે. ૨. કેટલાકને સર્વજ્ઞાનના અસ્તિત્વ નાસ્તિત્વનો, સંશય હોય છે. ૩. કેટલાકને પરલોકના અસ્તિત્વ નાસ્તિત્વનો, સંશય હોય છે. ૪. કેટલાકને અનધ્યવસાય (અનિર્ણય) હોય છે, તેઓ કહે છે કે હેતુવાદ રૂપ તર્કશાસ્ત્ર છે તેથી તેનાથી કાંઇ નિર્ણય થઇ શકતો નથી, અને આગમો છે તે ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપને કહે છે, કોઇ કાંઇ કહે છે એ કોઇ કાંઇ કહે છે, તેથી તેની પરસ્પર વાત મળતી નથી. ૫. કેટલાકને એવો અનધ્યવસાય (અનિર્ણય) હોય છે કે કોઇ જ્ઞાતા સર્વસ અથવા કોઇ મુનિ કે જ્ઞાની પ્રત્યક્ષ દેખાતા નથી કે જેમનાં વચન અને પ્રમાણ કરી શકીએ; વળી ધર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે તેથી કેમ નિર્ણય થાય? માટે મોટા જે માર્ગે જાય તે માર્ગે આપણે જવું. કોઇ વીતરાગ ધર્મનો લૌકિક વાદો સાથે સમન્વય કરે છે; શુભ ભાવોના વર્ણનનું સમાનપણે કેટલાક અંશે દેખી જગતમાં ચાલતી બધી ધાર્મિક માન્યતાઓ એક છે એમ માને છે. (તે વિપર્યય છે.). કોઇ ગંદ કષાયથી ધર્મ (શુદ્ધતા) થાય એમ માને છે (તે પણ વિપર્યય છે). ૮. આ જગત કોઇ એક ઇશ્વરે પેદા કર્યું છે, એ તેનો નિયામક છે એમ ઇશ્વરનું | સ્વરૂપ વિપર્યય સમજે છે. ૨૫૪ એમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય અનેક પ્રકારે મિથ્યા જ્ઞાનમાં હોય છે; માટે સત્ અને અસત્નો યથાર્થ ભેદ સમજી, સ્વછંદે કરવામાં આતી કલ્પનાઓ અને ઉન્મત્તપણું ટાળવાનું, આ સૂત્ર કહે છે. (મિથ્યાત્વને ઉન્મત્તપણું કહ્યું છે, કારણ કે મિથ્યાત્વથી અનંત પાપ બંધાય છે, તેનો જગતને ખ્યાલ નથી.) મનષ્ય :હલકો મનુષ્ય; કુનર. કેયૂર :ઝાંઝર કુરુ દેવકુરુ તથા ઉત્તર કુરનાં ઉત્તમ ભોગભૂમિનાં કલ્પવૃક્ષોનાં વન. કેર કરે જુલમ કરે; જબરદસ્તી; અત્યાચાર; ગજબ, મહાનાશ. કર વિચાર તો પામ :જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આત્માજ્ઞાયકને લક્ષમાં લે તો, તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઇ મળે તેમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ જે ધ્રુવતત્વ, એની દષ્ટિ કરવી, એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યા દષ્ટિ છે. ક્ષ કરવત કરંગ :હરણ. કર્ષ:દાઢી-મૂછે ફૂડ જૂઠાણું; કપટદગોછેતરપીંડી; ઠગાઇ. કરડો પુરુષાર્થ :આકરો પુરુષાર્થ કરણ :સાધન (૨) અંશ; સાધન. (૩) કારણ; સાધન. (૪) કરવું કરવાપણું (૫) પરિણામ (૬) શરીર, ઇન્દ્રિય (૩) કારણ; સાધન; ઉપાય (૮) ઇન્દ્રિયો કરણ ષષ્યિ એ અંતર પરિણામની શુદ્ધતાથી સ્વ તરફ ઢળતો ભાવ છે. તે લબ્ધિ સમ્યગ્દર્શન થવા વખતે હોય છે. (૨) અત્યંત આનંદથી સુંદર બોધતરંગ ઊછળે છે, તે કરણલબ્ધિ છે. કરણનો વ્યાપાર સાધનનું કાર્ય. (આત્મા કર્તા છે, અને જ્ઞાન કરણ છે. જો આત્મા, જ્ઞાનથી ભિન્ન જ હોય તો, આત્મા સાધનનો વ્યાપાર અર્થાત્
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy